Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનાના ભાવની અસર સુરતની પ્રખ્યાત ઘારી પર, 1 કિલોના રૂ.21,000:'ગોલ્ડ ઘારી'માં અધધધ 5,000નો ઉછાળો, દેશ-વિદેશમાં ડિમાન્ડ; ચંદી પડવો માટે લોકોનું એડવાન્સમાં બુકિંગ

    2 days ago

    સુરતીઓનો પ્રિય તહેવાર એટલે ચંદી પડવો(ચાંદની પડવો) આ તહેવારમાં ઘારી અને ભૂસાની લોકો મોજ માણે છે. પરંતુ આ વર્ષે સોનાના આસમાને પહોંચેલા ભાવની સીધી અસર સુરતની પ્રખ્યાત 'ગોલ્ડ ઘારી' પર જોવા મળી રહી છે. આ વર્ષે ગોલ્ડ ઘારીના ભાવમાં સીધો રૂ.5,000નો અધધ વધારો ઝીંકાયો છે. ગત વર્ષે જે ગોલ્ડ ઘારી 16,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી, તે આ વર્ષે 21,000ના ભાવે વેચાઈ રહી છે. આમ છતાં મીઠાઈ પ્રેમીઓમાં આ સુવર્ણ વરખવાળી ઘારીનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. તહેવારને લઈને દેશ-વિદેશમાં ડિમાન્ડ અને લોકો એડવાન્સમાં બુકિંગ કરાવતાં જોરદાર માગ જોવા મળી રહી છે. ચંદી પડવાના પર્વ પર 'ગોલ્ડ ઘારી' આકર્ષણનું કેન્દ્ર 26 ઓક્ટોબર ચંદી પડવાના દિવસે સુરતમાં ઘારી ખાવાનું એક વિશેષ મહત્વ અને પરંપરા છે. સામાન્ય દિવસોમાં પણ ગોલ્ડ ઘારીની માગ રહેતી જ હોય છે, પરંતુ ચંદી પડવાના નિમિત્તે તે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. લોકો પોતાના પરિવાર અને ખાસ મહેમાનો માટે આ સ્પેશિયલ ઘારીની ખરીદી કરે છે. વધેલા ભાવ છતાં ગ્રાહકો દ્વારા ગોલ્ડ ઘારી માટે એડવાન્સ બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે, જે દર્શાવે છે કે સુરતીઓ સ્વાદ અને મોજશોખમાં કોઈ બાંધછોડ કરતા નથી. ઓર્ડર પ્રમાણે સ્પેશિયલ ઘારી બનાવીને ગ્રાહકોને પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી, શુદ્ધ ઘી, ડ્રાયફ્રુટ્સ અને ખાસ મસાલા બદલાતી ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) જાળવી રાખવા માટે આપણા વડવાઓ ઘારી જેવા પૌષ્ટિક વ્યંજનો ખાવાની સલાહ આપતા હતા. આ ઘારીને ખાસ શુદ્ધ ઘીમાં ફ્રાય કરીને બનાવવામાં આવે છે. તેમાં તૈયાર થતા માવાની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળા ડ્રાયફ્રુટ્સ અને ખાસ મસાલા ઉમેરવામાં આવે છે. કેસર ઘારીમાં અસલ કેસર, પિસ્તા, બદામ વગેરેનો ઉપયોગ થાય છે, જે આ ઘારીને અલગ અલગ ફ્લેવર સાથે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક બનાવે છે. રાજા-રજવાડાની 'સુવર્ણ ભસ્મ'ની પરંપરા હવે સ્વીટમાં પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ પોતાના સ્વાસ્થ્ય માટે સુવર્ણ ભસ્મ (ગોલ્ડ) આરોગતા હતા. આજની પેઢી માટે આ પરંપરાને સ્વીટના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. આ અંગે રાધા મીઠાઈવાલાના સંચાલક રાધાબેને ભાસ્કરને કહ્યું કે, આપણા વડીલો અને રાજા-રજવાડાના ટાઈમે લોકો ગોલ્ડ ભસ્મ આરોગતા હતા. આપણે એવી રીતે તો નથી કરી શકતા, એટલે અમે સ્વીટમાં ટ્રાય કરી છે કે ગોલ્ડ વરખ ઉમેરીએ. થોડું ગોલ્ડ આપણા બોડી માટે એક લિમિટમાં સ્વાસ્થ્ય માટે ઘણું સારું હોય છે. વરખના ભાવ વધતા ઘારીને પણ અસર માત્ર સુરત કે ગુજરાત પૂરતી જ નહીં, પરંતુ ગોલ્ડ ઘારીની માગ અન્ય રાજ્યો અને વિદેશોમાં પણ છે. ઓનલાઈન માધ્યમથી લોકો દૂર દૂરથી આ ઘારી મંગાવે છે. ભાવ વધારા અંગે સ્પષ્ટતા કરતાં રાધાબેને કહ્યું હતું કે, ગયા વર્ષે ભાવ 16,000 હતા, પણ આ વખતે 21,000 છે. કારણ કે ગોલ્ડના ભાવ વધ્યા છે, તો અમારે પણ વરખના ભાવ વધ્યા હોય એટલે એ રીતે ભાવ લગાવવો પડે છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પહેલાં જ તાપી નદીમાં જળકુંભીનો ઉપદ્રવ:ડિવીડર મશીન બંધ રહેતાં હોવાના સ્થાનિકોના આક્ષેપ શહેરમાં જળસંકટ ઘેરું બનવાની ભીતિ
    Next Article
    World's First Spinal Cord Transplant Performed On Paralysed Patient In Russia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment