Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે સ્થળોએ પરંપરાગત રાવણ દહન:કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, મંત્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સહિતના મહાનુભાવો ઉપસ્થિતમાં રાવણ દહન યોજાયું

    11 hours ago

    અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ ભાવનગર શહેરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં જવાહર મેદાન ખાતે સિંધી સમાજ અને ચિત્રા યાર્ડ ખાતે બજરંગ વિકાસ સમિતિના ઉપક્રમે બંને જગ્યાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, શહેરના પૂર્વ વિસ્તારમાં સિંધી સમાજ ભાવનગર પ્રેરિત નવરાત્રી દશેરા મહોત્સવ સમિતિ દ્વારા જવાહર મેદાન ખાતે 47 વર્ષથી રાવણ દહનની પરંપરા રહી છે. જે મુજબ આજે સાંજે રાવણ દહન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ઉષાબેન બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન કિશન મહેતા, કમિશનર સહિતના રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતે 13 વર્ષથી રાવણ દહન ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય તથા મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા આયોજિત રાવણ દહન કાર્યક્રમ શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો, શહેરના પ્રવેશ દ્વારે આવેલ ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા 13 વર્ષથી સતત "વિજયાદશમી મહોત્સવ- રાવણ દહન” કાર્યક્રમ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી કરવામાં આવી રહ્યું છે, પોતાના મતવિસ્તારના લોકોને તેમજ ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીક માંજ આ પૌરાણિક મહત્વ ધરાવતા કાર્યક્રમનો લાભ મળી રહે તેવા હેતુસર શરુ થયેલ કાર્યક્રમ દર વર્ષે રંગ જમાવતો જાય છે. આ પ્રસંગે પ્રદેશ રત્નાકર, પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા, કલેક્ટર ડો.મનીષ બંસલ, એસ.પી ડો.નિતેશ પાંડેય, સંતો-મહંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ, ઉધાયોગપતિઓની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બુધવારનું રાશિફળ:સિંહ રાશિના લોકોની સ્થિતી સુખદ રહેશે, તુલા રાશિના જાતકો પર ગ્રહો મહેરબાન
    Next Article
    ગીર સોમનાથ SP કચેરીએ વિજયાદશમી પર શસ્ત્ર પૂજન:SP જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment