Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુક્રવારનું રાશિફળ:વૃશ્ચિક જાતકોનો આત્મવિશ્વાસ વધશે, સિંહ રાશિને સરકારી મામલાઓમાં સફળતા મળશે; કુંભ જાતકોએ દેખાડો ન કરવો

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 23 ઓક્ટોબર 2026, શુક્રવારના રોજ આસો સુદ બારસ અને તેરસ તિથિ છે. આ દિવસની ચંદ્ર રાશિ બપોરે 03:03 સુધી કુંભ અને પછી મીન છે. રાહુકાળ સવારે 10:58 થી 12:23 સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: મેષ રાશિ માટે ખૂબ જ અનુકૂળ ગ્રહ સ્થિતિ બની રહી છે. જો તમે કોઈ વિશેષ કાર્યને પૂરું કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તે અવશ્ય સફળ થશે. સંતાનની કોઈ ઉપલબ્ધિથી મનમાં સુકુન અને ખુશી રહેશે. મિત્રો તથા સગા-સંબંધીઓ સાથે મુલાકાત પણ થશે. નેગેટિવ: કોઈ નાની વાત પર વિવાદ થઈ શકે છે. એટલા માટે તમારી લાગણીઓ પર કાબૂ રાખો અને શાંત ચિત્ત બનાવી રાખો. પ્રોપર્ટીને લગતી કોઈ અપેક્ષા પૂરી ન થવાને કારણે મન બેચેન રહી શકે છે. પરંતુ આવેશમાં આવવાને બદલે ધૈર્યથી પરિસ્થિતિઓને ઉકેલો. ગમે ત્યાં રોકાણ કરતા પહેલા તે અંગેની યોગ્ય માહિતી અવશ્ય મેળવી લો. વ્યવસાય: વ્યાવસાયિક કાર્યો વ્યવસ્થિત રીતે ચાલતા રહેશે. પરંતુ જો તમે કોઈ નવા કામને લગતી યોજના બનાવી રહ્યા છો, તો અત્યારે તેના પર કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરશો. લવ: વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. ઘરમાં પણ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ વાતાવરણ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: કબજિયાત અને ગેસની સમસ્યા થવાથી પેટમાં દુખાવો વગેરે રહી શકે છે. લકી કલરઃ સફેદ લકી નંબર: 6 પોઝિટિવ: પરિવારજનોનો સહયોગ મળવાથી કાર્યભાર હળકો થશે અને અસ્તવ્યસ્ત દિનચર્યામાં થોડો ઠહેરાવ આવવાથી રાહત મળશે. કોઈ ખાસ વિષય પર જાણકારી મેળવવામાં આજનો દિવસ પસાર થશે. આ સમયે તમારા વ્યક્તિત્વના વિકાસને લગતા કેટલાક નવા માર્ગ ખુલવા જઈ રહ્યા છે. નેગેટિવ: ઇન્કમ ટેક્સ, લોન વગેરેને લગતી કોઈ ઝંઝટ ઊભી થઈ શકે છે. આ કાર્યોને તરત જ ઉકેલવાનો પ્રયાસ કરો. સંતાનની પ્રવૃત્તિઓ અને સંગત પર પણ નજર રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન રાખે. વ્યવસાય: વેપારમાં ચાલી રહેલા અવરોધોથી આજે કેટલીક રાહત મળશે અને મનપસંદ રીતે કાર્યો બનતા જશે. આ સાથે આવકની સ્થિતિમાં પણ સુધારો થશે. લવ: વૈવાહિક સંબંધોમાં મધુરતા આવશે તથા પ્રેમ સંબંધોમાં સુધાર આવશે. સ્વાસ્થ્ય: શારીરિક થાકને કારણે અશક્તિ અનુભવાશે, જેના કારણે તમારા પર આળસ અને સુસ્તી હાવી થઈ શકે છે. લકી કલરઃ કેસરી લકી નંબર: 3 પોઝિટિવ: આજે કોઈ ખાસ વ્યક્તિની મદદથી તમારી કોઈ સમસ્યા ઉકેલાશે, જેનાથી તમને ચાલી રહેલા ભારે માનસિક તણાવથી મુક્તિ મળશે. સંબંધીના કોઈ વિવાદિત મામલામાં તમારી ઉપસ્થિતિ નિર્ણાયક રહેશે. ભવિષ્યને લગતી યોજનાઓ પર પણ વિચાર થશે. નેગેટિવ: કોઈ નકારાત્મક સ્વભાવના મિત્રના સંપર્કમાં રહેવું તમારી માનહાનિનું કારણ બની શકે છે. સંતાનની પ્રવૃત્તિઓ તથા ક્રિયાકલાપો પર નજર રાખવી અત્યંત આવશ્યક છે. પ્રોપર્ટીને લગતું કોઈપણ કામ આજે સ્થગિત રાખો. વ્યવસાય: ખાવા-પીવાને લગતા વ્યવસાયમાં ધીમે-ધીમે સુધારો આવશે. તમારા કામની ગુણવત્તા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. લવ: પતિ-પત્નીના સંબંધોમાં યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. કોઈ વિપરીત લિંગના વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે મર્યાદાનું ધ્યાન અવશ્ય રાખો. સ્વાસ્થ્ય: યોગ્ય વ્યાયામ કરો તથા તમારા ખાવા-પીવા અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો. લકી કલરઃ બદામી લકી નંબર: 2 પોઝિટિવ: આજનો દિવસ થોડો મિશ્ર પ્રભાવવાળો બની રહેશે. તમારા કોઈ વિશેષ કાર્યને પૂરું કરવામાં ઘનિષ્ઠ મિત્રનો સહયોગ અવશ્ય લો. ચોક્કસપણે તમને સફળતા મળશે. સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન અવશ્ય આપો, આનાથી ઓળખ બનશે. યુવાનોને મહેનત કરવા પર પોતાના કોઈ વિશેષ કાર્યમાં સફળતા મળી શકે છે. નેગેટિવ: બપોર પછી કોઈની સાથે વાદ-વિવાદ અને બોલાચાલી જેવી સ્થિતિ બની શકે છે. વિવેક અને સંયમથી કામ લો, નહિતર તેનું પરિણામ ભોગવવું પડશે. મહિલાઓ પોતાના માન-સમાનને લઈને ખાસ સજાગ રહે અને બીજાની વાતોમાં ન આવીને પોતાના નિર્ણયને જ પ્રાથમિકતા આપે. વ્યવસાય: મંદી હોવા છતાં વેપારમાં કેટલીક લાભદાયી સ્થિતિઓ જળવાઈ રહેશે. પરંતુ આ સમયે અન્ય કોઈ વ્યક્તિ પર ભરોસો રાખવો પણ યોગ્ય નથી. લવ: દાંપત્ય જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે જો સાથીને મનાવવા પડે તો મોડું ન કરો. સ્વાસ્થ્ય: તમારી જ બેદરકારીને કારણે કોઈ જૂની બિમારી ફરી ઉભરી શકે છે. લકી કલરઃ વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: કોઈપણ ખાસ યોજનાને અમલમાં મૂકતા પહેલા અનુભવી લોકોની સલાહ લેવી તમારી મુશ્કેલીઓને આસાન કરશે. સમાજમાં તમારું માન-સમાન અને પ્રભાવ જળવાઈ રહેશે. શામ, દામ, દંડ, ભેદ અપનાવીને તમે કોઈપણ કાર્યને પૂરું કરવા માટે સક્ષમ રહેશો. નેગેટિવ: સમય અનુસાર તમારા સ્વભાવ અને દિનચર્યામાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. ઘરના સભ્યો સાથેના કોઈપણ વિવાદિત મામલાને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. જમીનની લે-વેચ સંબંધિત કામ કરતી વખતે કાગળો વગેરે સારી રીતે ચકાસી લો. વ્યવસાય: વેપારમાં નાણાકીય બાબતો અને યોજનાઓને કાર્યરૂપ આપવા માટે સમય અનુકૂળ છે. સરકારી મામલાઓમાં સફળતા મળવાની સંભાવના છે. લવ: પરિવારમાં પરસ્પર તાલમેલના અભાવને કારણે તણાવ ઉત્પન્ન થઈ શકે છે, જેનું કારણ તમારો ગુસ્સો અને ચીડિયાપણું જ હશે. સ્વાસ્થ્ય: તાવ અને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ પરેશાન કરશે. લકી કલરઃ ક્રીમ લકી નંબર: 1 પોઝિટિવ: અનેક પ્રકારના કાર્યોમાં વ્યસ્તતા રહેશે અને દરેક પરિસ્થિતિમાં તમે તાલમેલ જાળવી રાખશો. કોઈ સંબંધી અથવા મિત્રની સમસ્યાના સમાધાનમાં તેની મદદ કરવી તમને ખુશી આપશે. પરિવારજનો સાથે કોઈ પારસ્પરિક મુદ્દા પર પોઝિટિવ ચર્ચા-વિચારણાં થશે. નેગેટિવ: વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો, નહિતર તમારે અપયશ જેવી સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. કોઈ મિત્ર સાથે મનમુટાવ જેવી સ્થિતિ પણ બની રહી છે. ઘરમાં અચાનક મહેમાનોના આગમનથી કોઈ મહત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલા ઘરના વરિષ્ઠ અને અનુભવી સભ્યોની સંમતિ અવશ્ય લો. લવ: પરિવારજનોના પરસ્પર તાલમેલથી વાતાવરણ ખુશનુમા અને સકારાત્મક બનશે. યુવાનોની મિત્રતા પ્રેમ સંબંધોમાં પરિવર્તિત થઈ શકે છે. સ્વાસ્થ્ય: નકારાત્મક વિચાર હાવી થવાથી કાર્યક્ષમતા અને શારીરિક ઊર્જામાં ઘટાડો અનુભવાશે. લકી કલરઃ આસમાની લકી નંબર: 5 પોઝિટિવ: આજે આખો દિવસ સગા-સંબંધીઓની અવરજવર રહેશે અને મહેમાનગતિમાં સુખમય સમય પસાર થશે. વાહન અથવા કોઈ મૂલ્યવાન વસ્તુ ખરીદવાનો પણ વિચાર બનશે. યુવાનોને તેમની કારકિર્દી સંબંધી કોઈ માર્ગદર્શન મળશે તથા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે સજાગ રહેશે. નેગેટિવ: સકારાત્મક બની રહો. નાની-નાની વાતોને લઈને પોતાના મનમાં શંકા કે વ્હેમ જેવી સ્થિતિ ન આવવા દો. વ્યર્થની વાતોને મગજમાં રાખવાથી નિર્ણયો પણ ખોટા થશે. આ ઉપરાંત વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. સંબંધોને બગડતા અટકાવવાની તમારી જવાબદારી છે. વ્યવસાય: વેપાર વિસ્તાર સંબંધી કોઈ યોજના હાથમાં આવશે. પૂરી એકાગ્રતાથી તેના પર કામ કરો, કારણ કે ભવિષ્યમાં તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. લવ: પરિવારજનોની વચ્ચે મધુર તાલમેલ જળવાઈ રહેશે. કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થવાથી જૂની ખુશનુમા યાદો પણ તાજી થશે. સ્વાસ્થ્ય: માનસિક તણાવને કારણે થાક લાગશે તેમજ ઊર્જાની કમી રહેશે. યોગ અને મેડિટેશનમાં પણ થોડો સમય પસાર કરો. લકી કલરઃ ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: પાછલા કેટલાક સમયથી કોઈની સાથે ચાલી રહેલા ખરાબ સંબંધોમાં સુધારો આવશે. જો ક્યાંક રોકાણ કરવાની યોજના છે, તો તેને અમલમાં મૂકવાનો આ ઉત્તમ સમય ચાલી રહ્યો છે. તમારા આત્મવિશ્વાસને પણ બળ મળશે. આ સમયે કોઈપણ મુસાફરીને મુલતવી રાખવી તમારા હિતમાં રહેશે. નેગેટિવ: કોઈ સંબંધીના હસ્તક્ષેપથી જ તમારા કાર્યોમાં અવરોધ ઊભો થશે. ક્યારેક તમારો ગુસ્સો અને જીદ્દી સ્વભાવ તમારી પારિવારિક વ્યવસ્થા પર અસર કરી શકે છે. સકારાત્મક બની રહેવા માટે જ્ઞાનવર્ધક અને ઉત્તમ સાહિત્ય વાંચવામાં પણ થોડો સમય જરૂર પસાર કરો. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં અત્યારે કોઈપણ પ્રકારનું પરિવર્તન કરવું યોગ્ય નથી. જેવી સ્થિતિ છે તેના પર જ ધ્યાન આપો. કોઈ ઉચ્ચ અધિકારીની મદદથી તમારું કોઈ સરકારી કામ સંપન્ન થઈ શકે છે. લવ: દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. લગ્નેત્તર સંબંધોથી દૂર રહો, તેની નકારાત્મક અસર ઘરની સુખ-શાંતિ પર પણ પડી શકે છે. સ્વાસ્થ્ય: થોડો સમય સકારાત્મક પ્રવૃત્તિના લોકોના સાનિધ્યમાં પણ પસાર કરો. આનાથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધશે. લકી કલરઃ લાલ લકી નંબર: 3 પોઝિટિવ: તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવશો. જો કે સમય થોડો મુશ્કેલીઓવાળો રહી શકે છે, પરંતુ કોઈ અનુભવી વ્યક્તિની મદદથી રસ્તાઓ સરળ પણ થઈ જશે અને સરકારી કાર્યોમાં પણ સફળતા મળશે. નેગેટિવ: કેટલાક લોકો તમારા વિશે ગેરસમજો ફેલાવી શકે છે. પરંતુ આ વાતો પર ધ્યાન ન આપીને તમે તમારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઘરના વરિષ્ઠ લોકોનું માન-સમાન અવશ્ય જાળવી રાખો તથા કોઈપણ મુશ્કેલી આવવા પર તેમની સાથે ચર્ચા-વિમર્શ કરવો પણ તમારા માટે સહાયક રહેશે. વ્યવસાય: વેપારમાં તમારી કાર્યપ્રણાલી અને માલની ગુણવત્તાને વધુ સારી બનાવવાની જરૂર છે. વેપારી મહિલાઓએ કેટલીક પડકારોનો સામનો કરવો પડી શકે છે. લવ: પતિ-પત્ની વચ્ચે થોડો મનમુટાવ જેવી સ્થિતિ બનશે. સારું રહેશે કે એકબીજાની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય: શારીરિક અને માનસિક થાકને કારણે થોડી અશક્તિ અનુભવાઈ શકે છે. યોગ, વ્યાયામ, મેડિટેશન વગેરે તેનો યોગ્ય ઉપાય છે. લકી કલરઃ પીળો લકી નંબર: 5 પોઝિટિવ: અંગત તથા સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે. અનુભવી તથા પ્રભાવશાળી લોકો સાથે સમય પસાર કરવાની તક મળશે, સાથે જ સામાજિક દાયરો પણ વધશે અને તમને નવી ઉપલબ્ધિઓ પણ પ્રદાન કરશે. ઉછીના આપેલા પૈસાની વસૂલાત પણ સંભવ છે. નેગેટિવ: આજે કોઈપણ પ્રકારની યાત્રા ટાળવી તમને કોઈ સમસ્યાથી બચાવશે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી ન થવા દો, આના કારણે વર્તમાનમાં પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારા ઘર અને વ્યવસાય પર ધ્યાન આપો. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધા સંબંધી અનુકૂળ પરિણામ ન મળવાથી મન થોડું પરેશાન રહેશે. વ્યવસાય: કાર્ય વિસ્તારની યોજનાઓ પર વિચાર થશે અને અનેક યોજનાઓ કાર્યરૂપમાં પરિણમશે. નોકરી કરતા લોકો પોતાના પદની ગરિમા જાળવી રાખો. લવ: ઘરમાં કોઈ સભ્યના લગ્ન સંબંધી વાતચીત પણ આગળ વધી શકે છે. પ્રેમ સંબંધોના મામલામાં લકી રહેશો. સ્વાસ્થ્ય: ડાયાબિટીસના દર્દીઓ બેદરકારી ન રાખે. યોગ્ય પરેજ રાખવું તમને સમસ્યાથી રાહત આપશે. મેડિટેશન અને વ્યાયામ અવશ્ય કરો. લકી કલરઃ કેસરી લકી નંબર: 9 પોઝિટિવ: ગ્રહ સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન થઈ રહ્યું છે. પારિવારિક ચીજવસ્તુઓ માટે શોપિંગમાં પણ મસ્તીભર્યો સમય પસાર થશે. થોડો સમય નવી-નવી જાણકારીઓ મેળવવામાં પણ જરૂર પસાર કરો. આનાથી તમારા જ્ઞાન અને વ્યક્તિત્વમાં નિખાર આવશે. નેગેટિવ: સગા-સંબંધીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો તથા નાની-મોટી વાતને ઇગ્નોર કરો. તમારા ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવાથી શાંતિપૂર્ણ વ્યવસ્થા રહેશે. ધ્યાન રાખો કે દેખાડાના કારણે વ્યર્થનો ખર્ચ વધી શકે છે. વ્યવસાય: વ્યાવસાયિક ક્ષેત્રમાં દરેક ગતિવિધિમાં તમારી ઉપસ્થિતિ અનિવાર્ય રાખો. ઓફિસમાં કોઈ નવો પ્રોજેક્ટ મળવાથી તમારી વ્યસ્તતા વધશે. લવ: પારિવારિક સભ્યોની વચ્ચે યોગ્ય તાલમેલથી ઘરમાં સકારાત્મક ઊર્જા વ્યાપ્ત રહેશે. સ્વાસ્થ્ય: તમારું બ્લડ પ્રેશર તથા શુગર લેવલ જરૂર ચેક કરાવો. થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. લકી કલરઃ લીલો લકી નંબર: 7 પોઝિટિવ: આજનો દિવસ પરિવારજનો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે અને વાતચીત કરવાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવશે. સાસરિયા પક્ષ સાથે ચાલી રહેલો કોઈ મનમુટાવ દૂર થશે. કોઈ ધાર્મિક યાત્રાનો પ્રોગ્રામ પણ બનશે. નેગેટિવ: વ્યર્થના વાદ-વિવાદથી પોતાને દૂર જ રાખો, કારણ કે કોઈપણ પ્રકારની બદનામી તમારા માથે આવી શકે છે. ઘરના રખરખાવ સંબંધી કાર્યોમાં ખર્ચાની અધિકતા રહેશે. યુવાન લોકો પોતાના અભ્યાસ અને કારકિર્દી પ્રત્યે બેદરકાર ન રહે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. કર્મચારીઓને કારણે થોડો માનસિક તણાવ રહેશે, પરંતુ તમે તમારા પરાક્રમ દ્વારા પરિસ્થિતિઓને સંભાળી પણ લેશો. પ્રોપર્ટી ડીલિંગ માટે આ સમય ઉત્તમ છે, કેટલીક વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. લવ: દાંપત્ય જીવન ખુશનુમા રહેશે. અચાનક જ કોઈ જૂના મિત્રને મળવાથી ખુશનુમા યાદો તાજી થશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી શકે છે. એટલા માટે તમારું રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવો તથા સારા ડોક્ટરની સલાહ લો. લકી કલરઃ ઓરેન્જ લકી નંબર: 3
    Click here to Read More
    Previous Article
    23 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:કન્યા રાશિ માટે દિવસ ગંભીર અને અસ્થિર રહેશે, વૃષભ જાતકોએ આર્થિક બાબતે નિર્ણયો લેવામાં સાવચેતી રાખવી
    Next Article
    23 ઓક્ટોબરનું અંકફળ:અંક 3ના લોકોને સખત મહેનતના સારા પરિણામો મળશે, અંક 7ના જાતકોનો વેપાર ટકાટક રહેશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment