Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં સંકલન સમિતિની બેઠક:દિવાળી ટાણે ફટાકડા ઉદ્યોગમાં બાળ મજૂરી રોકવા કલેક્ટરનો આદેશ, વિકાસ કામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલે

    12 hours ago

    ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીના સમિતિ ખંડ ખાતે કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને ઓક્ટોબર માસની જિલ્લા સંકલન - ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પાયાના પ્રશ્નો, જનસુવિધાઓના વિકાસ કાર્યો તેમજ આગામી તહેવારો અને કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.ખાસ કરીને દિવાળી ટાણે ફટાકડા બનાવતા કે વેચાણ કરતા એકમોમાં બાળ મજૂરી રોકવા ચાઈલ્ડ લેબર વિભાગને કલેકટરે આદેશ આપ્યો હતો. સઘન કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને આદેશ આ બેઠકમાં લોકપ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના પ્રમુખ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને માણસાના ધારાસભ્યએ પ્રજાના રસ્તા, પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવા પાયાના પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે અંગે રજૂઆતો કરી હતી. જેના પગલે કલેક્ટરે જનસુવિધાના તમામ કામોને અગ્રતા આપીને સઘન કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા હતા. કલેક્ટરે બાળમજૂરી નાબૂદી અંગે કડક વલણ અપનાવ્યું જ્યારે આગામી તા. 31 ઓક્ટોબરના રોજ ઉજવનારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ યોજાનારા વિવિધ કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓ અને આયોજન અંગે પણ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત દિવાળીના તહેવારોને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરે બાળમજૂરી નાબૂદી અંગે કડક વલણ અપનાવ્યું હતું. ગાંધીનગર ચાઈલ્ડ લેબર વિભાગની કામગીરીની સમીક્ષા કરતી વખતે તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, તહેવારોના સમયમાં ફટાકડા બનાવતા કે વેચાણ કરતા એકમોમાં બાળમજૂરો કામ કરતા ન જણાય તે માટે કડક પગલા ભરવાના રહેશે. નાગરિકોને કોઈ ફરિયાદ કરવાની તક ન મળે આ ઉપરાંત બેઠક દરમિયાન ઘન-પ્રવાહી કચરા અને ગટર વ્યવસ્થાપન તેમજ જળ અને સ્વચ્છતા સમિતિની પણ બેઠક યોજાઈ હતી. જેમાં સ્વચ્છ ભારત મિશન અને સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરીને કામગીરીનો તાગ મેળવવામાં આવ્યો હતો. અધિકારીઓને માર્ગદર્શન આપતાં કલેક્ટર ખતાલે જણાવ્યું હતું કે, જનતા જનાર્દન છે અને અધિકારીઓએ પ્રજાના સેવક બનીને પારદર્શિતા તથા સેવાભાવથી કામ કરવું જોઈએ. નાગરિકોને કોઈ ફરિયાદ કરવાની તક ન મળે તે રીતે કામગીરી થવી જોઈએ. વિકાસ કાર્યો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    17 IASની બદલી અને વધારાના હવાલા સોંપાયા:અલોક કુમાર પાંડેને રાહત કમિશનરની વધારાની જવાબદારી સોંપાઈ, જુઓ સંપૂર્ણ યાદી
    Next Article
    વટવાની રાજારામ વિદ્યાવિહાર સ્કૂલને DEOની નોટિસ:ફી બાકી હોવાનું કહી ધોરણ 5ની વિદ્યાર્થિનીને પરિક્ષાથી વંચિત રખાઈ, વાલીએ ફરિયાદ કરતા DEOએ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment