Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારનું રાશિફળ:સિંહ રાશિના લોકોની સ્થિતી સુખદ રહેશે, તુલા રાશિના જાતકો પર ગ્રહો મહેરબાન

    10 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 21 ઓક્ટોબર 2026, બુધવારના રોજ આસો સુદ પક્ષની અગિયારસ તિથિ છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ બપોરે 12:24 થી 1:49 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: દિવસની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ ઊભી થશે, પરંતુ ગમે તેમ કરીને તમે તમારું કામ કાઢવામાં સક્ષમ પણ રહેશો. રોજિંદી વ્યસ્ત દિનચર્યામાંથી સુકૂન મેળવવા માટે થોડો સમય તમારી રુચિપૂર્ણ પ્રવૃત્તિઓ માટે ચોક્કસ કાઢો. આનાથી તમે તમારામાં નવી ઊર્જા અનુભવશો. નેગેટિવ: અજાણ્યા લોકોના સંપર્કમાં આવવાથી પરહેજ કરો. અત્યારે આવકની સાથે-સાથે ખર્ચની પણ અતિશયતા બનેલી રહેશે. બિનજરૂરી ખર્ચાઓ તમને પરેશાન કરશે. કોઈ સંબંધીના લીધે તમે પરેશાનીમાં પણ આવી શકો છો. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં પારિવારિક સભ્યોનું પણ યોગ્ય યોગદાન રહેશે. સાથે જ કોઈ નવા કામની શરૂઆત કરવા માટે પણ સમય અનુકૂળ છે. દૈનિક આવકમાં વધારો થશે. આયાત-નિકાસ સંબંધી કાર્યોમાં ફાયદાકારક સ્થિતિ બનેલી છે. લવ: પારિવારિક વ્યવસ્થા જાળવી રાખવામાં વધારાના પ્રયાસોની જરૂર છે. યુવાનોએ પોતાના પ્રેમ સંબંધોમાં બીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય: એસિડિટી અને અનિયમિત ખાવાપીવાના કારણે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા રહી શકે છે. આ વાતનું વિશેષ ધ્યાન રાખો. લકી કલર: સફેદ લકી નંબર: 1 પોઝિટિવ: સકારાત્મક લોકો અને પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારી કોઈ કમજોરી પર વિજય મેળવવામાં સક્ષમ રહેશો. તમારું કોઈ પણ કામ કરતા પહેલાં તેની પૂરી યોજના તથા માળખું બનાવવું તમારા કામમાં ભૂલ થવાથી બચાવશે. નેગેટિવ: કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહો. પોતાના અસૂલો અને સિદ્ધાંતો સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી ન કરો. આ સમયે નકામા ખર્ચાઓ પણ સામે આવી શકે છે. માનસિક સુકૂન મેળવવા માટે કોઈ એકાંત અથવા ધાર્મિક સ્થળે થોડો સમય ચોક્કસ વિતાવો. વ્યવસાય: કારોબારી દ્રષ્ટિએ ગ્રહ સ્થિતિમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. મંદી હોવા છતાં કારોબારમાં લાભદાયી સ્થિતિઓ રહેશે. પરંતુ સહકર્મી ઈર્ષ્યા અને બળતરાની ભાવનાથી તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી શકે છે. ઓફિશિયલ યાત્રા શક્ય છે. લવ: પતિ-પત્નીના સંબંધોમાં નિકટતા અને યોગ્ય તાલમેલ બનેલો રહેશે તથા ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહેશે. સ્વાસ્થ્ય: ગળામાં દુખાવો અથવા ઈન્ફેક્શનની સમસ્યા વધી શકે છે. લાપરવાહી ન કરો તથા યોગ્ય સારવાર લો. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: પોતાના દરેક કામને વ્યાવહારિક રીતે સંપન્ન કરવાનો પ્રયાસ કરો, કારણ કે ભાવુકતામાં નિર્ણયો ખોટા પણ હોઈ શકે છે. કોઈ લાભદાયી સમાચાર મળશે અને તમને નવી સંભાવનાઓ પ્રાપ્ત થશે. પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. સ્થાન પરિવર્તન સંબંધી યોજનાઓ પર પણ વિચાર થશે. નેગેટિવ: ક્યારેક કેટલીક જૂની નકારાત્મક વાતો હાવી થવાથી તમારા મનોબળ ઓછું થઈ શકે છે. વર્તમાન સ્થિતિ પર જ ફોકસ રહે. તમારો સ્વભાવ પોઝિટિવ બનાવી રાખો. સાથે જ નજીકના સંબંધીઓ સાથે સંબંધો મધુર બનાવી રાખો. વ્યવસાય: આજે વ્યાવસાયિક દ્રષ્ટિએ સમય સામાન્ય જ રહેશે. વ્યવસાય અથવા નોકરીથી સંકળાયેલો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન લો, કારણ કે આના કોઈ બહેતર પરિણામો મળવાના નથી. ભાગીદારીના વ્યવસાયમાં નફાકારક સ્થિતિઓ રહેશે. પિતા કે પિતાતુલ્ય વ્યક્તિનું માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે. લવ: ઘરનો માહોલ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. જૂના મિત્રના મળવાથી જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્ય: તળેલા અને ભારે ખાવાપીવાના લીધે લિવરમાં કોઈ પરેશાની અનુભવાઈ શકે છે. આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 4 પોઝિટિવ: થોડો સમય પોતાની મનપસંદ પ્રવૃત્તિઓ માટે પણ ચોક્કસ વિતાવો, આનાથી તમારી પ્રતિભા અને છબીમાં વધુ નિખાર આવશે. ઘરની સુખ-સુવિધા સંબંધી વસ્તુઓની ખરીદી થશે તથા વરિષ્ઠ લોકોનો પણ સહયોગ રહેશે. નેગેટિવ: નકામા કાર્યોમાં ખર્ચ વધશે. ક્યારેક ગુસ્સો અને જિદ્દ જેવી નકારાત્મક વાતોના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત પણ થઈ શકે છે. જમીન-જાયદાત સંબંધી કોઈ મામલા ચાલી રહ્યા હોય તો વધુ ગૂંચવાઈ શકે છે. કોઈ અનુભવી વ્યક્તિ સાથે સલાહ-મસલત કરો. વ્યવસાય: કારોબારી વ્યવસ્થામાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવશે, કોઈ અનુભવી વ્યક્તિનો સહયોગ તમને મદદ કરશે. કોઈ પણ નવા કામની શરૂઆત કરવા માટે સમય અત્યારે અનુકૂળ નથી. યુવાનોને પોતાના કોઈ પ્રયાસની યોગ્ય સફળતા મળવાથી રાહત મળશે. લવ: પારિવારિક સભ્યો વચ્ચે સામંજસ્ય બનાવવામાં કેટલીક પરેશાનીઓ આવશે. બહેતર રહેશે કે શાંતિપૂર્ણ રીતે પરિસ્થિતિઓને ઉકેલો. સ્વાસ્થ્ય: તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિમાંથી રાહત મેળવવા માટે મેડિટેશન કરો તથા થોડો સમય પ્રકૃતિ સાથે પણ વિતાવો. લકી કલર: ઘેરો પીળો લકી નંબર: 9 પોઝિટિવ: સુખદ સ્થિતિ છે. છેલ્લા કેટલાક સમયથી જે લાંબા ગાળાની યોજનાઓ બની રહી છે, તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય આવી ગયો છે. થોડો સમય કળાત્મક અને મનોરંજન સંબંધી કાર્યોમાં પણ વિતાવવાથી સુકૂન મળશે અને તાજગી અનુભવશો. નેગેટિવ: લેવડ-દેવડ સંબંધી મામલાઓમાં કેટલીક ગૂંચવણો અને સમસ્યાઓ આવી શકે છે. પરંતુ સમય રહેતા તમે ઉકેલી પણ લેશો. માત્ર તમારા હરીફો અને વિરોધીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખો. યુવા વર્ગ પોતાના લક્ષ્યને હાસલ કરવામાં આળસ ન કરે, આ સમય ખૂબ જ મહેનતનો છે. વ્યવસાય: આજે કેટલાક નવા વ્યાવસાયિક કરાર પ્રાપ્ત થશે, જે ખૂબ જ નફાકારક પણ રહેશે. પરંતુ આ દરમિયાન કોઈ પણ કાગળ કે દસ્તાવેજ પર વાંચ્યા વગર સહી ન કરો. તમે કામમાં બદલાવ સંબંધી જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા મળવાના પૂરા યોગ બનેલા છે. લવ: મહેમાનોના આવવાથી ઘરમાં ઉત્સવભર્યું વાતાવરણ રહેશે. પતિ-પત્ની વચ્ચે વ્યવસ્થાને લઈને થોડી ખટપટ થઈ શકે છે. સ્વાસ્થ્ય: કાર્યભારના લીધે થાક હાવી થશે, જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે. તેથી થોડો સમય પોતાના આરામ અને સુકૂન માટે પણ કાઢવો જરૂરી છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી બનશે તથા કોઈ રોકાણ સંબંધી મહત્વપૂર્ણ યોજના પણ બનાવશો. પિતા કે પિતા સમાન કોઈ વ્યક્તિનો સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. નેગેટિવ: ખાસ કરીને તમારા પિતરાઈ ભાઈ-બહેનો સાથેના સંબંધોને ખૂબ વધારે સંભાળવાની જરૂર છે, નહિતર વિવાદ વધી શકે છે. આનાથી પોતાનું જ નુકસાન થશે તથા સમય વેડફાશે. વાલીઓ પોતાના બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર બનાવી રાખે તથા તેમની વાતો ધ્યાનપૂર્વક સાંભળે. વ્યવસાય: તમારી વ્યાવસાયિક જાહેરાત કરવામાં વધુ ધ્યાન આપો. આ સમયે કોઈ પ્રોજેક્ટને લઈને ખૂબ વધારે રોકાણ થવાની સંભાવના છે. પેમેન્ટ સંબંધી લેવડ-દેવડ કરતી વખતે સાવચેતી રાખો. સરકારી નોકરીમાં તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ કરવું પડી શકે છે. લવ: જીવનસાથી સાથે સંબંધો ખુશહાલ રહેશે તથા મિત્રો સાથે મેળ-મિલાપ પણ પ્રસન્નતા આપશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, તેથી કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. માત્ર વર્તમાન હવામાન અને પ્રદૂષણથી પોતાનો બચાવ રાખો. લકી કલર: વાદળી લકી નંબર: 7 પોઝિટિવ: ઉત્તમ ગ્રહ સ્થિતિ બનેલી છે. તમે તમારી જવાબદારીઓ ખૂબ જ સરસ રીતે નિભાવશો. પરિવાર સાથે ઓનલાઈન શોપિંગ અને મનોરંજનમાં મસ્તીભર્યો સમય પસાર થશે. આજે કોઈ રાજકીય સંપર્ક દ્વારા તમને ફાયદો થઈ શકે છે. સમયનો યોગ્ય સદુપયોગ કરો. નેગેટિવ: નાની-મોટી વાતો અથવા વિવાદોમાં ગૂંચવાવું યોગ્ય નથી. વ્યવહારમાં સ્થિરતા લાવો. વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટમાં નિષ્ફળતા મળવાથી તણાવ રહેશે. હિંમત ન હારો અને ફરીથી પ્રયાસ કરો. નકામી અવરજવરથી પરહેજ રાખો. વ્યવસાય: વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. કર્મચારીઓ પાસે કામ લેતી વખતે પૂરૂં ધ્યાન રાખો, કારણ કે નાની એવી લાપરવાહી નુકસાન આપી શકે છે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર સહયોગીઓ સાથે કોઈ સમસ્યા આવશે. લવ: જીવનસાથી તથા પરિવારજનોનો તમારા પ્રત્યે સ્નેહ અને સહયોગ બનેલો રહેશે. પ્રેમ સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે. સ્વાસ્થ્ય: થાક અને નકારાત્મક વિચારો ઊઠવાના કારણે તમારી કાર્યક્ષમતા પર આની અસર પડશે. થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં પણ વિતાવો, આનાથી સુકૂન મળશે. લકી કલર: વાદળી લકી નંબર: 2 પોઝિટિવ: કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પરેશાનીમાંથી આજે કંઈક ઉકેલ મળશે. તમારો સકારાત્મક દ્રષ્ટિકોણ તમને કોઈ પણ પરિસ્થિતિમાં સામંજસ્ય રાખવામાં મદદ કરશે. બાળકોનું ધ્યાન પણ પોતાના અભ્યાસ તરફ લાગેલું રહેશે. કોઈ યાત્રાનો પ્રોગ્રામ કેન્સલ થવાથી રાહત મળશે. નેગેટિવ: અનાવશ્યક આજે કેટલાક એવા ખર્ચાઓ સામે આવશે કે જેના પર કાપ મૂકવો પણ શક્ય નહીં હોય. ગુસ્સો અને જિદ્દ જેવા નકારાત્મક સ્વભાવ પર કાબૂ રાખો. આના લીધે અનેક બનતા કામ બગડી પણ શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના પ્રોજેક્ટને લઈને પરેશાન રહેશે. વ્યવસાય: કાર્યક્ષેત્ર પર બહારના લોકોની દખલગીરીથી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી તમારી દેખરેખ અત્યંત આવશ્યક છે. બહેતર રહેશે કે તમારી નીતિઓમાં કેટલાક પરિવર્તન લાવો. નોકરીયાત લોકો પણ કોઈ ને કોઈ સમસ્યાના કારણે પરેશાન રહેશે. લવ: ઘર-પરિવાર માટે સમય કાઢવો ઘરના વાતાવરણને ખુશહાલ રાખશે. પ્રેમ પ્રસંગોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય: ઉધરસ, શરદી તથા ગળા સાથે સંકળાયેલી કોઈ પણ તકલીફને નજરઅંદાજ ન કરો. ચેકઅપ કરાવો અને તરત જ સારવાર લો. લકી કલર: પીળો લકી નંબર: 5 પોઝિટિવ: પોતાની કોઈ યોજનાને અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે. કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓનો ઉકેલ આવશે તથા તમે તણાવમુક્ત અનુભવશો. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં લાગેલું રહેશે. કોઈ ધાર્મિક યાત્રા સંબંધી પ્લાન પણ બની શકે છે. નેગેટિવ: મિત્રો તથા મોજ-મસ્તીમાં વ્યસ્ત ન રહો. તમારી લાપરવાહીના લીધે ઘરમાં કેટલીક અડચણો ઊભી થઈ શકે છે. આની નકારાત્મક અસર પરસ્પર સંબંધો પર પડશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઈને વધુ ગંભીર બને. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા બનેલી રહેશે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓને લઈને કોઈની સાથે મનદુઃખ ચાલી રહ્યું હોય, તો આજે તેને ઉકેલવાનો યોગ્ય સમય છે. નોકરીયાત વ્યક્તિ પોતાના કાર્યો પ્રત્યે કોઈ પણ પ્રકારની લાપરવાહી ન કરે. લવ: પરિવારજનો પરસ્પર સામંજસ્ય મધુર બનાવી રાખવાથી ઘરમાં માહોલ ખુશહાલ બનેલો રહેશે. પ્રેમ સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય: તણાવ અને થાકના કારણોથી દૂર રહો. થોડીક સાવચેતી રાખવી તમને શાંતિ અને માનસિક રીતે સ્વસ્થ રાખશે. લકી કલર: સફેદ લકી નંબર: 1 પોઝિટિવ: કોઈ અંગત સમસ્યા ઉકેલાવાથી તમે તણાવમુક્ત અનુભવશો તથા કોઈ પણ લક્ષ્યને તમારા પરિશ્રમ દ્વારા હાસલ કરવામાં સમર્થ રહેશો. કોઈ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ: વિચાર્યા-સમજ્યા વગર ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લો. તમારી માનસિક સ્થિતિને સકારાત્મક બનાવવાનો પ્રયાસ કરો. યુવા વર્ગ પોતાના અભ્યાસ કે કરિયર સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી ન કરે, નહિતર ભવિષ્યમાં આનું નકારાત્મક પરિણામ આવી શકે છે. વ્યવસાય: પરિસ્થિતિઓ વધુ અનુકૂળ નથી. વ્યવસાય સંબંધી સ્પર્ધામાં તમારે ખૂબ વધારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સમયે દરેક પ્રવૃત્તિ પર તીક્ષ્ણ નજર રાખવી આવશ્યક છે. તમારી સૂઝબૂઝ અને યોગ્ય નિર્ણય તમને મોટા ભાગે સમસ્યામાંથી મુક્ત રાખશે. લવ: પારિવારિક માહોલ સુખદ બનેલો રહેશે. લગ્નેતર સંબંધોનો ખુલાસો થઈ શકે છે તેથી આવી પ્રવૃત્તિઓથી દૂર રહો. સ્વાસ્થ્ય: સંતુલિત દિનચર્યા તથા ખાન-પાનનું ધ્યાન રાખવાથી તમે પોતાને ઊર્જા અને સ્ફૂર્તિથી ભરપૂર અનુભવશો. વાતાવરણની અસરથી પોતાનો બચાવ રાખો. લકી કલર: બદામી લકી નંબર: 5 પોઝિટિવ: દિવસનો મોટા ભાગનો સમય ઘરની દેખરેખ અને વ્યવસ્થા બહેતર બનાવવામાં પસાર થશે. સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ ખાસ કરીને લાભદાયી છે. ઘર સિવાય અન્ય કાર્યોમાં પણ તેમનું યોગદાન રહેશે. વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને કોઈ ખુશખબરી મળી શકે છે. નેગેટિવ: નાની-મોટી મુશ્કેલીઓ આવવા પર તણાવ લેવાને બદલે તેમનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં વિતાવો અને મેડિટેશન પર પણ ધ્યાન આપો. યુવા વર્ગ નકામી મોજ-મસ્તીમાં સમય ન બગાડીને પોતાના ભવિષ્ય પ્રત્યે સચેત રહે. વ્યવસાય: વ્યાવસાયિક દ્રષ્ટિએ ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ બનેલી છે. પોતાની યોજનાઓને અમલમાં મૂકવાનો અનુકૂળ સમય છે. તમારા વ્યાવસાયિક સંપર્કોને મજબૂત કરો. આ સમયે લાભદાયી પરિસ્થિતિઓ બનેલી છે. ઓફિસમાં કોઈ સહયોગી સાથે મતભેદ થઈ શકે છે. લવ: ઘરમાં સુખદ અને શિસ્તબદ્ધ માહોલ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધુ વધશે. સ્વાસ્થ્ય: માઈગ્રેન અને સર્વાઈકલની સમસ્યા વધવાથી દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહેશે. યોગ, કસરતને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: તમારી કોઈ યોગ્યતાના કારણે લોકો પ્રભાવિત થશે, જેનાથી તમે તમારામાં મનોબળ અને સ્ફૂર્તિ અનુભવશો. દૂરના સંપર્કો મજબૂત થશે. જો કોઈ સરકારી મામલો અટકેલો હોય, તો તેને ઉકેલવાનો અનુકૂળ સમય છે. નેગેટિવ: કંઈક ને કંઈક પડકારો પણ રહેશે. કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આવવા પર ગભરાઓ નહીં અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. સાથે જ વાણી અને ગુસ્સા પર પણ નિયંત્રણ રાખો, કારણ કે કોઈ મિત્ર અથવા પડોશી સાથે વાદ-વિવાદ થવા જેવી આશંકા લાગી રહી છે. વ્યવસાય: તમારા સહયોગથી વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં સુધારો આવશે. કર્મચારીઓ અને સહયોગીઓ સાથે સારા સંબંધો રાખવા તેમની કાર્યક્ષમતાને વધુ વધારશે. નોકરીયાત લોકો પર ટાર્ગેટ પૂરો કરવાનું દબાણ બનેલું રહેશે. લવ: વૈવાહિક સંબંધોમાં થોડો તણાવ રહેશે. શાંતિથી કામ લો, કારણ કે સમસ્યાઓ વધુ વધી શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા બનેલી રહેશે. સ્વાસ્થ્ય: માથાનો દુખાવો, માઈગ્રેન જેવી સમસ્યાથી બચવા માટે ગેસ, વાયુ કરનારી વસ્તુઓનું સેવન ન કરો. મોર્નિંગ વોક ચોક્કસ કરો. લકી કલર: લાલ લકી નંબર: 4
    Click here to Read More
    Previous Article
    21 ઓક્ટોબરનું અંકફળ:અંક 1ના જાતકોની આવકમાં વધારો થશે, અંક 4ના લોકોને વેપારમાં મોટો ફાયદો થશે
    Next Article
    બે સ્થળોએ પરંપરાગત રાવણ દહન:કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, મંત્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સહિતના મહાનુભાવો ઉપસ્થિતમાં રાવણ દહન યોજાયું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment