Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમ્પરની અડફેટે યુવતીનું મોત:વડોદરાના અટલ બ્રિજ પર ડમ્પરનું તોતિંગ પૈડું યુવતી પર ફરી વળ્યું, લોહીના ખાબોચિયા ભરાયા, કમકમાટીભર્યું મોત, પોલીસે આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી

    1 day ago

    વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ વચ્ચે અટલ બ્રિજ પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વડીવાડી ફાયર સ્ટેશન પાસે અટલ બ્રિજ પરથી ટુ વ્હીલર લઈને પસાર થઈ રહેલી યુવતીને ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી. જેમાં ડમ્પરનું પાછળનું તોતિંગ પૈડું યુવતી પર ફરી વળ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ગોરવા પોલીસ અને મૃતક યુવતીના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવતીના મૃતદેહને જોઈ પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. ગોરવા પોલીસે ડમ્પર કબજે કરી ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના અટલ બ્રિજ પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. વડીવાડી ફાયર સ્ટેશન પાસે બ્રિજ પરથી ટુ વ્હીલર લઈને પસાર થઈ રહેલી યુવતીને ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ડમ્પરનું પાછળનું તોતિંગ પૈડું યુવતી પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં મૃતક યુવતી હેતવી જીતેન્દ્ર માંડગે દિવાળીપુરા વિસ્તારમાં આવેલા હાથીભાઈનગર, મારુતિધામમાં રહેતી હતી. અકસ્માતની જાણ થતાં ગોરવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બીજી તરફ, યુવતીના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોએ હેતવીનો મૃતદેહ જોઈને હૈયાફાટ આક્રંદ કરતાં સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્મતમાં યુવતીનું મોત થતા ગોરવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળની નંબર પ્લેટ ન હોવાનું પણ સામે આવ્યું હતું. ગોરવા પોલીસે ડમ્પર ચાલક દિવ્યાશકુમાર મહેન્દ્રભાઈ ચૌહાણ (ઉંમર 28 વર્ષ, રહે. પટેલ ફળિયું, હરિપુરા ગામ, તા.જી. વડોદરા)ને ઝડપી પાડ્યો છે. વડોદરા શહેરમાં ભારે વાહનોની અવરજવર અને ડમ્પરોની બેફામ હેરફેરને લઈને ફરી સવાલો ઊભા થયા છે. શહેરમાં ભારે વાહનોની અવરજવર દરમિયાન અકસ્માતોની ઘટનાઓ બનતી રહેતી હોવા છતાં ટ્રાફિક વ્યવસ્થાપન અને નિયમોના પાલન અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. અટલ બ્રિજ પર બનેલી આ દુઃખદ ઘટનાએ ભારે વાહનોની સુરક્ષિત અવરજવર, વાહનોની નંબર પ્લેટ અને ટ્રાફિક નિયમોના અમલ અંગે ફરી ચર્ચા જગાવી છે. હવે વડોદરા પોલીસ દ્વારા આ મામલે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    રૂપાલની પલ્લી નીજ મંદિરે પરત ફરી:વરદાયિની માતાને 45 કરોડના ઘીનો અભિષેક, રસ્તાઓ પર ઘીની નદી વહી, લોકોએ વાસણો ભર્યા; 15 લાખ શ્રદ્ધાળુ ઉમટ્યા
    Next Article
    લાલપુરમાં વિજયાદશમીએ રાજપૂત સમાજે કર્યું શસ્ત્રપૂજન:પરંપરાગત રીતે યોજાયેલા કાર્યક્રમમાં યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment