Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- રોકાણકારો સાવચેત:ઊંચા સ્તરેથી નફારૂપી વેચવાલીથી બજારની ગતિ ધીમી પડી, સેન્સેક્સ અને નિફ્ટીમાં અસ્થિર હલચલ વચ્ચે સાવચેતીના સંકેતો

    2 days ago

    બુધવારના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતમાં તેજી જોવા મળી હતી, પરંતુઊંચા સ્તરેથી નફારૂપી વેચવાલી આવતાં બજારની ગતિ ધીમી પડી હતી.આજે ખરીદીના ટેકાથી બજારે સકારાત્મક શરૂઆત કરી હતી. શરૂઆતના તબક્કામાં સેન્સેક્સ વધ્યો હતો.જોકે, ત્યારબાદશેરોમાં વેચવાલીથી સૂચકાંકો દિવસની ઊંચી સપાટીથી નીચે સરક્યા હતા. આથી બજારમાં એકતરફી તેજી કરતાં અસ્થિર હલચલનું વાતાવરણ જોવા મળ્યું હતું. સેન્સેક્સમાં દિવસની શરૂઆતથી જ ખરીદદારોનોઉત્સાહ જોવા મળ્યો હતો. અમેરિકા સાથે સંભવિત વેપાર કરાર અંગેની આશા, માહિતીપ્રૌદ્યોગિકી ક્ષેત્રનાં શેરોમાં ખરીદી અને જિયો પ્લેટફોર્મ્સના જાહેર ભરણાની શરૂઆતથી રોકાણકારોના માનસને ટેકો મળ્યો હતો. જોકે, ઊંચાક્રૂડ ઓઈલના ભાવ, અમેરિકાના બોન્ડનાવધતા વળતર અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ઊંચા સ્તરે વેચવાલી જોવા મળી હતી. પરિણામે સેન્સેક્સમાં તેજી અને મંદી વચ્ચે વારંવાર ફેરફાર થયો હતો. નિફ્ટીએ શરૂઆતમાં 23,100 ની સપાટી ઉપર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુત્યારબાદ વેચવાલીના દબાણથી તે ફરી નીચે સરક્યો હતો. બજારમાં તેજીને ટેકો આપતાં મુખ્ય પરિબળોમાં વૈશ્વિક બજારોની મજબૂતી, અમેરિકાસાથે સંભવિત વેપાર કરાર અંગે આશાવાદ, માહિતીપ્રૌદ્યોગિકી કંપનીઓનાં સારા પરિણામો અને જિયો પ્લેટફોર્મ્સના જાહેર ભરણાની શરૂઆતનો સમાવેશ થાય છે. એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિસના સારા ત્રિમાસિક પરિણામો બાદ તેના શેરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. ટીસીએસ, એચસીએલટેક્નોલોજીસ અને વિપ્રો જેવા શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ જાહેર ભરણા સાથે જોડાયેલી આશાવાદી ભાવનાથી ટેકો મળ્યો હતો. શરૂઆતની તેજી છતાં ઊંચા સ્તરે નફારૂપી વેચવાલી, ક્રૂડઓઈલના વધતા ભાવ, વૈશ્વિકરાજકીય તણાવ અને અમેરિકાના બોન્ડના વળતરમાં વધારો બજાર માટે ચિંતાનાં કારણો રહ્યા હતા. વાહન, ધાતુઅને કેટલીક ગ્રાહકલક્ષી કંપનીઓના શેરોમાં નબળાઈથી સૂચકાંકોની તેજી મર્યાદિત થઈ હતી. અગાઉના સત્રમાં ખાનગી બેન્કોના નબળા દેખાવ અને કંપનીઓનાં પરિણામો અંગેની ચિંતાએ પણ રોકાણકારોને સાવચેત રાખ્યા હતા. એશિયાના મુખ્ય બજારોમાં તેજી અને અમેરિકાના બજારોમાં મિશ્ર વલણથી ભારતીય બજારને શરૂઆતમાં ટેકો મળ્યો હતો. જોકે, લાલસમુદ્રમાં વહાણવ્યવહારને લગતી ચિંતાઓના અહેવાલોથી ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહ્યા હતા. ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતો માટે આયાત પર આધારિત હોવાથી ક્રૂડ ઓઈલના ઊંચા ભાવથી આયાત ખર્ચ, મોંઘવારીઅને કંપનીઓના નફા પર દબાણ આવી શકે છે. સ્થાનિક સ્તરે કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો, જિયોપ્લેટફોર્મ્સના જાહેર ભરણા અંગેની માંગ, રૂપિયાનીચાલ અને વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ બજારની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ રહેશે. બજારની શરૂઆતમાં રૂપિયો ડૉલર સામે મજબૂત થયો હતો, પરંતુક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી નાણાંના પ્રવાહ ઉપર આગળ પણ નજર રાખવી જરૂરી રહેશે. એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિસ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીસ અને વિપ્રોના શેરોમાં તેજીથી આ ક્ષેત્રનેટેકો મળ્યો હતો. બેન્કિંગ ક્ષેત્રમાં કેટલાક શેરોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારેકેટલાક શેરોમાં વેચવાલી રહી હતી. નાના અને મધ્યમ કદની કંપનીઓના શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી, જેદર્શાવે છે કે બજારની તેજી તમામ ક્ષેત્રોમાં સમાન રીતે ફેલાઈ નહોતી. 19 ઓક્ટોબરના સત્રમાંવિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં આશરે ₹1,148.64 કરોડના ચોખ્ખા શેર વેચ્યા હતા, જ્યારેસ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આશરે ₹3,201.19 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી બજારને ટેકો આપી શકે છે, પરંતુવિદેશી રોકાણકારોની સતત વેચવાલી તેજી ઉપર દબાણ ઊભું કરી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 110 ડૉલરની આસપાસ રહેતાં ભારતીય બજાર માટે ચિંતાનો વિષય બન્યા હતા. ઊંચા ભાવથી દેશના આયાત ખર્ચમાં વધારો થવાની અને મોંઘવારી ઉપર દબાણ વધવાની શક્યતા રહે છે. સોનાના ભાવમાં પણ નબળાઈના સંકેતો જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલ, સોનુંઅને ડૉલર સામે રૂપિયાની ચાલ ઉપર નજર રાખવી જરૂરી રહેશે. ભાવિ દિશા :- આગામી દિવસોમાં ભારતીય શેરબજારની દિશા વૈશ્વિક અર્થતંત્ર,અમેરિકા સાથેના સંભવિત વેપાર કરાર, ક્રૂડ ઓઈલના ભાવ, જાહેર ભરણાં અને કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો ઉપર આધારિત રહેશે. વૈશ્વિક બજારોમાં મજબૂતી અને વેપાર કરાર અંગે સકારાત્મક સંકેતો મળે તો બજારમાં ખરીદી વધી શકે છે. જોકે, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને વૈશ્વિક તણાવ તેજી સામે અવરોધ ઊભો કરી શકે છે.સાથે જ કંપનીઓનાં પરિણામોમાં આવક, નફો, નફાનું પ્રમાણ અને આગામી સમયગાળાની સંભાવનાઓના આધારે શેરવાર હલચલ જોવા મળી શકે છે.એકંદરે, સારા પરિણામો ધરાવતી કંપનીઓમાં ખરીદીની તક ઊભી થઈ શકે છે. જોકે,વિદેશી રોકાણકારોની વેચવાલી અને નબળા વૈશ્વિક સંકેતો બજારને દબાણમાં રાખી શકે છે. તેથી રોકાણકારોએ બજારની દિશા, કંપનીઓનાં પરિણામો અને જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક રોકાણના નિર્ણયો લેવા જોઈએ. તા. 22.10.2026ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે.. તા. 21.10.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 22745 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 22606 પોઈન્ટના પ્રથમ અને 22533 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 22808 પોઈન્ટ થી 22880 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 22909 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ભારત ફોર્જ ( 1769 ) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1747 નો પ્રથમ તેમજ રૂ. 1734 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 1783 થી રૂ. 1790 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 1803 ઉપર તેજી તરફી ધ્યાન...!! ઓરો ફાર્મા ( 1584 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1570 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1544 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1597 થી રૂ. 1606 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ચોલા ફાઇનાન્સ ( 1520 ) :- રૂ. 1494 નો પ્રથમ તેમજ રૂ. 1480 ના બીજા સપોર્ટથી ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1537 થી રૂ. 1450 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! પ્રેસ્ટિજ ( 1440 ) :- રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 1457 થી રૂ. 1470 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 1417 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! સીડીએસએલ ( 1239 ) :- રૂ. 01 ની ફેસવેલ્યુ ધરાવતા ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1217 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1253 થી રૂ. 1260 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં રૂબિયો અને રિલાયન્સ વચ્ચે મહત્વની મંત્રણા:અંબાણી પરિવારે રજૂ કર્યું ગીગા-ફેક્ટરીઝ અને ડેટા સેન્ટર્સનું ફ્યુચરિસ્ટિક વિઝન, ડિજિટલ ઇન્ફ્રામાં ભાગીદારીના નવા દ્વાર ખુલશે
    Next Article
    બેંગકોકથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ પરત ફરી:ભારતીય મુસાફરે હંગામો કર્યો હતો; 45 મિનિટ બાદ મુંબઈ માટે ઉડાન ભરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment