Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં વાડીમાંથી 8 લાખના ગાંજાના છોડ મળ્યા:50 છોડ સાથે એક ખેડૂત ઝડપાયો, SOG સુરેન્દ્રનગરની કાર્યવાહી

    11 hours ago

    ચોટીલાના વડાળી ગામની એક વાડીમાંથી ગેરકાયદેસર ગાંજાના 50 છોડ મળી આવ્યા છે. સુરેન્દ્રનગર SOGએ 16 કિલો 90 ગ્રામ વજનના આ ગાંજાના છોડ સાથે એક ખેડૂતને પકડ્યો છે. તેની બજાર કિંમત 8,04,500 રૂપિયા આંકવામાં આવી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે SOG PI વાય.પી. પટેલને બાતમી મળી હતી. વડાળી ગામના પાંચાભાઈ નાથાભાઈ મેણીયા (ઉં.વ. 51) પોતાની વાડીમાં પરવાનગી વગર ગાંજાનું વાવેતર કરતા હતા. પોલીસે દરોડો પાડી પાંચાભાઈને 50 ગાંજાના છોડ સાથે પકડી પાડ્યા હતા. તેમની વિરુદ્ધ આણંદપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'We Played West Indies As Friends': Abhishek Sharma's Huge Warning To India Amid New Zealand T20Is
    Next Article
    કુવરબાઈનું મામેરું યોજના હેઠળ વર્ષાબેનને લગ્નમાટે ૧૨ હજારની સહાય મળી:જરૂરિયાતમંદ પરિવારોને દીકરીના લગ્ન માટે મળે છે આર્થિક સહયોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment