Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં પાન-માવાની દુકાને સામાન્ય બાબતે બબાલ:મહિલા દુકાનદારે બીડી-માવાના પૈસા માંગતા ત્રણ શખ્સોએ છરી કાઢી હુમલાનો પ્રયાસ કર્યો, દુકાનમાં તોડફોડ કરી

    1 day ago

    ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં મહિલાની પાન-માવાની દુકાન પર ત્રણ શખ્સોએ બીડી-માવો લીધા હતા. જેના પૈસા માંગતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઇને છરી કાઢી મહિલા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. તેમજ દુકાનનો સામાન વેરવિખેર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ નિલમબાગ પોલીસ મથકમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. દુકાનદારે સામાનના પૈસા માંગતા શખ્સોએ અપશબ્દો બોલ્યા ભાવનગર શહેરના ચાવડી ગેટ, ભરવાડ વાળો ખાંચો વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા હંસાબેન મકવાણાએ નિલમબાગ પોલીસ મથકમાં યુવરાજ હકા સહિત બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના આશરે 10.30 વાગ્યાના સુમારે તેઓ ઘરે હાજર હતા. તે સમયે ઘર બહાર આવેલી પાન-માવાની દુકાન પર તેમના ભાભી રેખાબેન મકવાણા બેઠા હતા. દરમિયાન એક મોટરસાઇકલ પર ત્રણ શખ્સોએ તેમની દુકાનેથી બીડી અને માવા લીધા હતા, જ્યારે તેમના ભાભીએ સામાનના પૈસા માંગતા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ યુવરાજે નેફામાંથી છરી કાઢી તેમના ભાભી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ‘આ વખતે બચી ગયા છો, બીજી વાર જીવતા નહીં મુકીએ’ દરમિયાન દેકારો થતાં તેમના પડોશીઓ આવી જતા શખ્સોએ તેમની ઉપર પણ છરી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. બજારમાં લોકો એકઠા થઈ જતાં શખ્સોએ દુકાનનો સામાન વેર-વિખેર કરી નાખ્યો હતો. તેમજ ઘરના દરવાજે પાટા મારી આ વખતે બચી ગયા છો, બીજી વાર જીવતા નહીં મુકીએ" તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે ત્રણ શખ્સ સામે BNS એક્ટ 351(2), 351(3), 352, 54 તેમજ જી.પી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    દોઢ વર્ષની બાળકીને છઠ્ઠા માળેથી ફેંકી:10 વર્ષની પાડોશી બાળકી વિરુદ્ધ 7 દિવસ બાદ FIR; મુંબઈની ઘટના CCTVમાં કેદ
    Next Article
    Shreyas Iyer Shuts Team India Door For Vaibhav Sooryavanshi In T20Is

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment