Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પોહદેરિયા પરિવારે સિકોતર માતાજીનો હવન કર્યો:કોર્પોરેટર સાધનાબેન પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા, રાત્રે સધી માતાના પાઠ યોજાશે

    8 hours ago

    પાટણના મોટીસરાઈ વિસ્તારમાં પોહદેરિયા પરિવારે ધાર્મિક કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમ ગણેશાય નમઃ, કૂળદેવી વેરાઈ માતા, સધી માતા, ગણનમાં અને મોરપીયાવીર દાદાના આશીર્વાદ સાથે યોજાયો. આ પ્રસંગ પોહદેરિયા પરિવારના વડીલ સ્વર્ગસ્થ મગનભાઈ સોમાભાઈ સોલંકીની યાદમાં યોજાયો. ધનજીભાઈ, કમળાબેન, ગિરીશભાઈ અને ભાવનાબેન સોલંકી પરિવારે દીકરા પંથની માનતા પૂરી કરવા આયોજન કર્યું. મંગળવારે જૂના મંદિરે મોટીસરા ખાતે સિકોતર માતાજીનો હવન થયો. હવન પછી બપોરે ભક્તો અને સ્નેહીજનો માટે ભોજનપ્રસાદનું આયોજન કરાયું. આ પ્રસંગમાં પાટણના વોર્ડ નંબર ૩ ના કોર્પોરેટર સાધનાબેન પરમાર અને સામાજિક આગેવાન જગદીશભાઈ પરમાર હાજર રહ્યા. તેમણે હવનમાં આહૂતિ આપી દર્શન કર્યા, આશીર્વાદ લીધા અને પરિવારને શુભકામનાઓ આપી. આજે રાત્રે ૮:૦૦ વાગ્યે વેરાઈ કૃપા સોસાયટી, અઘારા દરવાજા પાસે આવેલા નિવાસસ્થાને સધી માતાના પાઠનું આયોજન કરાયું. પોહદેરિયા સોલંકી પરિવારે બધાને પાઠમાં હાજર રહી ભક્તિનો લાભ લેવા કહ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 80 ફૂટ અને મહેમદાવાદમાં 61 ફૂટના રાવણનું દહન કરાશે:અમદાવાદમાં ડાયરો સાંભળવા ભાજપ નેતાનો જમાવડો, ડુમસમાં 55 ફૂટનો રોબોટિક રાવણ જોવા લોકોની ભીડ
    Next Article
    મહીસાગરમાં દશેરા પર્વે પોલીસ અધિક્ષકે શસ્ત્રપૂજન કર્યું:પરંપરાગત કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment