Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો:ધારાસભ્ય પી.કે. પરમારની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્નો ચર્ચાયા; નર્મદા કેનાલમાં ગાબડાં અને સફાઈ મુદ્દે રજૂઆત

    6 hours ago

    દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમારની વિશેષ ઉપસ્થિતિમાં પાટડી સર્કિટ હાઉસ ખાતે એક અગત્યનો 'લોકસંપર્ક કાર્યક્રમ' યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિસ્તારના ખેડૂતોએ ઉપસ્થિત રહીને સરદાર સરોવર નર્મદા કેનાલ સંબંધિત વિવિધ જટિલ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી. ખેડૂતોના પ્રશ્નો સાંભળીને સ્થળ પર જ યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેનાલમાં ગાબડાં અને સફાઈ અંગે ફરિયાદો રજૂઆત દરમિયાન ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે નર્મદા કેનાલના કામો અત્યંત નબળી ગુણવત્તાના હોવાથી વારંવાર ગાબડાં પડે છે. આ ઉપરાંત કેનાલોમાં નિયમિત ધોરણે સફાઈ હાથ ધરવામાં આવતી ન હોવાના કારણે છેવાડાના વિસ્તારોના ખેતરો સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી શકતું નથી. આ સમસ્યાના કારણે સિંચાઈ માટે પાણી મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી હોવાનું ખેડૂતોએ ઉમેર્યું હતું. પાણી અને વીજળી કાપ મુદ્દે ચર્ચા હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને સાથે જ જીરાના પાકની વાવણીનો મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો છે. આ સંજોગોમાં વીજળી કાપની સમસ્યા દૂર કરવા અને કેનાલમાંથી સમયસર પૂરતું પાણી પૂરું પાડવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ખેડૂતોની હાલાકી અટકાવવા અને આ તમામ પ્રશ્નોનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ પાઠવવામાં આવી હતી. અગ્રણીઓ અને પદાધિકારીઓની મોટી ઉપસ્થિતિ આ લોકસંપર્ક કાર્યક્રમ પ્રસંગે દસાડા તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખ સુખદેવ જાલીસાણીયા અને પાટડી શહેર પ્રમુખ વિરલ સોની હાજર રહ્યા હતા. આ ઉપરાંત પાટડી નગરપાલિકા પ્રમુખ હિતેશ રાવલ તેમજ દસાડા તાલુકા પંચાયત પ્રમુખ સહિતના અન્ય સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બધાએ સાથે મળીને સ્થાનિક રજૂઆતોનો ઝડપી ઉકેલ લાવવા ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં NRI વૃધ્ધાના રૂ.21 લાખ સગો ભાણેજ ઓળવી ગયો:સોના-ચાંદીના ધંધામાં પ્રોફિટની લાલચ આપી રૂ.1 લાખ આપી બાકીની રકમ પરત ન કરતા નોંધાઈ ફરિયાદ
    Next Article
    Firing onTiger Shroff Update: Salman Khan की तारीफ करना टाइगर पर पड़ गया भारी | Tiger Firing News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment