Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ઘર પાસે રમતા બાળકને પૂરઝડપે આવતી કારે અડફેટે લીધો:માસૂમના માથા પરથી ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત, પરિવારમાં શોકનો માહોલ

    11 hours ago

    પાટનગર ગાંધીનગરના સેક્ટર-5 મહાકાળી મંદિર પાસે ઘર આંગણે સાયકલ ચલાવી રહેલા પાંચ વર્ષના બાળકનું પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાના પગલે મૃતક બાળકના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. આ અંગે સેક્ટર 7 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળક ઘર પાસે સાયકલ લઈને ફરી રહ્યો હતો ગાંધીનગરના સેક્ટર-5 વિસ્તારમાં રહેતા રાકેશ કડવાકરનો પાંચ વર્ષીય પુત્ર દેવાંશ પોતાના ઘરની આસપાસ નાની સાયકલ લઈને ફરી રહ્યો હતો. દરમિયાન મહાકાળી મંદિરની નજીક પહોંચતા અચાનક દેવાંશનું પોતાની સાયકલ પરથી સંતુલન બગડી ગયું હતું. જેથી તે સાયકલ સમેત સીધો રોડ પર નીચે પટકાયો હતો. પૂરઝડપે આવતી કારના ટાયર બાળકના માથા પર ફરી વળ્યાં એજ ઘડીએ પૂરપાટ ઝડપે ધસી આવતી એક કારના ચાલકને રોડ પર પડેલા બાળકને સમયસર જોઈ શકવામાં નિષ્ફળતા સાંપડી હતી. કાળ બનીને આવેલી આ કાર એટલી ઝડપમાં હતી કે ડ્રાઈવર બ્રેક મારે કે વાહન પર કાબૂ મેળવે તે પહેલાં જ દેવાંશ કારની ચપેટમાં આવી ગયો હતો. કારના ટાયરો માસૂમના માથાના ભાગ ઉપરથી ફરી વળ્યા હતા. જેના લીધે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો આ અકસ્માતની આ ઘટના બનતા જ સ્થાનિકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ સાંભળીને ઘરની અંદર રહેલા પરિજનો દોડી આવ્યા હતા. રસ્તા પર પોતાના પુત્રને લોહીથી લથપથ જોઈને માતા-પિતા અને સ્વજનોની આક્રંદ ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતા સેક્ટર-7 પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં પોલીસ દ્વારા પંચનામા સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કદવાલ રસ્તા પર રિક્ષા અને 2 બાઇકો વચ્ચે ત્રિપલ અકસ્માત:2 ના મોત, ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે બોડેલી રિફર કરાયા
    Next Article
    ખેરાલુના વિઠોડા ગામે બંધ મકાનમાંથી ₹31 હજારના મત્તાની ચોરી:દરવાજા અને તિજોરીના લોક તોડી ચાંદીના દાગીના-રોકડ લઈને તસ્કરો ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment