Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આભ મારો બાપ ને, તુ માટી મારી મા...':વિજયગીરી બાવાની ફિલ્મ 'અંબા'નું બીજું ગીત રિલીઝ, રીવા રાચ્છ ટિપ્પણી રાસ રમતી જોવા મળી

    6 hours ago

    તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'અંબા'નું બીજું ગીત 'આભ મારો બાપ ને, તુ માટી મારી મા...' રિલીઝ થયું છે. આ ગીતમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ રીવા રાચ્છ ટિપ્પણી રાસ રમતી જોવા મળે છે. આ ગીતમાં રીવાની સાથે એક્ટ્રેસ શ્રદ્ધા ડાંગરની નાની બહેન રિદ્ધિ ડાંગર પણ છે. આ ફિલ્મમાં ગીરના લોકો ને સિંહ વચ્ચે રહેલા સંબંધોની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં ગીરની સંસ્કૃતિ, નેહડાની ઝાંખી જોવા મળે છે. આ ગીતને વ્રત્તની પુરોહિત, લિપિકા નાગ, સ્તુતી કરની, સુરભી, રાધિકા, કાવ્યા, પલક તથા અંજલિએ ગાયું છે. સંગીત કેદાર-ભાર્ગવનું છે અને ગીતકાર ભાર્ગવ છે. આ ગીતની કોરિયોગ્રાફી કૃપા ડાંગરે કરી છે. નોંધનીય છે કે આ પહેલાં ફિલ્મનું પહેલું ગીત 'અંબા રમવા આવે..' રિલીઝ થયું હતું. આ ગીતમાં રીવા રાચ્છની સાથે શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર તથા નેત્રી ત્રિવેદી હતા. નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ તથા વિજયગીરી બાવા ફિલ્મોસ પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મને વિજયગીરી બાવાએ ડિરેક્ટ કરી છે, જ્યારે પ્રોડ્યુસર ભૂમિ નથવાણી ને કો-પ્રોડ્યુસર ટ્વિંકલ વિજયગીરી છે. ફિલ્મની સ્ટોરી વિજયગીરી બાવાએ લખી છે અને ડાયલોગ રામ મોરીએ તથા સ્ક્રીનપ્લે રામ મોરી ને વિજયગીરી બાવાએ સાથે મળીને લખ્યો છે. આ ફિલ્મ વર્ષના છેલ્લા મહિને એટલે કે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. નોંધનીય છે કે વિજયગીરી બાવાએ આ પહેલા ફિલ્મ 'કસૂંબો' બનાવી હતી. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, એમ મોનલ ગજ્જર, ચેતન ધનાણી, ફિરોઝ ઈરાની, કલ્પના ગાગડેકર, જય ભટ્ટ, મનોજ શાહ, રાગી જાની, કોમલ ઠક્કર, તત્સત મુનશી જેવા કલાકારો હતી. આ ફિલ્મ વિમલકુમાર ધામીની ઐતિહાસિક નવલકથા 'અમર બલિદાન' પર આધારિત હતી.
    Click here to Read More
    Previous Article
    The Starlink controversy explained: What an Indian licence can and can’t control
    Next Article
    રાજસ્થાન- પુરપાટ ઝડપે કાર ટ્રકમાં ઘૂસી, 6નાં મોત:આમાંથી 5 એક જ પરિવારના હતા, મંદિર જઈ રહ્યા હતા; 7 મહિનાની બાળકી ગંભીર રીતે ઘાયલ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment