Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં જ ઈસ્કોન-સરખેજ વચ્ચેનો 4KM લાંબો ઓવરબ્રિજ શરૂ કરાશે:અમદાવાદના SG હાઈવે પરથી વાહનો સડસડાટ નીકળશે, 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે

    1 day ago

    અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધીનો 4 કિમીનો 6 લેન ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે. બ્રિજની નીચેના ભાગની કામગીરી પૂર્ણ થતાં જ દિવાળી પહેલા જ આ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અથવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવી શકે છે. આ બ્રિજ ચાલુ થવાના કારણે રોજના 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. દિવાળી સુધીમાં બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકી શકાશે: અમિત ઠાકર વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે, સરખેજ-ગાંધીનગર હાઈવે ઉપર બનાવવામાં આવેલો ઓવરબ્રિજ લગભગ બનીને તૈયાર થઈ ગયો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે લગભગ દિવાળી સુધીમાં બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવી શકે છે. બ્રિજ બનવાના કારણે એસજી હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જશે અને વાહનચાલકો અમદાવાદથી ગાંધીનગર સરળતાથી અને ઝડપી પહોંચી શકશે. ઓવરબ્રિજની બંને સાઈડ વાહનચાલકો માટે 3-3 રેમ્પ બનાવાયા એસજી હાઈવે પર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ સરખેજ ચોકડીથી ઇસ્કોન જંક્શન સુધી બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી આ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જે હવે પૂર્ણતાને આરે છે. સરખેજ ચોકડીથી ઈસ્કોન વચ્ચે બ્રિજની બંને સાઈડ 3-3 રેમ્પ બનાવવામાં આવ્યા છે, જેનો વાહનચાલકોને સીધો ફાયદો થશે. ઓવરબ્રિજની ત્રણ તસવીરો 31 ઓક્ટોબર સુધીમાં બ્રિજ ખુલ્લો મુકવાની તૈયારીઓ શરૂ ઓવરબ્રિજ પર નોઈઝ બેરિયર અને થર્મોપ્લાસ્ટિક રોડ ફર્નિચર જેવા તમામ કામો પૂરા થઈ ગયા છે. હાલમાં બ્રિજની સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે. સાઇડના રેમ્પના ભાગમાં નાના-મોટા લાઈટ ફિટિંગના કામ બાકી છે. બ્રિજની નીચે રોડની સાઈડની કેટલીક કામગીરી બાકી છે, જેથી આ કામગીરી લગભગ 30 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જેથી આગામી 31 ઓક્ટોબર સુધીમાં આ બ્રિજ શરૂ કરી દેવામાં આવે એવી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સ્ટેમિના વધારવાની દવાના નામે ગંદી ક્લિપ્સનું કૌભાંડ:2,000 લોકોને સેક્સ પાવર વધારવાના નામે નકલી ડોક્ટર્સે ઠગ્યા, PM-JAYનો લોગો અને અંગ્રેજી ન્યૂઝપેપરનો પણ યૂઝ કર્યો
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- વેચવાલીના કારણે સાવચેતીનું વાતાવરણ:વેચવાલીના દબાણને કારણે બજારમાં મજબૂત તેજી જળવાઈ શકી નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment