Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:કુબડામાં ઉઘરાણીના રૂપિયા આપવાનું કહી ઘરે બોલાવી યુવકને માર માર્યો

    11 hours ago

    ધારી તાલુકાના કુબડા ગામે વાહનના ભાડા અને મજૂરીના બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી આપવાનું કહી ઘરે બોલાવી બે વ્યક્તિ પર કુહાડી તથા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં બંનેને ઇજાઓ પહોંચતાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધારીના કુબડા ગામે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મયુરભાઇ જીણાભાઇ મકવાણા (ઉં.વ. 40)ને હિમંત વણજારા પાસેથી વાહનના ભાડા તથા મજૂરીના રૂપિયા 6 હજાર લેવાના બાકી હતા. આ નાણાં લેવા માટે હિંમત વણઝારાએ મયુરભાઈને પોતાના ઘરે બોલાવ્યા હતા. તેઓ અન્ય એક વ્યક્તિ સાથે રૂપિયા લેવા શખ્સના ઘરે પહોંચતાં જ ઉગ્ર બોલાચાલી કરી રૂપિયા લેવા ગયેલા બંને લોકોને ગાળો આપી પોતાના હાથમાં રહેલી કુહાડીથી હુમલો કરી માથામાં એક ઘા મારી ઇજા પહોંચાડી હતી. બાદમાં કુહાડીના હાથા વડે સાથે ગયેલા વ્યક્તિને પણ માર મારી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન અન્ય જતીન પરમાર નામનો શખ્સ ત્યાં આવી ચડી પાઇપ વડે બન્ને વ્યક્તિને માર માર્યો હતો. તેમજ ઉઘરાણીના રૂપિયા લેવા ગયેલા બંને વ્યક્તિને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે ફરિયાદના આધારે ધારી પોલીસે કૂબડા ગામના હિમંત રાજાભાઇ વણજારા અને જતીન રમેશભાઇ પરમાર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પિકઅપ વાહન સામસામે આવી જતા બોલાચાલી બાદ મારામારી:ધારીના મીઠાપુરમાં જૂની અદાવતમાં યુવક પર કુહાડી, તલવારથી હુમલો
    Next Article
    કોમી એકતા:હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ, કોટાઈ પરિવાર દ્વારા 11 ગરબીમાં 500 સોનાના દાણાની લ્હાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment