Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુકન... વિજયાદશમના પર્વે આર્થિક ઘોડો દોડ્યો:ફાફડા-જલેબીની જમાવટ, પોલીસ દ્વારા શસ્ત્રપૂજન, વાહનોની ઘૂમ ખરીદી, રાજપરિવાર દ્વારા શમીવૃક્ષ પૂજન

    14 hours ago

    વિજયાાદશમીના પાવન અવસરે મંગળવારે કચ્છના મુખ્ય મથક ભુજમાં સવારથી જ ચારેય બાજુ ઉત્સવ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. અસત્ય પર સત્ય અને દૈત્ય પર દેવના વિજયના આ ભવ્ય પર્વ નિમિત્તે વ્યંજનપ્રિય ગુજરાતીઓએ પરંપરા જાળવીને સવારથી જ ફરસાણ અને મિષ્ટાનની દુકાનો પર લાંબી કતારો લગાવી હતી. ભુજવાસીઓએ ફાફડા-જલેબી આરોગીને તહેવારની મીઠાશ માણી હતી, તો બીજી તરફ શક્તિના પ્રતીક સમાન પૂજન-અર્ચન અને નવી ખરીદી સાથે આખો દિવસ ધમધમતો રહ્યો હતો. ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને શક્તિના પ્રતીકસમા શસ્ત્રોનું વિધિવત શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું. મદદનીશ પોલીસ વડા ગૌતમ વિવેકાનંદન અને અન્ય અધિકારીઓ દ્વારા શસ્ત્રો અને શક્તિના પ્રતિક સમાન અશ્વનું પૂજન કર્યું હતું. બીજી તરફ, શુભ મુહૂર્તમાં વાહનોની ખરીદી કરવા માટે લોકોએ શહેરના વિવિધ શોરૂમો પર મુહૂર્ત સાચવીને ખરીદી કરી હતી. બાઇક, કાર તેમજ અત્યારના યુગની જરૂરિયાત સમાન ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ધૂમ વેચાણ થયું હતું, જેને લઈને વાહન વિક્રેતાઓમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. ખરીદી અને પૂજનના દોર બાદ સાંજના સમયે પરંપરાગત શમી વૃક્ષ પૂજન કરાયું હતું. મહારાણી પ્રીતિદેવીના હસ્તે શમી વૃક્ષ નીચે શાસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. સાથે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, કૃતાર્થસિંહજી, મયુરધ્વજસિંહ, ઇન્દ્રજીતસિંહ સહિત ક્ષત્રિય અગ્રણીઓ હાજર રહ્યા હતા. સાંજે રાજગોર સમાજ વાડીમાં બ્રહ્મ સમાજની બહેનો અને ભાઈઓએ મોટી સંખ્યામાં શસ્ત્રોનું પૂજન કરી દેવો પ્રત્યેની ભાવના વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં આંતર કોલેજ સ્પર્ધા:આણંદની SMC ડેરી કોલેજે ખો-ખો માં ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં બાજી મારી
    Next Article
    iPhone Duo Shortage In India: 6,000 Units Expected In First Week; Grey-Market Prices Soar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment