Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં દશેરાએ ભગવાન પદ્મનાભજીની જ્યોત સ્વરૂપે રવાડી નીકળી:મંદિર પરિસરમાં પલ્લી ભરાઈ, નવા મહંતોએ પદભાર સંભાળ્યો

    1 day ago

    આસો સુદ દશમ મંગળવારે દશેરાના પવિત્ર દિવસે પાટણમાં પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની જ્યોત સ્વરૂપે રવાડી કાઢવામાં આવી હતી. વર્ષોની પરંપરા મુજબ ભગવાન સન્મુખ પલ્લી પણ ભરવામાં આવી હતી. મહંતોએ પૂજા-અર્ચના અને કીર્તન સાથે રવાડીની જ્યોત પ્રગટાવી હતી. અબીલ-ગુલાલના છંટકાવ સાથે ભગવાનના ગુણગાન ગાતા જ્યોત સ્વરૂપ રવાડીને મંદિર પરિસરની પરિક્રમા કરાવવામાં આવી હતી. ગણપતિજીના ક્યારે આરતી સાથે આ વિધિ પૂરી થઈ હતી. રવાડીની પરિક્રમામાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો જોડાયા હતા. ત્યારબાદ નવરાત્રીમાં બેઠેલા દંપતીઓની હાજરીમાં ભગવાન શ્રી પદ્મનાભજીની પલ્લી ભરવામાં આવી. આ પ્રસંગે પદ્મનાભ ભગવાનની પૂજા કરતા થડાના નવા મહંતોએ વિધિસર પોતાનું પદ ગ્રહણ કર્યું હતું. આ ધાર્મિક પ્રસંગોને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, ટ્રસ્ટી મંડળ અને હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણના ખરાદીવાડામાં 70 વર્ષથી યોજાતા શેરી ગરબામાં ખેલૈયાઓએ ધૂમ મચાવી:પ્રોત્સાહન માટે સદગૃહસ્થ પરિવારે ઈનામો સાથે લ્હાણીનું વિતરણ કર્યું
    Next Article
    પાટણમાં ફૂડ વિભાગે 18 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો:દશેરા પહેલા 28 પેઢીઓમાં તપાસ, 42 સેમ્પલ લેવાયા; 2 વેપારીઓને નોટિસ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment