Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે માફી માગવા માગ કરી:આચાર્ય તેમજ શિક્ષકોની બાબતે અપમાનજનક શબ્દો વાપરતાં રોષ

    11 hours ago

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ગોપનીયતા, ગૌરવ અને સુરક્ષા માટે તાજેતરમાં 21 ઑક્ટોબર, 2026ના રોજ એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ આચાર્યની પૂર્વ પરવાનગી વિના શાળાઓમાં બિન-અધિકૃત પ્રવેશ, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી કે માહિતી એકત્રિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સરકારના આ નિર્ણયને આવકારી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. પરંતુ આ પરિપત્રના વિરોધમાં મીડિયા ચેનલ પર યુવરાજસિંહ જાડેજા દ્વારા રાજ્યની શાળાઓના આચાર્યો અને શિક્ષકો માટે અત્યંત અશોભનીય, અપમાનજનક અને હલકી કક્ષાના શબ્દપ્રયોગો કરવામાં આવ્યા હોવાનો મહાસંઘે આક્ષેપ કર્યો છે. રાષ્ટ્ર અને સમાજના ઘડતરમાં જે ગુરુજનોનું મહત્ત્વનું યોગદાન છે તેમના માટે આવા શબ્દો વાપરાતાં શિક્ષક આલમની લાગણીને ઠેસ પહોંચી છે. મહાસંઘે આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢી તેનો વિરોધ નોંધાવ્યો છે. મહાસંઘના સુરેન્દ્રનગરના આગેવાન ભરતસિંહ ચાવડા દ્વારા માગણી કરાઈ છે કે શિક્ષકો અને આચાર્યોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે તેવા શબ્દપ્રયોગો શૈક્ષિક મહાસંઘ ક્યારેય ચલાવી લેશે નહીં. વિદ્યાધામો અને શિક્ષકો સામે આવા અપમાનજનક શબ્દો વાપરનાર યુવરાજસિંહ જાડેજા જાહેર મીડિયા સમક્ષ શિક્ષક સમાજની માફી માગે અને પોતાનું નિવેદન તુરંત પરત ખેંચે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિ પૂર્ણ થયા બાદ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે જામશે ગરબાનો માહોલ:1,000થી વધુ દિવ્યાંગજનો ગરબે ઘૂમશે, નાગરિકો માટે ફ્રી એન્ટ્રી
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગલવાન જેવી ઘટના ટાળવા ડ્રોન ફોર્સની જરૂર, ITBP DGનો ખુલાસો; થરૂરે કહ્યું- ભાજપ રાહુલને ગંભીરતાથી લે; Big Bના બંગલાને બોમ્બથી ઉડાવવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment