Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજિલન્સનું બોર્ડ લગાવી ગાડી પાર્ક કરનાર પકડાયો.:જીઈબીના કોન્ટ્રાક્ટની બોલેરો ગાડી પર વિજિલન્સનું બોર્ડ લગાવી રોડ પર ટ્રાફિક અડચણરૂપ વાહન પાર્ક કરનાર સામે પોલીસે ગુનો નોંધ્યો.

    9 hours ago

    ​જૂનાગઢ શહેર તેમજ જિલ્લા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવતા અને રોડ પર અડચણરૂપ વાહનો પાર્ક કરતા તત્વો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે.આ અંગે ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ એસ.એન. જાડેજાએ જણાવ્યું હતું કે, રોડ પર ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા માટે પોલીસ દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કામગીરી દરમિયાન જૂનાગઢમાં રાયજી બાગ પાસે એક બોલેરો ગાડી ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે રોડ વચ્ચે બેફામ રીતે પાર્ક કરવામાં આવી હતી અને આ વાહન પર વિજિલન્સનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. ​તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ ગાડી ખરેખર જીઈબીના કોન્ટ્રાક્ટમાં ચાલતી હતી અને ગાડીમાં જીઈબી કે વિજિલન્સ વિભાગનું કોઈ અધિકૃત અધિકારી કે કર્મચારી હાજર ન હતો. તેમ છતાં, ખોટી રીતે વિજિલન્સનું બોર્ડ લગાવીને ગાડી રોડ વચ્ચે ઊભી રાખવામાં આવી હતી. આના કારણે રાયજી બાગ તેમજ તેની આજુબાજુના વિસ્તારના વેપારીઓ અને સામાન્ય રાહદારીઓની અવરજવરમાં ભારે મુશ્કેલીઓ અને અડચણો ઊભી થતી હતી. સ્થાનિક લોકો દ્વારા ગાડી સાઈડમાં ખસેડવા માટે કહેવા છતાં ગાડીના ચાલકે દબંગાઈ દાખવીને ખોટા બોર્ડના આશરે રોડ વચ્ચે જ વાહન પાર્ક કરી રાખ્યું હતું. ​આ ગંભીર બાબતની નોંધ લઈને ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને તે બોલેરો ગાડીને જપ્ત કરી લીધી હતી. વ્હીકલના હોદ્દા કે સત્તા વગર ખોટા વિજિલન્સ કે અન્ય સરકારી બોર્ડનો ગેરઉપયોગ કરવા બદલ અને રોડ પર અડચણરૂપ વાહન પાર્ક કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ 283 તેમજ 285 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ​આ બનાવ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા તમામ નાગરિકો અને વાહનચાલકોને સખત સૂચના સાથે ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિએ પોતાના ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર કે ટ્રાવેલ્સ જેવાં વાહનો રોડ વચ્ચે કે ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે પાર્ક કરવા નહીં. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ વાહન પર ખોટા કે વગર હોદ્દાના વિજિલન્સ કે અન્ય સરકારી બોર્ડ લગાવેલા હશે તો તેવા વાહનચાલકો સામે પણ કાયદાકીય પંજો ઉગામીને ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    PV Sindhu Sets French Open Final With World No. 1 An Se Young
    Next Article
    લાલપુર-ખીરસરા માર્ગ પર સિમેન્ટ રોડનું કામ શરૂ:ગ્રામજનોએ શ્રીફળ વધેરી ખુશી વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment