Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- વેચવાલીના કારણે સાવચેતીનું વાતાવરણ:વેચવાલીના દબાણને કારણે બજારમાં મજબૂત તેજી જળવાઈ શકી નહીં

    1 day ago

    ભારતીયશેરબજારમાં વૈશ્વિક નબળાઈ, પશ્ચિમ એશિયાના તણાવ અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે અસ્થિરતા જોવા મળી હતી. અગાઉના ઘટાડા બાદ સુધારાના પ્રયાસો થયા, પરંતુ વેચવાલીના દબાણને કારણે બજારમાં મજબૂત તેજી જળવાઈ શકી નહોતી. માહિતી પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં પસંદગીયુક્ત ખરીદીથી ટેકો મળ્યો હતો, જ્યારે અન્ય કેટલાંક ક્ષેત્રોમાં નબળાઈ રહી હતી. સેન્સેક્સમાંસુધારાના પ્રયાસો છતાં મોટા શેરોમાં વેચવાલીના દબાણને કારણે સાવચેતીનું વાતાવરણ રહ્યું હતું. નિફ્ટીમાં વૈશ્વિક સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ અને કંપનીઓનાં ત્રિમાસિક પરિણામોને કારણે અનિશ્ચિતતા રહી હતી. અગાઉનાઘટાડા બાદ નીચા ભાવે થતી ખરીદી, માહિતી પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં મજબૂતી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો ટેકો બજારમાં સુધારાની શક્યતા ઊભી કરી શકે છે. પસંદગીની કંપનીઓનાં સકારાત્મક પરિણામો પણ રોકાણકારોનો વિશ્વાસ વધારી શકે છે. વૈશ્વિક બજારોમાં સ્થિરતા અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ આવે તો ખરીદીનું પ્રમાણ વધી શકે છે. ક્રૂડઓઈલના ઊંચા ભાવ, પશ્ચિમ એશિયાનો તણાવ, અમેરિકાના ટેક્નોલોજી શેરોમાં નબળાઈ અને વિદેશી રોકાણકારોની વેચવાલી બજાર પર દબાણ વધારી શકે છે. મોંઘા ક્રૂડ ઓઈલથી ભારતના આયાત ખર્ચ અને મોંઘવારીમાં વધારો થવાનું જોખમ છે. આ ઉપરાંત, નબળાં કંપની પરિણામો અને વૈશ્વિક વ્યાજદર અંગેની અનિશ્ચિતતા રોકાણકારોને સાવચેત રાખી શકે છે. અમેરિકાનાટેક્નોલોજી શેરોમાં નબળાઈ અને એશિયાઈ બજારોના નકારાત્મક સંકેતોએ ભારતીય બજારને અસર કરી હતી. ટેક્નોલોજી કંપનીઓના ખર્ચ અને ભાવિ નફા અંગેની ચિંતાઓ સાથે પશ્ચિમ એશિયાના તણાવને કારણે ઊર્જા પુરવઠા અંગે અનિશ્ચિતતા વધી છે. વૈશ્વિક બજારોમાં સુધારો ન આવેત્યાં સુધી ભારતીય શેરોમાં ખરીદી મર્યાદિત રહેવાની શક્યતા છે. ભારતીયબજારની દિશા મોંઘવારી, રૂપિયાની ચાલ, વ્યાજદર અંગેની અપેક્ષાઓ અને કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો પર નિર્ભર રહેશે. ઊંચા આયાત ખર્ચથી કેટલીક કંપનીઓના નફા પર અસર થઈ શકે છે. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી ઘટાડાને મર્યાદિત કરી શકે છે. રોકાણકારો માટે કંપનીઓની આવક, નફાકારકતા અને દેવાની સ્થિતિનું મૂલ્યાંકન મહત્ત્વપૂર્ણ રહેશે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં પસંદગીયુક્ત ખરીદીથી મજબૂતી જોવા મળી હતી. બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણની માંગ અને નફાકારકતા પર ધ્યાન રહેશે. ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ ઓટોમોબાઈલ, ટાયર, પેઇન્ટ્સ એન્ડ કેમિકલ્સ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રની કંપનીઓના ખર્ચને અસર કરી શકે છે. એફ એમ સી જી ક્ષેત્રમાં કાચા માલના ભાવ અને ગ્રાહકોની માંગ આગામી હલચલ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. ક્રૂડઓઈલના ઊંચા ભાવ ભારતના આયાત ખર્ચ અને મોંઘવારી માટે જોખમરૂપ રહ્યા હતા. પશ્ચિમ એશિયાના તણાવને કારણે ભાવમાં વધુ વધારો થવાની અનિશ્ચિતતા છે. સોના અને ચાંદીની હલચલ વૈશ્વિક વ્યાજદર, ડૉલરની ચાલ અને સુરક્ષિત રોકાણની માંગ પર નિર્ભર રહેશે. ક્રૂડ ઓઈલમાં નરમાઈ આવે તો ભારતીય શેરબજારને રાહત મળી શકે છે. ભાવિ દિશા :- આગામીસત્ર માટે બજારનો દૃષ્ટિકોણ નકારાત્મક દબાણ સાથે અસ્થિરતાનો રહેશે. પસંદગીયુક્ત શેરોમાં ખરીદીથી સુધારો શક્ય છે, પરંતુ વૈશ્વિક નબળાઈ, ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી રોકાણકારોની વેચવાલી તેજીને મર્યાદિત કરી શકે છે. મજબૂત સુધારા માટે વૈશ્વિક સંકેતોમાં સુધારો, ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ અને વ્યાપક ખરીદી જરૂરી રહેશે. રોકાણકારોએ કંપનીઓનાં પરિણામો અને બજારની વાસ્તવિક દિશાને ધ્યાનમાં રાખીને જોખમ નિયંત્રણ સાથે નિર્ણયો લેવા જોઈએ. તા.26.10.2026ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે.. Ø તા.23.10.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 22589 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 22808 પોઈન્ટના પ્રથમ અને 22979 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 22474 પોઈન્ટ થી 22404 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.નિફ્ટી ફ્યુચર 22373 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ એસબીઆઈ ( 958 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.933 આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.976 થી રૂ.984 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! વોલ્ટાસ ( 964 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.947 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.930 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.979 થી રૂ.990 નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! એયુ બેંક ( 933 ) :- રૂ.909 નો પ્રથમ તેમજ રૂ.898 ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.949 થી રૂ.955 સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા....!!! ગોદરેજ કન્ઝ્યુમર ( 849 ) :- ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.864 થી રૂ.870 ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.828 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો....!! સીજી પાવર ( 781 ) :- રૂ.764 નો પ્રથમ તેમજ રૂ.750 ના સ્ટ્રોંગ સપોર્ટથી કેપિટલ ગુડ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.794 થી રૂ.808 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા....!!! એચડીએફસી બેંક ( 691 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.676 આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.704 થી રૂ.717 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!
    Click here to Read More
    Previous Article
    દિવાળી પહેલાં જ ઈસ્કોન-સરખેજ વચ્ચેનો 4KM લાંબો ઓવરબ્રિજ શરૂ કરાશે:અમદાવાદના SG હાઈવે પરથી વાહનો સડસડાટ નીકળશે, 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
    Next Article
    Many Feared Trapped As Multi-Storey Building Collapses In Kenya

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment