Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ વર્ષની બાળકીને છઠ્ઠા માળેથી ફેંકી:10 વર્ષની પાડોશી બાળકી વિરુદ્ધ 7 દિવસ બાદ FIR; મુંબઈની ઘટના CCTVમાં કેદ

    1 day ago

    મુંબઈના ગોરેગાંવમાં દોઢ વર્ષની બાળકી છઠ્ઠા માળેથી પડીને મૃત્યુ પામવાના કેસમાં પોલીસે 7 દિવસ બાદ હત્યાની એફઆઈઆર નોંધાવી છે. બાળકીની માતાએ 10 વર્ષની પાડોશી બાળકી પર તેને નીચે ફેંકવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે અગાઉ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. આ ઘટના 14 ઑક્ટોબરની રાત્રે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજમાં એક સગીર છોકરી નાની બાળકીને ઉઠાવીને રેલિંગ પરથી ખુલ્લા ડક્ટમાં ધકેલતી દેખાઈ રહી છે. ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગઈ હતી. સોસાયટીના લોકો ઘાયલ બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આરોપી સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરી હતી. બોર્ડે તેની કાઉન્સેલિંગ કરાવવાના નિર્દેશ આપ્યા અને તેને માતા-પિતાની દેખરેખ હેઠળ છોડી દીધી હતી. દોઢ વર્ષની બાળકી બિલાડી સાથે રમી રહી હતી FIR મુજબ, ઘટના ગોરેગાંવ ઈસ્ટની શિવશાહી બિલ્ડિંગમાં રાત્રે આશરે 9થી 9:30 વાગ્યાની વચ્ચે બની હતી. માતાના જણાવ્યા મુજબ, તેની 18 મહિનાની દીકરી છઠ્ઠા માળે ઘરની બહાર કોમન કોરિડોરમાં એક બિલાડી સાથે રમી રહી હતી. થોડી વાર બાદ બાળકી દેખાઈ નહીં, તેથી માતાએ તેના 12 વર્ષના ભાઈને તેને શોધવા મોકલ્યો. ભાઈને બાળકી મળી નહીં. તેણે સીડીઓની ખુલ્લી ડક્ટમાં નીચે જોયું, જ્યાં તેને પોતાની બહેન જેવા કપડાં પહેરેલી બાળકી પડેલી દેખાઈ. તેણે તરત જ માતાને જાણ કરી. માતાનો આરોપ- સાડા ત્રણ ફૂટ ઊંચી રેલિંગ, બાળકી પોતે નીચે પડી નથી માતાએ પોલીસને જણાવ્યું કે છઠ્ઠા માળની રેલિંગ લગભગ સાડા ત્રણ ફૂટ ઊંચી છે, તેથી બાળકીનું જાતે નીચે પડી જવું શક્ય નહોતું. તેમનો આરોપ છે કે સીસીટીવી ફૂટેજમાં પાડોશની બાળકી નાની બાળકીને ઈશારો કરીને લિફ્ટ પાસે બોલાવે છે અને પછી તેને ઉઠાવીને ખુલ્લા ડક્ટમાં ધકેલી દે છે. બે અઠવાડિયા પહેલાં જ આરોપી બાળકીનો પરિવાર સોસાયટીમાં આવ્યો હતો અહેવાલ મુજબ, 10 વર્ષની બાળકી અને તેનો પરિવાર ઘટના બની તેના લગભગ બે અઠવાડિયા પહેલાં જ સોસાયટીમાં રહેવા આવ્યો હતો. ઘટના બાદ પરિવાર ત્યાંથી ચાલ્યો ગયો અને સંબંધીઓ સાથે રહેવા લાગ્યો. મૃત બાળકીના પરિવારે એવો આરોપ પણ લગાવ્યો હતો કે સગીર બાળકીના પરિવારજનોએ ઘટના છુપાવવા માટે CCTV કેમેરા બંધ કરી દીધા હતા. પોલીસ આ આરોપ અને કેસ સાથે જોડાયેલા અન્ય પાસાઓની તપાસ કરી રહી છે. સગીરની કાઉન્સેલિંગ પર ભાર કેસની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે સગીર બાળકીની કાઉન્સેલિંગ અને સુધારણા પર ધ્યાન આપવું જરૂરી છે. તેમના મુજબ, આગળની પ્રક્રિયામાં માત્ર સજા નહીં, પરંતુ બાળકની સંભાળ અને સુધારણાને પણ મહત્વ આપવું જોઈએ. કાયદા મુજબ, 7 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ગુનાહિત જવાબદારી મૂકી શકાતી નથી. 7થી 12 વર્ષની ઉંમરના બાળકોના કિસ્સામાં એ જોવામાં આવે છે કે તેઓ પોતાના કૃત્યની ગંભીરતા અને તેના પરિણામોને સમજવા સક્ષમ હતા કે નહીં.
    Click here to Read More
    Previous Article
    Bavuma's Big Tendulkar Remark After Match-Defining 179 Against Australia
    Next Article
    ભાવનગરમાં પાન-માવાની દુકાને સામાન્ય બાબતે બબાલ:મહિલા દુકાનદારે બીડી-માવાના પૈસા માંગતા ત્રણ શખ્સોએ છરી કાઢી હુમલાનો પ્રયાસ કર્યો, દુકાનમાં તોડફોડ કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment