Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં જ તાપી નદીમાં જળકુંભીનો ઉપદ્રવ:ડિવીડર મશીન બંધ રહેતાં હોવાના સ્થાનિકોના આક્ષેપ શહેરમાં જળસંકટ ઘેરું બનવાની ભીતિ

    2 days ago

    સુરતમાં આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે એક મહાપાલિકા દ્વારા એકસાથે 6 જેટલા લોકેશન પર મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાતા પાણી માટે હોબાળો થયો હતો. આ પરિસ્થિતિ વચ્ચે સિંગણપોર સ્થિત વિયર કમ કોઝવેના જળાશયમાં મોટા પ્રમાણમાં જળકુંભીનો જમાવડો થવા લાગ્યો છે, જેના કારણે સુરતવાસીઓ માથે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ‘ડિવીડર મશીન હાલ યોગ્ય રીતે ચલાવવામાં આવી રહ્યું નથી’ સામાન્ય રીતે તાપી નદીમાં માર્ચ કે એપ્રિલ મહિનાના ઉનાળા દરમિયાન જળકુંભી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે દિવાળી પહેલાં ઑક્ટોબર મહિનામાં જ કોઝવે ખાતે જળકુંભી અને કચરાનો મોટો જથ્થો જમા થઈ ચૂક્યો છે. સ્થાનિક મહેશ પટેલના જણાવ્યા મુજબ, નદીમાંથી કચરો અને જળકુંભી દૂર કરવા માટે વપરાતું ડિવીડર મશીન હાલ યોગ્ય રીતે ચલાવવામાં આવી રહ્યું નથી. તંત્રની આ લાપરવાહીના લીધે સમસ્યા વધુ વિકટ બની રહી છે અને કોઝવેમાં લીલ, શેવાળ તેમજ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત થઈ રહ્યો છે. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત આ કોઝવે જ છે કોઝવે જળાશયમાં પ્રદૂષિત પાણી અને કચરો જમા થવાના કારણે પાણી પીળું પડી રહ્યું હોવાની ફરિયાદો પણ ઊઠી છે. ઉપરાંત, ભારે ગરમી વચ્ચે કચરો સડવાને કારણે પાણીમાંથી દુર્ગંધ પણ આવી રહી છે. સુરતના લાખો નાગરિકો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત આ કોઝવે જ છે. જો તંત્ર દ્વારા સમયસર જળકુંભી હટાવવાની કામગીરી નહીં થાય અને પ્રદૂષણ રોકવામાં નહીં આવે, તો આગામી માર્ચ-એપ્રિલના આકરા ઉનાળામાં શહેર પર વીજસંકટની જેમ જ જળસંકટ સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે.
    Click here to Read More
    Previous Article
    Best Prepaid Plans with 3GB/Day Data on Jio, Airtel, and Vi Compared
    Next Article
    સોનાના ભાવની અસર સુરતની પ્રખ્યાત ઘારી પર, 1 કિલોના રૂ.21,000:'ગોલ્ડ ઘારી'માં અધધધ 5,000નો ઉછાળો, દેશ-વિદેશમાં ડિમાન્ડ; ચંદી પડવો માટે લોકોનું એડવાન્સમાં બુકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment