Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજૂઆત બાદ કલેક્ટરે સ્થળ મુલાકાત કરી:શામળાજી-ટોરડા માર્ગનું કામ સપ્તાહમાં શરૂ કરવા સૂચના

    20 hours ago

    શામળાજી–ટોરડા માર્ગનું કામ એક અઠવાડિયામાં શરૂ કરવા કલેક્ટર મિલિન્દ બાપનાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને એજન્સીને કડક સૂચના આપી છે. બિસમાર રસ્તા મામલે સાબરકાંઠા અરવલ્લી ડુંગરી ગરાસીયા આદિવાસી સેવા સમાજ દ્વારા બે દિવસ અગાઉ કલેકટરને રજૂઆત કરાઈ હતી. અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી અને સ્વામિનારાયણસંપ્રદાય ના બ્રહ્મ સ્વરૂપ ગોપાળાનંદ સ્વામીની પવિત્ર જન્મભૂમિ ટોરડાને જોડતાં બિસમાર માર્ગની કલેક્ટર મિલિન્દ બાપનાએ સ્થળ મુલાકાત કરી હતી. આ માર્ગના કામમાં વિલંબ બદલ તેમણે નારાજગી વ્યક્ત કરીને માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) તથા ઉમા કન્સ્ટ્રક્શન કંપનીના સંબંધિત અધિકારીઓને એક અઠવાડિયામાં કામ શરૂ કરવા અને નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. કલેક્ટરે માર્ગના કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે વિલંબ ચલાવી લેવામાં નહીં આવે તેમ સ્પષ્ટ કરતાં કામગીરીની ગુણવત્તા અને સમયમર્યાદાનું ચુસ્ત પાલન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક:સાંસદ-ધારાસભ્યે રોડ રસ્તા,ઓવર બ્રિજ અને શાળા ફાળવણી અંગે રજૂઆત કરી
    Next Article
    શામળાજીમાં રવિવારે રાત્રે 9:15 કલાકથી 11:15 કલાક શરદોત્સવ મનાવાશે:શરદ પૂનમ અને શરદોત્સવને નિમિત્તે ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment