Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના સોમનાથ કોમ્પ્લેક્સના મોબાઈલ ટાવરમાં આગ લાગી:સટ્ટા બજાર વિસ્તારમાં બનેલી ઘટનાથી રહીશોમાં ભય, મોટી જાનહાનિ ટળી

    1 day ago

    ગીર સોમનાથના વેરાવળમાં સટ્ટા બજાર લોહાણા મહાજન વાડીની શેરીમાં આવેલા સોમનાથ કોમ્પ્લેક્સની અગાસી પરના મોબાઈલ ટાવરમાં આગ લાગી. આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો. ફાયર ફાઈટર, પોલીસ અને PGVCLની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી. સોમનાથ કોમ્પ્લેક્સની અગાસી પર એક પ્રાઈવેટ કંપનીના મોબાઈલ ટાવરના ઇન્વર્ટર જેવા મશીનમાં અચાનક આગ લાગી હતી. આકાશમાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિકોએ તરત જ ફાયર ફાઈટર અને પોલીસને જાણ કરી. પોલીસ અને ફાયર બ્રિગેડ તરત ઘટનાસ્થળે પહોંચ્યા. PGVCL દ્વારા સૌપ્રથમ પાવર સપ્લાય બંધ કરાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જનરેટર અને ઇન્વર્ટર જેવા મશીનો બળીને ખાખ થઈ ગયા હતા. આગની જાણ થતા જ રહીશો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. નગરસેવક રમેશ ભૂપ્તા સહિતના અગ્રણીઓ પણ આગને વહેલી તકે કાબુમાં લેવા માટે તંત્રને રજૂઆત કરવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં મોબાઇલ ટાવરની કેબિનમાં આગ લાગતાં દોડધામ:ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા
    Next Article
    રખડતાં શ્વાન અને હાઈવે પર ઢોરથી થતાં અકસ્માતને લઈ ટકોર:હાઈકોર્ટે કહ્યું- રેકર્ડમાં ખુટતી વિગતો પુરી કરો, ડિવાઇડર્સ ઊંચા કરશો તો પણ કૂતરાં કૂદીને આવી જ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment