Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના મોટીસરાયમાં નવરાત્રી મહોત્સવમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું:સરકારી નોકરી મેળવનાર કર્મચારીઓ અને ડોક્ટરોનું પણ અભિવાદન કરાયું

    2 days ago

    પાટણના મોટીસરાય યુવક મંડળ દ્વારા ચબુતરા ચોક ખાતે નવરાત્રી ગરબા મહોત્સવ યોજાયો. નવ દિવસ સંગીત સાથે ગરબાની રમઝટ બોલી. મહોલ્લા અને આસપાસના બહેનો, બાળકો, ભાવિકોએ મોટી સંખ્યામાં ગરબે રમવાનો લાભ લીધો. દરરોજ આરતી અને લ્હાણીનું વિતરણ પણ કરાયું. આસો સુદ આઠમે, જિલ્લા ક્ષય અધિકારી ડો. દેવેન્દ્ર એન. પરમારની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો. ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ પણ ખાસ હાજર રહ્યા. મોટીસરાય મહોલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ, મેડિકલ અને સરકારી નોકરીઓમાં સફળ થયેલા કર્મચારીઓનું સન્માન કરાયું. ડો. પરમાર અને ડૉ. પટેલના હસ્તે શાલ ઓઢાડીને તેમનું અભિવાદન કરાયું. પશુપાલન વિભાગના ડો. યોગરાજ સોલંકી, કાયદા અધિકારી મનોજ પરમાર, સંજય પરમાર અને દિપક પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા. યુવક મંડળ અને રહીશોએ સાથે મળીને સુંદર આયોજન કર્યું, જેનાથી બહેનોને શેરી ગરબાનો લાભ મળ્યો.
    Click here to Read More
    Previous Article
    લીંબડીમાં જામનગરના યુવકોનો અનોખો મશાલ રાસ:સળગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમ્યા, આધુનિક ગરબાના યુગમાં પણ પરંપરાગત કલાનું આકર્ષણ યથાવત
    Next Article
    અઢી વર્ષના બાળકનું માથું 4 કલાક સુધી તપેલીમાં ફસાયેલું રહ્યું:હોસ્પિટલમાં પણ નિષ્ફળતા મળતાં આખરે ફાયર ટીમે 20 મિનિટ કટર ચલાવી બહાર કાઢ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment