Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકોને ભારે હાલાકી:મોરબીમાં તંત્રના અણઘડ આયોજનના પાપે વધુ એક ‎નવો રોડ પાણીની લાઈનના નામે ધૂળધાણી કરી દેવાયો‎

    1 day ago

    મોરબીમાં તંત્રના અણધડ આયોજનના પાપે વધુ એક નવો રોડ પાણીની લાઈનના નામે ધૂળધાણી થઈ ગયો છે. તંત્રએ જાણે પ્રજાના પૈસાનું આંધણ કરવા એવો વણ લખ્યો જડ નિયમ બનાવ્યો છે કે, "પાણી પહેલા પાળ'' નું વ્યવસ્થિત આયોજનને બદલે શહેરમાં નગરપાલિકા હોય કે મનપાએ ડામર તેમજ અનેક નવા સીસીરોડ બનાવ્યા પછી યાદ આવે કે રોડની નીચે ગટર કે પાણીની લાઇન નાખવાનું તો ભુલાઈ ગયું છે ! એ રોડ બનાવ્યા બાદ યાદ આવે એટલે નવો રોડ ખોદીને ફરી હતો એવો જ કરી નાખે છે. પછી નવો બનવાની વાત બાજુએ રહી સમાર કામ કે ખાડાઓને સમથળ પણ કરાતું નથી. આ રીતે અનેક રોડને ધૂળધાણી કરીને તંત્રએ પ્રજાના પૈસાનું પાણી કરવાની સાથે લોકોની મુશ્કેલી પણ વધારી છે. ત્યારે હજુ પણ તંત્રની યાદ શક્તિ ન સુધરતા અવની ચોકડીથી નરસંગ મંદિરને જોડતા મુખ્ય માર્ગને ત્રણ વર્ષ પહેલાં નવો સીસીરોડ એટલે પાકો મજબૂત સિમેન્ટનો રોડ બનાવ્યા બાદ હવે રહી રહીને મનપાને પાણી લાઇન નાખવાનું બાકી રહ્યાનું ભાન થતા પોતાની ભૂલને સુધારવા માટે રોડને ખોદી નાખ્યો છે. મોરબીના હાર્દ સમાં અને જ્યાંથી અસામાન્ય વાહન વ્યવહાર પસાર થાય છે તે અવની ચોકડીથી નરસંગ મંદિરને જોડતા મુખ્ય માર્ગને ત્રણ વર્ષ પહેલાં નવો સીસીરોડ બનાવવામાં આવ્યો હતો. લાંબા સમય પછી આ નવો રોડ બનતા લોકોને રાહત થઈ હતી. પણ આ રાહત લાંબો સમય ટકી શકી ન હતી. હવે તંત્રએ ત્રણ વર્ષ પહેલાં નવો બનેલા આ નવા નકોર રોડને પાણીની લાઇન નાખવા માટે ખોદકામ શરૂ કરાતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર થતી હોવાથી ખોદકામને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવા બનેલા રોડને થોડા જ સમયમાં ખોદવાની કામગીરીથી પ્રજાના જ નાણાં પાણીમાં જશે તેવી સ્થાનિકોએ હૈયાવરાળ ઠાલવી છે. મહાપાલિકા આયોજન કરવામાં વામણી જો કે મોરબીમાં તંત્રનો એવા વણલખ્યો જડ નિયમ છે કે, પહેલા રોડ નવો નકોર બનાવો પછી જ ગટર કે પાણીની લાઇન માટે રોડને ખોદી નાખીને ધૂળ ધાણી કર્યા બાદ પણ યોગ્ય રીતે સમારકામ કરાતું જ નથી. આ રીતે તંત્રએ પહેલા રોડ બનાવી પછી એના નીચે ગટરની કે પાણીની લાઇન માટે ખોદીને રોડને હતાં ન હતા કરી નાખ્યા છે. આ રીતે વધુ એક નવા રોડને ખોદીને પ્રજાના પૈસાને ધૂળ ધાણી કરી નાખ્યા છે. તંત્રના અણઘડ આયોજનના લીધે વધુ એક રોડ તૂટતા તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.નગર પાલિકા હતી ત્યારે પણ આ જ સ્થિતિ હતી અને હજુ પણ તેમાં કોઇ ફેરફાર થયા નથી. રોડનું આયોજન કરતી વખતે પાણીની લાઇન સહિતની સુવિધાઓનો અગાઉથી વિચાર કેમ ન કરાયો, તેવો સવાલ ઉઠાવી સ્થાનિકોએ યોગ્ય આયોજન સાથે કામગીરી કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Erin Andrews Reveals Josh Allen’s Unexpected 'Side Effect’ After Admitting Her Botox Is Gone
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:વલસાડ પાલિકા અન્ડરપાસમાં પાઈપલાઈન નાંખશે હવે વરસાદમાં 54 ટન કચરાનો નિકાલ નહીં અટકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment