Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલમાં યુવકને નદીમાં ડૂબાડી મારી નાખવાનો પ્રયાસ:પાળી પરથી પગ પકડી ઊંધો લટકાવ્યો, બેલ્ટ વડે માર મારતા શરીરે કાળા ચાઠા પડ્યાં; ચાર આરોપીની અટકાયત

    1 day ago

    ગોંડલમાં વૉટ્સએપ મેસેજ કરવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને 19 વર્ષીય યુવક પર ચાર શખસોએ હુમલો કરી તેને નદીમાં ડૂબાડી મારી નાખવાનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. ગોંડલી નદીના કાંઠે આવેલા મેલડી માતાના મંદિર પાસે સફાઈ કરી રહેલા યુવકને ઢીકાપાટુ અને બેલ્ટ વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને નદીની પાળી પરથી પગ પકડીને ઊંધો લટકાવી પાણીમાં ડૂબાડી દેવાની કોશિશ કરવામાં આવી હતી. આ બનાવ અંગે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રને મેસેજ ન કરવા કહેતાં ખાર રાખ્યો ફરિયાદી 19 વર્ષીય બ્રિજેશ કમલેશભાઈ જેઠવા ગોંડલના લાલપુલ પાસે રહે છે અને દરજીકામ કરે છે. તેની ફરિયાદ મુજબ આરોપી ગૌતમ મહેન્દ્રભાઈ વાઘેલા તેની ફ્રેન્ડને વૉટ્સએપ પર મેસેજ કરતો હતો અને શેરીમાં આંટાફેરા મારતો હતો. આ બાબતે બ્રિજેશે ગૌતમને મેસેજ ન કરવા અને શેરીમાં આંટાફેરા ન મારવા જણાવ્યું હતું. આ વાતનો ખાર રાખીને ગૌતમ અને તેના સાગરીતોએ બ્રિજેશ પર હુમલો કર્યાનો આક્ષેપ છે. સફાઈ કરતી વખતે ચાર શખસોએ હુમલો કર્યો બ્રિજેશ અને તેનો મિત્ર વત્સલ જોષી ગોંડલી નદીના કાંઠે આવેલા મેલડી માતાના મંદિરે સાફ-સફાઈ કરી રહ્યા હતા, ત્યારે બે એક્ટિવા અને એક્સેસ વાહન પર ગૌતમ મહેન્દ્રભાઈ વાઘેલા, મિલન ભનુભાઈ ઝાલા, સ્મિત ઉર્ફે રાજા હરસુખભાઈ પરમાર અને રોનક જયેશભાઈ પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા. ચારેય શખસોએ બ્રિજેશ સાથે બોલાચાલી કર્યા બાદ તેને ઢીકાપાટુ અને બેલ્ટ વડે માર માર્યો હતો. દરમિયાન બ્રિજેશને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર વત્સલને પણ ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. વધુમાં, સ્મિત ઉર્ફે રાજાએ છરી બતાવી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલ્યા હતા અને ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. નદીની પાળી પરથી ઊંધો લટકાવી જાનથી મારી નાખવાની ધમકી આરોપીઓએ બ્રિજેશને માર માર્યા બાદ તેના પગ પકડીને નદીના કાંઠે આવેલી પાળી પરથી ઊંધો લટકાવી દીધો હતો. આ દરમિયાન તેને પાણીમાં ડૂબાડી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બ્રિજેશને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રેન્જ IG અને જિલ્લા SP સહિતનો કાફલો ગોંડલ દોડી આવ્યો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેન્જ IG નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગઈકાલે રાત્રે ગોંડલ દોડી આવ્યા હતા. ગોંડલ સિટી પોલીસે ફરિયાદના આધારે ચારેય આરોપીઓ BNSની કલમ 109(1), 115(2), 351(3), 3(5) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે. ચારેય આરોપીઓની અટકાયત, વધુ તપાસ હાથ ધરાઈ ગોંડલ સિટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે ઘટનાસ્થળે તેમજ પકડાયેલા આરોપીઓનાં ઘરે ડિસ્કવરી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવક પર હુમલો કરવા પાછળનાં કારણો, ઘટનાક્રમ અને અન્ય પુરાવાઓ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઈ-મુદ્રા ડેટા લીક મામલે વિશેષ ટીમ બનાવાઈ:AI દ્વારા સુરક્ષા કોડ લીક થયા હતા, સરકારે કહ્યું- ભારતીય ડિજિટલ સિગ્નેચર પર કોઈ અસર નથી
    Next Article
    જૂનાગઢમાં કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ:સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી, ફોન હેક કરી દુષ્કર્મ આચર્યું, ગેરકાયદેસર ગર્ભપાત કરાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment