Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં વિજયાદશમીએ રાજપૂત સમાજે કર્યું શસ્ત્રપૂજન:પરંપરાગત રીતે યોજાયેલા કાર્યક્રમમાં યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા

    1 day ago

    લાલપુરમાં વિજયાદશમીના પાવન પર્વ પર લાલપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌપ્રથમ, હલારના વીર યોદ્ધા પૂજ્ય ભાણજીબાપુ દલની પ્રતિમા પાસે સૌ એકઠા થયા હતા. ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજ, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર દેવાયત બોદર અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. 'જય ભવાની', 'જય માતાજી' અને 'ભાણજીબાપુ અમર રહો'ના નારા સાથે સરઘસ રાજપૂત સમાજ ભવન પહોંચ્યું હતું. અહીં વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરાયું હતું. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌએ દશેરાના પ્રસાદ રૂપે જલેબી અને ગાંઠિયાનો સ્વાદ માણ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ડમ્પરની અડફેટે યુવતીનું મોત:વડોદરાના અટલ બ્રિજ પર ડમ્પરનું તોતિંગ પૈડું યુવતી પર ફરી વળ્યું, લોહીના ખાબોચિયા ભરાયા, કમકમાટીભર્યું મોત, પોલીસે આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી
    Next Article
    Firing At Tiger Shroff Spotlights Multifaceted Bollywood-Underworld Equation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment