Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયસર પગાર ન મળતા આઉટસોર્સની કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માંગ:મનપામાં સફાઈ કામદારોનો ૨ માસથી પગાર અટવાતા રોષ, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરી કર્મચારીઓને ફિક્સ પગારમાં લેવા યુનિયનની ઉગ્ર રજૂઆત.

    8 hours ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોની વિવિધ પડતર માગણીઓ અને મુશ્કેલીઓને લઈને સફાઈ કામદાર કર્મચારી યુનિયન દ્વારા મનપા કમિશ્નરને બે અલગ-અલગ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને દિવાળીના મહાપર્વ પૂર્વે જ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા અને બેંક સંબંધિત સેવાઓમાં મુશ્કેલીઓ ઊભી થતાં કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. ​યુનિયનના પ્રમુખ વિજય એમ. વાળા અને મંત્રી અનિલ આર. ચુડાસમાની આગેવાની હેઠળ પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મનપા દ્વારા સફાઈ કામદારો પૂરા પાડવાનો આઉટસોર્સ કોન્ટ્રાક્ટ 'ગ્રીન લોક સોલ્યુશન' નામની કંપનીને આપવામાં આવ્યો છે. આ કંપની હેઠળ આશરે ૩૦૦ જેટલા સફાઈ કામદારો ફરજ બજાવે છે, પરંતુ છેલ્લા છ માસથી કંપની દ્વારા નિયમિત પગાર કરવામાં આવતો નથી અને હાલ મોટા ભાગના કર્મચારીઓના બે માસના પગાર ચૂકવવાના બાકી છે. પદાધિકારીઓ અને તંત્ર દ્વારા દર મહિનાની 1 થી 10 તારીખમાં પગાર ચૂકવી દેવાની કડક સૂચનાઓ તેમજ નોટિસો આપવા છતાં આ કંપની મનસ્વી રીતે વર્તી રહી છે. જેથી આ કંપનીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરી તેની ડિપોઝિટમાંથી બાકી પગાર ચૂકવવામાં આવે તેમજ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી તમામ કર્મચારીઓને ફિક્સ રોજમદાર કે કાયમી તરીકે સમાવી લેવામાં આવે તેવી માંગ કરાઈ છે. ​અન્ય એક આવેદનપત્રમાં યુનિયન દ્વારા મનપા હેઠળ કામ કરતા 30 જેટલા સ્વ-સહાય જૂથોના પગાર ખાતા અંગે રજૂઆત કરવામાં આવી છે. હાલમાં આ કામદારોના પગાર બેંક ઓફ બરોડા (વણઝારી ચોક બ્રાન્ચ) માં જમા થાય છે, પરંતુ સદર બેંક દ્વારા પગાર અને લોન બાબતે યોગ્ય સહકાર ન મળતો હોવાથી યુનિયન દ્વારા તમામ સ્વ-સહાય જૂથોના ખાતા એસ.બી.આઈ. બેંક (કાળવા ચોક બ્રાન્ચ) ખાતે ખોલાવવામાં આવ્યા છે. જેથી હવે પછીના તમામ પગારો એસ.બી.આઈ. બેંકમાં જમા કરાવવા વિનંતી કરાઈ છે. આ આવેદનપત્રોની નકલ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ રવાના કરવામાં આવી છે. ​આ સમગ્ર મામલે સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ વિજય વાળાએ મીડિયા સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકામાં આઉટસોર્સમાં કામ કરતા ૩૦૦ જેટલા સફાઈ કામદાર ભાઈ-બહેનોનો છેલ્લા બે-ત્રણ માસથી પગાર થયો નથી. જેને લઈને આજે અમે માનનીય કમિશનર સાહેબ, મેયર સાહેબ, ડેપ્યુટી મેયર સાહેબ, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અને તમામ અધિકારીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તમામ કર્મચારીઓનો પગાર દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં રેગ્યુલર થઈ જાય. જે આઉટસોર્સ કંપની નિયમિત પગાર નથી કરતી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેમજ સખી મંડળ અને આઉટસોર્સિંગ બંને બંધ કરીને તમામ કર્મચારીઓને ફિક્સ પગારમાં લેવામાં આવે. ​વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારની અમુક જોગવાઈઓ, પત્રો અને જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈઓને ધ્યાને લઈને આ રજૂઆત કરવામાં આવી છે. મનપા કમિશનર અને પદાધિકારીઓએ નિયમ મુજબ યોગ્ય કરવાની બાંયધરી અને આશ્વાસન આપ્યું છે, જેનાથી હાલ અમને સંતોષ છે. આગામી દિવસોમાં વાલ્મિકી સમાજના સખી મંડળની બહેનો તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થશે અને બધાને ફિક્સમાં લેવામાં આવશે તેવી અમને આશા છે. આમ છતાં જો આ દિશામાં યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો ન છૂટકે અમારી સમાજની કમિટી બેઠક યોજીને આગામી લડતનો નિર્ણય લેશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના રામદેવનગરમાં 20 વર્ષીય પરિણીતાનો આપઘાત:દોઢ વર્ષના લગ્નજીવનનો કરુણ અંત; આપઘાત પાછળનું કારણ અકબંધ
    Next Article
    Amit Shah | ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન યમુના પુનરુદ્ધાર પ્રોજેક્ટ્સનો શુભારંભ | Home Minister

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment