Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમી એકતા:હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ, કોટાઈ પરિવાર દ્વારા 11 ગરબીમાં 500 સોનાના દાણાની લ્હાણી

    12 hours ago

    કોઈપણ ધર્મ કે સંપ્રદાય કરતા માનવતા અને પરસ્પર સૌહાર્દ હંમેશા ઉપર હોય છે, તેનું ઉત્તમ ઉદાહરણ કોટાઈ પરિવારે પૂરું પાડ્યું છે. પવિત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન જામનગર નજીકના ઢીચડા અને આસપાસના વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું એક અદભુત અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. મર્હૂમ જુસબભાઈ કોટાઈના પુત્રો સલીમભાઈ કોટાઈ અને ઝાફરભાઈ કોટાઈએ ઉદારતા દાખવીને સમાજ સામે કોમી એકતાનો સુંદર સંદેશ રજૂ કર્યો છે. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કોટાઈ પરિવાર દ્વારા ઢીચડા તથા આસપાસના વિસ્તારની કુલ 11 ગરબી મંડળીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. માતાજીની આરાધનામાં લીન નાની-નાની બાળાઓ અને ખેલૈયાઓ માટે આ પરિવારે અનોખી લાણીનું આયોજન કર્યું હતું. તેમણે તમામ ગરબી મંડળોની બાળાઓને કુલ 500 નંગ સોનાના દાણાની લાણી રૂપે ભેટ આપી હતી. આજના સમયમાં જ્યાં નાની-નાની વાતોમાં મતભેદો ઉભા થતા હોય છે, ત્યાં મુસ્લિમ પરિવાર દ્વારા માતાજીના ઉત્સવમાં આ પ્રકારે આગળ આવીને સહયોગ આપવો અને લાણી વહેંચવી એ ભાઈચારાની સુંદર મિસાલ છે. કોટાઈ પરિવારની આ સેવાની ભાવના અને ઉદારતાની સમગ્ર વિસ્તારમાં ભારે પ્રશંસા થઈ રહી છે. સલીમભાઈ અને ઝાફરભાઈની આ પહેલે સાબિત કરી દીધું છે કે ઉત્સવો અને તહેવારો કોઈ એક ધર્મ પૂરતા સીમિત નથી હોતા, પરંતુ તે સમાજને જોડવાનું કામ કરે છે. કોટાઈ પરિવારનું આ કાર્ય માત્ર એક ભેટ નથી, પરંતુ સમાજમાં પ્રેમ, શાંતિ અને હિન્દુ-મુસ્લિમ એકતાની જ્યોત વધુ પ્રજ્વલિત કરવાનો એક સાર્થક પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:કુબડામાં ઉઘરાણીના રૂપિયા આપવાનું કહી ઘરે બોલાવી યુવકને માર માર્યો
    Next Article
    વિજયાદશમીએ ફરસાણની દુકાનો- રેંકડીઓ પર ઘરાકી‎:શહેરીજનો 7 હજાર કિલો જલેબી-ફાફડા આરોગી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment