Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુવરબાઈનું મામેરું યોજના હેઠળ વર્ષાબેનને લગ્નમાટે ૧૨ હજારની સહાય મળી:જરૂરિયાતમંદ પરિવારોને દીકરીના લગ્ન માટે મળે છે આર્થિક સહયોગ

    11 hours ago

    રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના દીકરીના લગ્ન માટે જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ આપે છે. ખાખરેચી ગામની વર્ષાબેન પરમારને આ યોજના હેઠળ લગ્ન માટે રૂ.૧૨,૦૦૦ની સહાય મળી છે. વર્ષાબેને જણાવ્યું કે, તેમના પિતા પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. આર્થિક સ્થિતિ નબળી હોવાથી લગ્ન ખર્ચમાં મુશ્કેલી હતી. આ યોજનાથી તેમને ઘણી મદદ મળી અને તેમણે સરકારનો આભાર માન્યો. લગ્ન નોંધણી પછી વર્ષાબેને ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી. વહીવટી તંત્રએ અરજીની ચકાસણી કરી તેને મંજૂર કરતા તેમને સીધા રૂ.૧૨,૦૦૦ મળ્યા. આ યોજના અનુસૂચિત જાતિની પુખ્ત કન્યાને લગ્ન માટે રૂ.૧૨,૦૦૦ની સહાય આપે છે. વાર્ષિક ૬ લાખ સુધીની આવકવાળા ગુજરાતના મૂળ વતની પરિવારની વધુમાં વધુ બે દીકરીઓ આ લાભ લઈ શકે છે. લગ્નના બે વર્ષમાં આધાર, જાતિ, આવક, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને બેંક પાસબુક જેવા દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં વાડીમાંથી 8 લાખના ગાંજાના છોડ મળ્યા:50 છોડ સાથે એક ખેડૂત ઝડપાયો, SOG સુરેન્દ્રનગરની કાર્યવાહી
    Next Article
    Two Athletes Lost Everything In 15 Days, Now Their Millet Momo Brand Is Worth Rs 5 Crore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment