Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રખડતાં શ્વાન અને હાઈવે પર ઢોરથી થતાં અકસ્માતને લઈ ટકોર:હાઈકોર્ટે કહ્યું- રેકર્ડમાં ખુટતી વિગતો પુરી કરો, ડિવાઇડર્સ ઊંચા કરશો તો પણ કૂતરાં કૂદીને આવી જ જશે

    1 day ago

    સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર હાઈકોર્ટ દ્વારા રખડતાં શ્વાન મુદ્દે સુઓમોટો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી એક્ટિંગ ચીફ જસ્ટિસ માનસ રંજન પાઠક અને જસ્ટિસ નિખિલ કરિઅલની ખંડપીઠ સમક્ષ થઈ હતી. જેમાં નેશનલ હાઈવે ઓથોરિટીને રખડતાં ઝોરના નિરાકરણ માટે શું પગલાં લેવામાં આવી રહ્યાં છે એવી ટકોર કરતા વેધક સવાલ કર્યો હતો કે રખડતાં ઢોર હાઈવે પર ધસી આવે છે અને ગોઝારાં અકસ્માતો સર્જાય છે, જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. ગુજરાતના હાઈવે સારા હોવાથી સહેજેય 100થી વધુની સ્પીડ હોય ત્યારે કોઇનું પણ અકસ્માતમાં બચવું મુશ્કેલ છે, ત્યારે ઢોર હાઈવે પર ન ધસી આવે અને અકસ્માતો નિવારી શકાય એ માટેની શું કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ આ કેસમાં રાજ્ય સરકાર અને સંબંધિત ઓથોરિટી તરફથી રખડતાં શ્વાન સંદર્ભે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર જે કાર્યવાહી થઈ છે અને જે લેટેસ્ટ ડેટા રજૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 'તમામ ડેટા કોર્ટના રેકર્ડ પર મૂકવામાં આવ્યા' આ કેસની સુનાવણીમાં એડવોકેટ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વિવિધ ઓથોરિટી કોર્ડિનેશન કરીને રેકર્ડ એકત્ર કરીને રજૂ કરી રહી છે. તેમ છતાંય કેટલીક બાબતો હજુ ખુટતી હોય એવું લાગે છે. તેથી જો એ બાબતો પણ રેકર્ડ પર આવે તો સુપ્રીમ કોર્ટ સમક્ષ યોગ્ય રીતે જવાબ રજૂ કરી શકાય. જેની સામે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ઓથોરિટીએ કોઇ કચાશ રાખી નથી અને તમામ ડેટા કોર્ટના રેકર્ડ પર મૂકવામાં આવ્યા છે. તેમ છતાંય નવેસરથી ફ્રેશ ડેટા રજૂ કરવાની અમારી તૈયારી છે. આ રજૂઆતને ધ્યાનમાં લેતાં હાઇકોર્ટે કોર્ટ મિત્ર સાથે તાલમેલ કરીને ખુટતી તમામ વિગતો પુરી પાડવાની ટકોર કરી છે, જેથી કરીને સુપ્રીમ કોર્ટ સમક્ષ રાજ્ય સરકારનો સંપૂર્ણ અને યોગ્ય પક્ષ મજબૂત રીતે રજૂ થઇ શકે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખવામાં આવી છે. રખડતાં ઢોરને લીધે હાઈવે પર અકસ્માતો મુદ્દે ટકોર જો કે આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ કરિઅલે હાઇવે પર રખડતાં ઢોરના લીધે તાજેતરમાં એક લક્ઝ્યુરિયસ કારના અકસ્માતમાં ત્રણ જણના મૃત્યુની દુર્ઘટનાની ચર્ચા કરી હતી. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રખડતાં ઢોરના લીધે હાઇવે પર થતાં અકસ્માતોને નિવારવા માટે, અટકાવવા માટે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા અકસ્માતો ખૂબ ચિંતાનો વિષય છે, કેમ કે ગુજરાતના હાઇવે ખૂબ સારી કંડીશનમાં છે અને લોકો સહેજેય 100-110ની સ્પીડ પર ચાલતા હોય છે. એવા સંજોગોમાં જો કોઇ જાનવર સામે આવી જાય તો કોઇનું પણ બચવું લગભગ અશક્ય છે. ડિવાઇડર્સ ઊંચા કરશો તો પણ કૂતરાં કૂદીને આવી જ જશે આ સવાલનો NHAI તરફથી જવાબ આપવાનો પ્રયત્ન કરાયો હતો અને ત્યારે મુખ્ય સરકારી વકીલ જી.એચ.વિર્કે પણ કેટલીક દલીલો કરી હતી અને હાઇવે વચ્ચેના ડિવાઇડર્સ ઊંચા કરી શકાય એવો અભિપ્રાય આપ્યો હતો. ત્યારે કોર્ટે ટકોર કરી હતી કે ડિવાઇડર્સ ઊંચા કરી દેશો તો પણ કૂતરાં તો કૂદીને આવી જ જશે. તેથી આ મામલે ગંભીરતાથી વિચાર કરી કોઇ નક્કર સમાધાન લાવવાની ટકોર હાઇકોર્ટે કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના સોમનાથ કોમ્પ્લેક્સના મોબાઈલ ટાવરમાં આગ લાગી:સટ્ટા બજાર વિસ્તારમાં બનેલી ઘટનાથી રહીશોમાં ભય, મોટી જાનહાનિ ટળી
    Next Article
    24 ઓક્ટોબરથી અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 11મી આવૃત્તિ યોજાશે:7 દેશોના વક્તાઓ, દિગ્ગજ લેખકો અને ફિલ્મસર્જકો સંવાદમાં જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment