Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત અને થરાદમાં અકસ્માતમાં બેના મોત:પીપોદરા ઓવરબ્રિજ પર બેકાબૂ ટ્રકે સફાઈ કર્મચારીને કચડ્યો, થરાદમાં હોસ્પિટલના ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મોત

    7 hours ago

    સુરતના પીપોદરા ઓવરબ્રિજ અને થરાદમાં નવી બની રહેલી સરકારી હોસ્પિટલમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યાં છે. સુરતમાં હાઈવે પર સફાઈ કામગીરી દરમિયાન સાથી શ્રમિકોની સુરક્ષા માટે લાલ ઝંડી બતાવી રહેલા કર્મચારીને બેકાબૂ ટ્રકે કચડી નાખ્યો હતો, જ્યારે થરાદમાં સરકારી હોસ્પિટલના કલરકામ દરમિયાન ઉત્તર પ્રદેશનો શ્રમિક ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. બંને બનાવોમાં શ્રમિકોના મોત થતાં પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બંને ઘટનાઓ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના પીપોદરા ઓવરબ્રિજ પર બેકાબૂ ટ્રકે સફાઈ કર્મચારીને કચડ્યો સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા પીપોદરા ઓવરબ્રિજ પર સફાઈ કામગીરી દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર આશરે 100 મીટરના વિસ્તારમાં 12 જેટલા શ્રમિકો સફાઈ કામગીરી કરી રહ્યા હતા. વાહનચાલકો સાવચેતી રાખે અને શ્રમિકોની સલામતી જળવાય તે માટે સ્થળ પર 15 જેટલા સેફ્ટી કોન અને મજબૂત બેરિકેટિંગ ગોઠવવામાં આવ્યા હતા. આ દરમિયાન 48 વર્ષીય કર્મચારી છત્રસિંહ પ્રતાપસિંહ ઝાલા હાથમાં લાલ ઝંડી રાખીને હાઈવે પરથી પસાર થતાં વાહનોને સાવચેતીપૂર્વક ડાયવર્ટ કરવાની ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન હાઈવે પરથી પૂરઝડપે આવી રહેલી ટ્રક નંબર GJ 06 AX 8295ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ ટ્રક રસ્તા પર સલામતી માટે મૂકવામાં આવેલા બેરિકેટિંગને તોડીને સીધી સફાઈ કામગીરી ચાલી રહી હતી તે વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. ટ્રકે લાલ ઝંડી બતાવી રહેલા છત્રસિંહ ઝાલાને જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ટ્રક કામગીરીના વિસ્તારમાં ઘૂસી આવતાં અન્ય શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પાલોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે. થરાદમાં સરકારી હોસ્પિટલના કલરકામ દરમિયાન શ્રમિકનું મોત થરાદમાં નવી બની રહેલી સરકારી હોસ્પિટલના કલરકામ દરમિયાન એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક 39 વર્ષીય હરીકેશ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતો અને થરાદમાં મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતો હતો. તે હોસ્પિટલના ત્રીજા માળે કલરકામ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક સંતુલન ગુમાવતાં નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં તેના માથાના ભાગે તેમજ હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને અન્ય શ્રમિકોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. ત્રીજા માળેથી પટકાયેલા હરીકેશને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરના જણાવ્યા અનુસાર, શ્રમિકને ગંભીર ઈજાઓ સાથે લાવવામાં આવ્યા હતા, પરંતુ તબીબી સારવાર કારગત ન નીવડતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે શ્રમિક કયા સંજોગોમાં ત્રીજા માળેથી નીચે પટકાયા હતા અને બાંધકામ સ્થળે સુરક્ષાનાં સાધનોની પૂરતી વ્યવસ્થા હતી કે નહીં તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. આ બનાવથી શ્રમિકના પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    Big Bનો બંગલો ઉડાવી દેવાની ધમકી:દિલજીત દોસાંજને મારી નાખવાનો મુંબઈ મેયરને મળ્યો મેઇલ, 21મીએ અમદાવાદમાં છે કોન્સર્ટ; 5 દિવસ પહેલાં ટાઈગર પર ફાયરિંગ
    Next Article
    ભેળસેળિયાઓએ તમામ હદ વટાવી:રાજકોટમાં પનીરમાં ફેટ ઓછું, શુદ્ધ ઘીમાં ફોરેન ફેટની હાજરી અને સોસમાં સિન્થેટિક કલરની મિલાવટ ખુલી, મલાઈ બિસ્કિટ, ચોકો લાડુ સહિત 14 નમુના લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment