Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-બાન્દ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને ચોરવાડ રોડ સ્ટેશન પર સ્ટોપેજ:પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો પશ્ચિમ રેલવેનો નિર્ણય, મુસાફરોને મળશે વધુ સુવિધા

    17 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ રોડ રેલવે સ્ટેશનના મુસાફરો માટે રાહતના સમાચાર છે. પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ-બાન્દ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને ચોરવાડ રોડ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્થાનિક નાગરિકોને વધુ સારી રેલવે કનેક્ટિવિટી મળશે અને મુસાફરી વધુ સરળ બનશે. સક્ષમ સત્તાધિકારીની મંજૂરી બાદ ભાવનગર રેલવે મંડળ દ્વારા આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. 21 ઓક્ટોબરથી બંને દિશામાં અલગ-અલગ તારીખે સ્ટોપેજ ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આપેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 19218 વેરાવળ-બાન્દ્રા સૌરાષ્ટ્ર જનતા દૈનિક એક્સપ્રેસ 21 ઓક્ટોબર, 2026થી ચોરવાડ રોડ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેન ચોરવાડ રોડ સ્ટેશન પર બપોરે 12:15 વાગ્યે પહોંચશે અને 12:16 વાગ્યે પ્રસ્થાન કરશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19217 બાન્દ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા દૈનિક એક્સપ્રેસ 22 ઓક્ટોબર, 2026થી ચોરવાડ રોડ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેન સવારે 5:49 વાગ્યે સ્ટેશન પર પહોંચશે અને 5:50 વાગ્યે રવાના થશે. બંને ટ્રેનોને પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. સ્થાનિક નાગરિકોની અવરજવર વધુ સરળ બનશે મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું હતું કે ચોરવાડ રોડ સ્ટેશન પર આ સ્ટોપેજ શરૂ થવાથી આસપાસના વિસ્તારના મુસાફરોને વધુ સુવિધા મળશે. સ્થાનિક નાગરિકોને રેલવે દ્વારા મુસાફરી કરવા માટે વધુ સારો વિકલ્પ ઉપલબ્ધ થશે, જેના કારણે અવરજવર સરળ બનશે. સાથે જ, આ વિસ્તારની રેલવે કનેક્ટિવિટી મજબૂત થવાથી પ્રાદેશિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. રેલવે સુવિધાઓના વિસ્તરણ પર ભાર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની જરૂરિયાતો અને જન અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને રેલવે સેવાઓના વિસ્તરણ તથા મુસાફર સુવિધાઓમાં સુધારા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચોરવાડ રોડ સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને સ્ટોપેજ આપવાનો નિર્ણય પણ આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. આ વ્યવસ્થાથી સ્થાનિક મુસાફરોને લાભ મળવાની સાથે સુરક્ષિત, સરળ અને સુવિધાજનક રેલવે મુસાફરીને પ્રોત્સાહન મળશે.
    Click here to Read More
    Previous Article
    સૌને સાથે લઈને ચાલે, એવો વિકાસ જોઈએ:RSSના દશેરા કાર્યક્રમમાં ભાગવતે કહ્યું-વિવિધતાનું સન્માન કરો, સમયની સાથે બદલાવું જરૂરી
    Next Article
    Dia Mirza Says She Wants To Reunite With R Madhavan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment