Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક:સાંસદ-ધારાસભ્યે રોડ રસ્તા,ઓવર બ્રિજ અને શાળા ફાળવણી અંગે રજૂઆત કરી

    21 hours ago

    મોડાસામાં કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્યભીખુસિંહ પરમાર દ્વારા રોડ રસ્તા, ઓવરબ્રિજ, શાળા ફાળવણી અંગેના પ્રશ્નોને રજૂઆત કરાતા તે અંગે વિભાગીય અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સંકલન અને ફરજિયાત સમિતિની મળેલી બેઠકમાં કલેકટર સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ, કચેરી નિરીક્ષણ , સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો ,તમામ અધિકારી અને કર્મચારીઓના APR ભરવા, જમીન માંગણી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની ચર્ચા કરી કલેકટરે વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા અને જિલ્લા કચેરીઓના આંતરિક સંકલન અંગે જરૂરી સૂચન કર્યા હતા. આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ હાજર રહ્યા હતાં.
    Click here to Read More
    Previous Article
    11 મહાનગરપાલિકા, 120 નગરપાલિકામાં ચોથા ભાગના રોડ કાચા:ગુજરાતના શહેરોમાં 6717 કિમી રોડ કાચા, સૌથી વધુ અમદાવાદમાં 52%
    Next Article
    રજૂઆત બાદ કલેક્ટરે સ્થળ મુલાકાત કરી:શામળાજી-ટોરડા માર્ગનું કામ સપ્તાહમાં શરૂ કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment