Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં અશોક વિજયાદશમી અને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવાયો:ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

    10 hours ago

    ભરૂચ રેલવે સ્ટેશન પરિસરમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે અશોક વિજયાદશમી અને ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સામાજિક સંગઠનોના હોદ્દેદારો અને નાગરિકોએ એકત્રિત થઈને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ સમગ્ર વાતાવરણ બુદ્ધ વંદનાથી ગૂંજી ઊઠ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ દેશના બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરીને સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. ઐતિહાસિક ધર્માંતર ઘટના અને બુદ્ધિસ્ટ સંશોધન કેન્દ્રનું આહ્વાન ઉલ્લેખનીય છે કે, 14 ઓક્ટોબર 1956ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે નાગપુરની ઐતિહાસિક દીક્ષાભૂમિ ખાતે પોતાના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. આ ક્રાંતિકારી ઘટનાની સ્મૃતિમાં દર વર્ષે દેશભરમાં ધમ્મચક્ર પ્રવર્તન દિવસ મનાવવામાં આવે છે. બુદ્ધિસ્ટ સંશોધન કેન્દ્રના ખાસ આહ્વાનથી દેશભરમાં યોજાયેલા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોના ભાગરૂપે ભરૂચ ખાતે પણ આ વિશેષ કાર્યક્રમનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ સંગઠનોના અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિ આ ઉજવણી કાર્યક્રમમાં ઇન્સાફ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન પરમાર, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ તેમજ ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.વી. પરમાર ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઇન્સાફ સંગઠનના રાજ્ય અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો જયંતિ સુતરીયા, અશોક માંડવીયા, વિનય સોલંકી, વિઠ્ઠલ પરમાર, અશોક મકવાણા, રમણ પરમાર, બાબુ પરમાર, મંજુબેન પરમાર અને શ્યામજી મકવાણા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    માણસામાં ભૂમાફિયાનું ખેડૂત પર અંધાધૂંધ ત્રણ રાઉન્ડ ફાયરિંગ:એક ગોળી પગમા વાગતા લોહિલુહાણ હાલતમાં ઢળી પડ્યાં, ગરબામાં સાઉન્ડ વગાડવાની તકરારમાં હુમલો
    Next Article
    તરસમિયારોડ પર યુવક પર જીવલેણ હુમલો:ગરબામાં થયેલી બોલાચાલીનું સમાધાન કરવા જતાં યુવકને ધોકા-પાઇપ વડે મારમાર્યો, 5 સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment