Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં NRI વૃધ્ધાના રૂ.21 લાખ સગો ભાણેજ ઓળવી ગયો:સોના-ચાંદીના ધંધામાં પ્રોફિટની લાલચ આપી રૂ.1 લાખ આપી બાકીની રકમ પરત ન કરતા નોંધાઈ ફરિયાદ

    6 hours ago

    રાજકોટના મવડી વિસ્તારમાં સ્વામીનારાયણ ચોક નજીક કૃષ્ણનગરમાં રહેતા NRI વૃધ્ધા મૃદુલાબેન ઉર્ફે મધુબેન ચાવડાના રૂ.21 લાખ તેનો સગો ભાણેજ રાજન કમલેશ રાઠોડ ઓળવી ગયાની ફરિયાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપી ભાણેજ દ્વારા માસીને પોતે સોના ચાંદીના ધંધામાં સારું વળતર મેળવતો હોવાનું કહી તમને પણ સારું વળતર મળશે કહી વિશ્વાસ કેળવી કટકે કટકે રૂપિયા 21 લાખ પડાવી લીધા હતા અને વળતર પેટે માત્ર 1 લાખ રૂપિયા આપી છેલ્લા બે વર્ષથી બાકીના રૂપિયા કે વળતર ન આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. NRI વૃધ્ધાએ ભાણેજ સામે નોંધાવી ફરિયાદ 65 વર્ષીય ફરિયાદી મૃદુલાબેન ઉર્ફે મધુબેન ચાવડાએ જણાવ્યું હતું કે, મારા પતિ તા.04.11.2019ના રોજ અવસાન પામ્યા છે. મારે સંતાનમાં એક દિકરો ભૌતિક છે જે હાલ અમેરીકા રહે છે. મારા માતા મુકતાબેન તા.26.08.2025ના રોજ અસવાન પામ્યા છે અમે કુલ 6 ભાઈ-બહેન છીએ. મારા નામે રાજકોટમા ત્રણ મકાન છે તે ત્રણેય મકાનમાં મારા ત્રણેય ભાઈઓ રહે છે અને હુ એન.આઈ.આર. હોય જેથી અમુક સમય અહી રાજકોટ ખાતે રહુ છુ અને અમુક સમય અમેરીકા મારા દિકરા સાથે ૨હુ છુ. સોના-ચાંદીમાં સારુ વળતર મળે છે કહી ફસાવ્યા ડિસેમ્બર 2023માં મારા નાનાબહેન ગીતાબેનના દિકરા રાજનએ મને કહ્યું કે માસી હુ સોના ચાંદીમાં રૂપીયા રોકુ છુ તેમા મને સારો એવો પ્રોફીટ મળે છે અને તમારે રૂપીયા રોકવા હોય તો મને કહેજો અને તમે મને રૂપીયા 15 લાખ આપો તો હુ તમને દર મહીને 25000 રૂપીયાનો ફાયદો કરી આપીશ. હું તમારો ભાણેજ થાઉ છુ હું કયા તમારા રૂપીયા ખોટા કરવાનો છુ તમે મારી પર વિશ્વાસ રાખો તેમ કહેતા મે તેને કહ્યું કે હુ વિચાર કરીને તને કહીશ અને ત્યારબાદ રૂપીયા માટે રાજને મને અવારનવાર ફોન કર્યા હતા. સારો પ્રોફીટ કરાવી આપીશ કહિને વિશ્વાસ અપાવ્યો આ પછી રૂબરૂ આવી સોના-ચાદીમાં તેજી ચાલે છે તમે મને રૂપીયા આપો હુ તમને સારો પ્રોફીટ કરાવી આપીશ તેમ કહિને મને વિશ્વાસ અપાવ્યો હતો જેથી મારી પાસે મારા મમ્મીના સોનાના દાગીના હોય તે હુ તથા જયસુખભાઈ તથા ગીતાબેન અને તેનો દિકરો રાજન તથા સંજયભાઈ એમ અમે બધા સોની બજારમા ગયેલ અને ત્યા મે મારા મમ્મીના સોનાના દાગીના વેચી જેના રૂપીયા 4.50 લાખ આવ્યા તે લઇને સંજયભાઈ ઘરે ગયા હતા. તે સમયે રાજને મને સાઈડમા બોલાવીને કહ્યું કે આ 4.50 લાખ રૂપીયા સંજય મામાને આપી દયો હુ તેમની પાસેથી લઈ લઈશ જેથી મે સંજયભાઈને રૂપીયા આપી દીધા હતા. રૂ.2.76 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા સંજયભાઈએ તે રૂ.4.50 લાખ રાજનને સોના ચાંદીમા રોકાણ કરવા માટે આપ્યા હતા ત્યારબાદ રાજન મારી પાસે રૂપીયા માંગતા રાજનના કહેવાથી મેં મારા મમ્મી મુકતાબેન કે જેઓનુ ગોંડલ રોડ ICICI બેંકમાં ખાતુ હોય તેમાંથી મારા ભાઈ સંજયભાઈના ખાતામા તા.15.12.2023ના રોજ રૂપીયા 1 લાખ ટ્રાન્સફર કર્યા હતા જે રૂપીયા સંજયભાઈએ રાજનને આપી દીધા હતા. ત્યારબાદ મે મારા યશ બેંકના ખાતામાંથી રૂ.1.38 લાખ ઓનલાઈન સંજયભાઈના ખાતામાં તથા રૂ.1.38 લાખ સંજયભાઈના પત્ની અંજનાબેનના ખાતામાં એમ કુલ રૂ.2.76 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા જે રૂપીયા સંજયભાઈએ રાજનને આપ્યા હતા. જાન્યુઆરી 2024 સુધીમાં કટકે-કટકે રૂ.15 લાખ આપ્યા હતા ત્યારબાદ મે મારા યશ બેકના ખાતા માંથી તા.04.01.2024ના રોજ રૂ.6 લાખ ઉપાડી મારા ભાઈ સંજયને આપ્યા હતા જે રૂપીયા તેને રાજનને આપ્યા હતા. ત્યારબાદ મારી પાસે રૂ.74,000 પડ્યા હતા જે સંજયભાઈને આપતા સંજયભાઈએ તે પણ રાજનને આપી દીધા હતા. આમ રાજનને કટકે-કટકે કુલ રૂ.15 લાખ આપ્યા હતા જેના બોનસ પેટે રાજને મને 100 ગ્રામના બે ચાંદીના બીસ્કીટ આપી અને કહ્યું કે આ બંન્ને બિસ્કીટ રૂ.20,000ના છે જેથી મારે ચાંદીની થાળી લેવી હોય જેના માટે હુ બંન્ને ચાંદીના બિસ્કીટ લઈ સોની બજારમાં જતા આ બંન્ને બિસ્કીટના રૂ.16,000 કહેતા મે ચાંદીના બીસ્કીટ રાજનને પરત આપી દીધા હતા અને ત્યારબાદ હું અમેરીકા મારા દિકરા પાસે જતી રહી હતી. રાજનને કટકે-કટકે કુલ રૂ.21 લાખ આપ્યા હતા ત્યારબાદ રાજન મારી પાસે સોના ચાંદીમા રોકાણ કરવા માટે વધુ રૂપીયા અવાર નવાર માંગણી કરતો જેથી મારી યશ બેંકના કોરા ચેક મારા ભાઈ સંજયભાઈ પાસે પડ્યા હોવાથી મારા કહેવાથી સંજયભાઈએ મારા ચેક દ્વારા રૂ.5.25 લાખ ઉપાડી રાજનને આપ્યા હતા. ત્યારબાદ સંજયભાઈ પાસે મારા રોકડા રૂ.1.09 લાખ પડ્યા હતા તે મારા કહેવાથી રાજનને આપ્યા હતા. મે રાજનને કટકે-કટકે કુલ રૂ.21 લાખ આપ્યા હતા. હુ તથા મારા કુટુંબના સભ્યો સપ્ટેમ્બર 2024માં જાત્રા કરવા માટે ગયા તે સમયે હરીદ્વાર ખાતે મને રાજનના મમ્મી ગીતાબેને મારા રૂપીયાના પ્રોફીટ પેટે રૂ.50,000 રોકડા આપ્યા હતા અને રાજને મને ઓકટોબર 2024મા રૂ.50,000 આપ્યા હતા. રાજનને સોના ચાંદીમાં રોકાણ કરવા માટે કુલ રૂ.21 લાખ આપ્યા હતા જેનો પ્રોફીટ માંગતા તે બહાના બતાવતો જેથી મે મારા રોકાણના મૂળ રૂપીયા માંગતા તે પણ મને આપવાની ના પાડી દીધી હતી. જેથી હાલ સમગ્ર મામલે માલવિયાનગર પોલીસે ભાણેજ રાજન કમલેશભાઈ રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદથી ભાવનગર ઘૂસાડાતો વિદેશી દારૂ ઝડપાયો:વેળાવદર પોલીસે 1344 બોટલ સાથે એક શખસને ઝડપ્યો, રૂ.6.87 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    પાટડી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો:ધારાસભ્ય પી.કે. પરમારની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્નો ચર્ચાયા; નર્મદા કેનાલમાં ગાબડાં અને સફાઈ મુદ્દે રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment