Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવાની રાજારામ વિદ્યાવિહાર સ્કૂલને DEOની નોટિસ:ફી બાકી હોવાનું કહી ધોરણ 5ની વિદ્યાર્થિનીને પરિક્ષાથી વંચિત રખાઈ, વાલીએ ફરિયાદ કરતા DEOએ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો

    12 hours ago

    અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી રાજારામ વિદ્યાવિહાર શાળામાં એક વિદ્યાર્થિની પરિક્ષાથી વંચિત રહી જતા વિવાદ સર્જાયો છે. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી ભરવાની બાકી હોવાથી શાળા દ્વારા તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવી નહતી. પરીક્ષા આપવાથી રોકવામાં આવતા વાલીએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ફરિયાદ કરી હતી. જેથી ફરિયાદના આધારે શાળાને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમજ આગામી પરીક્ષામાં વિદ્યાર્થિનીને બેસવા દેવા માટે પણ શાળાને સૂચના આપવામાં આવી છે. ફી ભરવામાં વિલંબ થતાં વિદ્યાર્થિનીને એકઝામ ના આપવા દીધી રાજારામ વિદ્યાવિહારમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફી સંબંધિત વિવાદને કારણે પ્રથમ પરીક્ષામાં બેસવા નહીં દેવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ DEOને મળી હતી. આર્થિક મુશ્કેલીને કારણે શાળાની ફી ભરવામાં વિલંબ થતાં વિદ્યાર્થિનીને શાળામાં આવવા દેવામાં મુશ્કેલી ઊભી કરવામાં આવી હતી. તેમજ આગામી ત્રણ મહિનાની શાળાની ફી તાત્કાલિક ભરવા દબાણ કરવામાં આવ્યું હોવાનો અને ફી નહીં ભરવામાં આવે તો પ્રથમ પરીક્ષામાં બેસવા નહીં દેવાની ધમકી આપવામાં આવી હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે. વાલીની DEOને ફરિયાદ, શિક્ષણાધિકારીની સ્કૂલને નોટિસ વાલીએ DEOને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીની સ્કૂલ બસની બાકી રહેલી 6,800 રૂપિયા ફી 21 ઓક્ટોબરના રોજ શાળામાં જમા કરાવવામાં આવી હતી. તેમ છતાં ફી સંબંધિત વિવાદને કારણે વિદ્યાર્થિનીના અભ્યાસ અને પરીક્ષાને અસર કરવામાં આવી રહી છે. વાલીની ફરિયાદને ગંભીરતાથી લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. નોટિસમાં વિદ્યાર્થિનીને પ્રથમ પરીક્ષામાં બેસવા નહીં દેવાની સૂચના કે ધમકી કયા કારણોસર આપવામાં આવી હતી, સાથે જ શાળાના સંબંધિત રેકોર્ડ, દસ્તાવેજો અને બસ ફીની ભરપાઈની રસીદ સહિતના પુરાવા રજૂ કરવા શાળાને આદેશ કરવામાં આવ્યો છે. શાળાને 10 હજારનો દંડ કેમ ન કરવો તેને લઈને ખુલાસો મગાયો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂર્વ વિસ્તાર વટવામાં આવેલી રાજારામ સ્કૂલમાં પ્રથમ સત્રાંત પરીક્ષા ચાલી રહી છે. જેમાં એક વાલીએ ફરિયાદ કરે છે કે તેમની દીકરી ધોરણ 5માં અભ્યાસ કરે છે જેને ફી બાકી હોવાને કારણે પરીક્ષા આપવા દેવાથી વંચિત રાખવામાં આવી છે, પરીક્ષામાં બેસવા દીધી નથી. જેથી આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ આ બધી ઘટનાના કારણે કોઇપણ બાળક પર માનસિક અસર થાય છે જેથી તેને ધ્યાને લઈને શાળાને શો કોઝ નોટીસ આપવામાં આવી છે. તેમજ શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. શાળાને 10 હજારનો દંડ કેમ ન કરવો તેને લઈને પણ શાળા પાસે જવાબ માંગવામાં આવ્યો છે. બાળકની ફી બાકી હોય તો પરીક્ષા આપતા તેને રોકી શકાય નહીં વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમજ આગામી પરીક્ષા દરમિયાન દીકરીને બેસવા દેવા માટે સૂચના આપવામાં આવી છે. જે પેપરની પરીક્ષા બાકી રહી ગઈ છે તે પાછળથી યોજવા માટે શાળાને આદેશ કરવામાં આવ્યો છે. RTE નિયમ પ્રમાણે કોઈપણ બાળકને હેસેસમેન્ટ થાય તેવું વર્તન કોઈપણ પ્રકારે કરી શકાય નહીં. તેમજ વિદ્યાર્થીના વાલીએ પણ ફી ભરવી ખૂબ જરૂરી છે. પરંતુ કોઈપણ બાળકની ફી બાકી હોય તો પરીક્ષા આપતા તેને રોકી શકાય નહીં. પરીક્ષા પૂર્વે ફી ભરવા માટે વાલીને સૂચના આપવી જોઈએ. જેથી હવે વિદ્યાર્થી અને વાલીની માનસિક સ્થિતિને ધ્યાને લઈ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ શાળાને સમગ્ર બાબતને લઈને સહકાર આપવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં સંકલન સમિતિની બેઠક:દિવાળી ટાણે ફટાકડા ઉદ્યોગમાં બાળ મજૂરી રોકવા કલેક્ટરનો આદેશ, વિકાસ કામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલે
    Next Article
    'We Played West Indies As Friends': Abhishek Sharma's Huge Warning To India Amid New Zealand T20Is

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment