Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં રૂબિયો અને રિલાયન્સ વચ્ચે મહત્વની મંત્રણા:અંબાણી પરિવારે રજૂ કર્યું ગીગા-ફેક્ટરીઝ-ડેટા સેન્ટર્સનું ફ્યુચરિસ્ટિક વિઝન, ડિજિટલ ઇન્ફ્રામાં ભાગીદારીના નવા દ્વાર ખુલશે

    22 hours ago

    અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને યુએસ એમ્બેસેડર સર્ગીયો ગોરે બુધવારે જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વની સૌથી મોટી રિફાઇનરીની મુલાકાત લીધી હતી. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી સાથેની તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ગ્રીન એનર્જી, ડીપ-ટેક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વ્યાપારી ભાગીદારીને લઈને મહત્વપૂર્ણ મંત્રણા થઈ હતી. આ હાઇ-પ્રોફાઇલ મુલાકાત દરમિયાન અમેરિકન ડેલિગેશનને રિલાયન્સના મેગા રિફાઇનરી કોમ્પ્લેક્સનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો. અંબાણી પરિવારે તેમને રિલાયન્સની નિર્માણાધીન અને તબક્કાવાર શરૂ થઈ રહેલી 'ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઝ' તેમજ ડેટા સેન્ટર્સના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, જામનગર કોમ્પ્લેક્સને માત્ર રિફાઇનિંગ પૂરતું સીમિત ન રાખતા ભવિષ્યમાં તેને ડીપ-ટેક, ઇનોવેશન અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગના ગ્લોબલ હબ તરીકે વિકસાવવાનું વિઝન પણ અમેરિકી પ્રતિનિધિમંડળ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જુઓ તસવીરો બંને પક્ષો વચ્ચે ગ્લોબલ એનર્જી માર્કેટની વર્તમાન સ્થિતિ અને પરંપરાગત તેમજ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રહેલી નવી વ્યાપારી તકો પર ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. ખાસ કરીને સસ્તી અને વિશ્વસનીય ઊર્જાનો પુરવઠો, ટેક્નોલોજીકલ અપગ્રેડેશન, મજબૂત ગ્લોબલ સપ્લાય ચેઇન અને ભવિષ્યની વૈશ્વિક માંગને પહોંચી વળવા જરૂરી જંગી રોકાણ જેવા મુદ્દાઓ આ બેઠકના કેન્દ્રમાં રહ્યા હતા. વર્તમાન સમયમાં ડિજિટલ ઇકોનોમીનો વ્યાપ સતત વધી રહ્યો છે, ત્યારે ડેટા સેન્ટર્સ માટે રાઉન્ડ-ધ-ક્લોક પાવર સપ્લાયની જરૂરિયાત અંગે પણ ગંભીર ચર્ચા થઈ હતી. મુકેશ અને અનંત અંબાણીએ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગમાં અમેરિકન કંપનીઓ સાથે સંયુક્ત ભાગીદારી કરવાની તૈયારી દર્શાવી છે. અમેરિકન વિદેશ મંત્રીની આ મુલાકાત આગામી સમયમાં બંને દેશોની ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે કોમર્શિયલ ભાગીદારીના નવા દ્વાર ખોલી શકે છે. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે જામનગર રિલાયન્સ મુજબ, જામનગર રિફાઇનરી એક જ સ્થળે બનેલી વિશ્વની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરી છે. અહીં દરરોજ 14 લાખ બેરલ ક્રૂડ ઑઇલને પ્રોસેસ કરવાની ક્ષમતા છે. રૂબિયોએ કહ્યું- ભારત રિફાઇનિંગ સુપરપાવર મંગળવારે મુંબઈ પહોંચેલા રૂબિયોએ ભારતને 'રિફાઇનિંગ સુપરપાવર' ગણાવ્યું. તેમણે કહ્યું, 'ભારતમાં વેનેઝુએલાના હેવી ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની મોટી ક્ષમતા છે. દુનિયામાં તેલ સંકટ ઘટાડવામાં ભારતીય રિફાઇનરીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેલની સપ્લાયમાં આવી રહેલી કાયદાકીય અને પ્રતિબંધો સંબંધિત અડચણો દૂર કરવા માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે.' મે બાદ રૂબિયોની બીજી ભારત મુલાકાત માર્કો રૂબિયોની મે મહિનામાં થયેલી અગાઉની મુલાકાત બાદ આ બીજી ભારત મુલાકાત છે. મે મહિનામાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત, તેમણે ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો. શું રૂબિયોની મુલાકાતથી ભારત-અમેરિકાના સંબંધો ફરી પાટા પર આવશે? છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત-અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી છે. પછી ભલે તે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફ લગાવતો લિન્ડસે ગ્રેહામ ઍક્ટ પસાર કરવાનો મામલો હોય કે પછી ઇન્ફોસિસ, TCS, વિપ્રો અને HCL જેવી ભારતીય કંપનીઓના કર્મચારીઓને ગ્રીન કાર્ડમાં મળતી છૂટ સમાપ્ત કરવાનો નિર્ણય હોય. જોકે, રૂબિયોની ભારત મુલાકાત પહેલાં 16 ઑક્ટોબરે ટ્રમ્પે તેના પર અસ્થાયી રોક લગાવી દીધી અને કહ્યું કે તેનાથી અમેરિકાને ફાયદો થશે. ભારતીય થિંકટૅન્ક 'ધ ઇમેજઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ'ના સિનિયર જિયોપૉલિટિકલ નિષ્ણાત રોબિન્દર સચદેવા માને છે કે રુબિયોનું ધ્યાન નવી દિલ્હીની પરંપરાગત રાજનીતિને બદલે મુંબઈ અને જામનગર જેવા વ્યાપારી કેન્દ્રો પર છે. તેનો હેતુ કોર્પોરેટ સોદા, રિફાઇનરી ક્ષેત્રમાં ભાગીદારી, રોકાણ અને બંને દેશો વચ્ચેના બિઝનેસ-ટુ-બિઝનેસ સંબંધોને વધારવાનો છે. પૉલિટિકલ કૉલમનિસ્ટ પ્રતાપ ભાનુ મહેતા લખે છે કે રુબિયોનું દિલ્હી જવાને બદલે મુંબઈ-જામનગર જવું એ સંકેત હોઈ શકે છે કે અમેરિકા ભારતનાં વ્યાપારી કેન્દ્રો સાથે જોડાઈ રહ્યું છે અને રાજકીય કેન્દ્રને ઓછી તવજ્જો આપી રહ્યું છે. પરંતુ માત્ર વ્યાપારી સોદાઓ પર આધારિત સંબંધ વ્યૂહાત્મક ભાગીદારીને ટકાવી રાખવા માટે પૂરતો ન હોઈ શકે.
    Click here to Read More
    Previous Article
    सुबह खाली पेट अजवाइन खाने के क्या-क्या फायदे होते हैं?
    Next Article
    માર્કો રૂબિયો જામનગર કેમ ગયા:અમેરિકાની દાઢ કેમ ડળકી, શું ભારત-અમેરિકાના સંબંધો સુધારવામાં રિલાયન્સ રિફાઈનરી નિમિત્ત બનશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment