Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારનું રાશિફળ:મિથુન રાશિની મહિલાઓને આજે મોજે દરિયા, વૃશ્ચિક-કુંભ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ

    11 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 20 ઓક્ટોબર 2026, મંગળવારના રોજ આસો સુદ દશમ (દશેરા) છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ બપોરે 03:15થી 04:40 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: વરિષ્ઠ તથા અન્ય અનુભવી લોકોનું માર્ગદર્શન અને સાનિધ્ય મળશે અને સમસ્યાઓના યોગ્ય ઉકેલ પણ મળશે. તમને તમારી કાર્યકુશળતા દ્વારા અપેક્ષા કરતાં વધુ લાભ થવાનો છે, તેથી પોતાના કાર્યોમાં પૂરી રીતે ફોકસ રહો. નેગેટિવ: ઘરમાં કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. હોસ્પિટલ વગેરેના પણ ચક્કર લગાવા પડી શકે છે. ધ્યાન રાખો કે ઘરમાં વધુ પડતી ડિસિપ્લિન બનાવી રાખવી એ પારિવારિક લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે. આર્થિક રોકાણ વિચારી-સમજીને કરો. વ્યવસાય: વ્યવસાયમાં બહારની પાર્ટીઓ તરફથી તમને વ્યાવસાયિક ઓર્ડર મળી શકે છે, જે લાભદાયી સાબિત થશે. પરંતુ કોઈની વાતોમાં આવ્યા વગર પોતાની યોગ્યતા પર જ વિશ્વાસ રાખો. ઓફિશિયલ મામલાઓમાં કેટલીક અડચણો આવી શકે છે, તેથી પોતાની ફાઈલો અને પેપર્સ સુવ્યવસ્થિત રાખો. લવ: દાંપત્ય જીવનમાં પ્રેમ અને સામંજસ્ય જળવાઈ રહેશે. પ્રેમ પ્રસંગોમાં પણ ગાઢતા આવશે. સ્વાસ્થ્ય: વધુ પડતા ગરિષ્ઠ અને તળેલા ખાવાના લીધે લીવર પર દબાણ પડી શકે છે. દિનચર્યાને વ્યવસ્થિત રાખો. લકી કલર: જાંબલી લકી નંબર: 4 પોઝિટિવ: આજે અચાનક કોઈ ગૂંચવાયેલું કામ બની જશે. પ્રોપર્ટીની ખરીદ-વેચાણ સંબંધી કામ થવાની સંભાવના છે. તમારું આશાવાદી અને ખુશમિજાજ વ્યક્તિત્વ તમારી પ્રગતિમાં સહાયક બનશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં વધુ નિકટતા આવશે. નેગેટિવ: કોઈ પડકાર આવવાથી તમારું મનોબળ પડવા ન દો તથા તેનો સામનો કરો. બાળકોની કોઈ નકારાત્મક પ્રવૃત્તિની ખબર પડવાથી તમે તણાવ અને બેચેની અનુભવશો. આ સમયે માનસિક સુકૂન મેળવવા માટે કોઈ એકાંત અથવા આધ્યાત્મિક સ્થળે ચોક્કસ જાવ. વ્યવસાય: પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિઓની ગુપ્તતા જાળવવી જરૂરી છે. આ સમયે તમારી મહેનત મુજબ બહેતર પરિણામો પ્રાપ્ત થશે. જે કામ હાથમાં લેશો તેમાં સફળતા નિશ્ચિત છે. ઓફિસમાં આંતરિક રાજકારણના લીધે પરેશાની થઈ શકે છે. લવ: દાંપત્ય સંબંધમાં યોગ્ય તાલમેલ અને મધુરતા રહેશે. કોઈ સંબંધીને ત્યાં સમારંભ વગેરેમાં સામેલ થવાનું નિમંત્રણ મળશે. સ્વાસ્થ્ય: મનપસંદ રીતે દિનચર્યા વિતાવવાથી શારીરિક અને માનસિક ઊર્જા તથા સ્ફૂર્તિ બનેલી રહેશે. તમે સ્વસ્થ અનુભવશો. લકી કલર: લાલ લકી નંબર: 1 પોઝિટિવ: નવી યોજનાઓ બનશે, જે લાભદાયી પણ રહેશે. ખાસ કરીને મહિલાઓ માટે આજનો દિવસ સિદ્ધિઓથી ભરેલો રહેશે તથા પારિવારિક અને વ્યાવસાયિક બંને જગ્યાએ યોગ્ય સામંજસ્ય જળવાઈ રહેશે. નેગેટિવ: થોડો સમય આત્મમનનમાં પણ વિતાવો તથા ધીરજ અને સંયમ બનાવી રાખો. ક્યારેક તમે બીજાની વાતોમાં આવીને તમારું નુકસાન પણ કરી શકો છો. સ્વયં પર ભરોસો રાખવો જરૂરી છે. મોટા ભાગે ખર્ચાઓ પર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. વ્યવસાય: કાર્યસ્થળ પર ચાલી રહેલી કોઈ પણ પ્રવૃત્તિને નજરઅંદાજ ન કરો. પોતાની યોજનાઓને ગુપ્ત જ રાખો, નહિતર કોઈ કર્મચારી જ આનો અયોગ્ય ફાયદો ઉઠાવી શકે છે. કેટલાક નવા ઓર્ડર મળવાની પણ યોગ્ય સંભાવના છે. લવ: પતિ-પત્નીના પરસ્પર સંબંધોમાં મધુરતા વધશે. બંનેનું એકબીજાની ભાવનાઓને મહત્વ આપવું સંબંધોને વધુ મજબૂત કરશે. નકામા પ્રેમ સંબંધોમાં સમય ન બગાડો. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ અત્યારે વર્તમાન વાતાવરણના લીધે લાપરવાહી કરવી પણ યોગ્ય નથી. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 4 પોઝિટિવ: પારિવારિક કોઈ મુદ્દો ઉકેલાવાથી રાહત મળશે. પરંતુ વાતચીત કરતી વખતે પોતાના સ્વભાવમાં પરિપક્વતા જાળવી રાખો, આનાથી તમને નવા અનુભવો પણ મળશે. મીડિયા અથવા સંપર્ક સૂત્રોના માધ્યમથી કોઈ વિશેષ માહિતી મળશે, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. નેગેટિવ: બીજાની અંગત બાબતોમાં દખલગીરી કરવાથી તમારા માટે પણ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ બની શકે છે. બહેતર રહેશે કે પોતાને પોતાના કાર્યોમાં જ વ્યસ્ત રાખો. મનમાં કંઈક અણબનાવ બનવાની આશંકાનો ભય બનેલો રહેશે. સકારાત્મક રહેવું ખૂબ જ જરૂરી છે. વ્યવસાય: કાર્યસ્થળ પર તમારી હાજરી અનિવાર્ય રાખો તથા તમારી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વિશે કોઈની પણ સમક્ષ તમારી યોજનાઓ શેર ન કરો, કારણ કે તમારી યોજનાઓનો કોઈ અયોગ્ય ફાયદો ઉઠાવી શકે છે. વર્કિંગ મહિલાઓ પોતાના કાર્યોમાં વધુ સફળતા મેળવશે. લવ: પતિ-પત્ની વચ્ચે થોડો તણાવનો માહોલ બનશે. ઘરમાં કોઈ બાળકના કિલકારી સંબંધી ખુશખબરી પણ મળી શકે છે. સ્વાસ્થ્ય: નકારાત્મક વાતોને લઈને મનમાં થોડી ઉદાસી જેવી સ્થિતિ હાવી રહેશે. થાક અને નબળાઈ જેવી પરેશાનીમાંથી રાહત મેળવવા માટે ખુશ અને મસ્તીમાં રહો. લકી કલર: વાદળી લકી નંબર: 4 પોઝિટિવ: તમારું પારિવારિક જવાબદારીઓ પ્રત્યે પોતાની ફરજ સમજવું પરિવારમાં ખુશાલી લાવશે. તમારી છુપાયેલી પ્રતિભાને પણ ઓળખ મળશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થવા જેવી યોજના પણ બનશે. મહિલાઓ ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ તાલમેલ જાળવી રાખવામાં સફળ રહેશે. નેગેટિવ: રૂપિયા-પૈસાના મામલામાં વધુ દરિયાદિલી રાખવી નુકસાનદાયક રહેશે, સાથે જ નકામી બહસાબહસીમાં ન પડો. અચાનક જ કોઈ મહત્વપૂર્ણ કામ બનતા-બનતા અટકી પણ શકે છે. આ સમય નકારાત્મક પરિસ્થિતિઓથી પરેશાન થવાને બદલે સમસ્યાનો ઉકેલ શોધવાનો છે. વ્યવસાય: વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં કેટલાક પડકારો રહી શકે છે, પરંતુ ધીરજ બનાવી રાખો. જલ્દી જ પરિસ્થિતિઓ સામાન્ય થઈ જશે. પ્રોપર્ટી ડીલિંગ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં કોઈ પ્રકારનું રાજકારણ તમને પરેશાન કરી શકે છે, પરંતુ ધીમે-ધીમે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ જશે. લવ: લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારો સહયોગ તેમના માટે જરૂરી છે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વાળા લોકોએ રેગ્યુલર ચેકઅપ કરાવવું જરૂરી છે. સાથે જ યોગ્ય આરામ પણ લો. લકી કલર: પીળો લકી નંબર: 2 પોઝિટિવ: તમે તમારી મહેનત અને પ્રતિભાથી કોઈ પણ મુશ્કેલ કામ પૂરૂં કરીને જ જંપશો. પરિવારજનો સાથે ઘર માટે નવી વસ્તુઓની ખરીદી જેવા કાર્યો થશે. બાળકોની કોઈ વિશેષ સમસ્યાનો ઉકેલ આવવાથી રાહત મળશે. માનસિક સુકૂન બનેલું રહેશે. નેગેટિવ: તમારા હરીફો તમારી વિરુદ્ધ કોઈ યોજના બનાવી શકે છે. આ સમયે ટેક્સ અથવા ગવર્નમેન્ટ સાથે સંકળાયેલા કાર્યોને સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરો. બહેતર રહેશે કે સમય રહેતા પરિસ્થિતિઓને નિયંત્રિત કરી લો. વ્યવસાય: વ્યવસાય સંબંધી કેટલાક નવા કરાર પ્રાપ્ત થશે પરંતુ અત્યારે અડચણો પણ બનેલી જ રહેશે. આ સમયે કોઈ પણ પ્રકારના અયોગ્ય કામમાં રસ ન લો, કારણ કે કોઈ પ્રકારની ઈન્ક્વાયરી થવાની આશંકા પણ બની રહી છે. કોઈ સરકારી કામ આજે થઈ શકે છે. લવ: તમામ પારિવારિક સભ્યોમાં પરસ્પર સામંજસ્ય યોગ્ય બનેલું રહેશે, જેનાથી ઘરમાં સુખ-શાંતિ રહેશે. લવ પાર્ટનર સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર સંબંધી નિયમિત તપાસ ચોક્કસ કરાવો તથા વધુ ગરિષ્ઠ ભોજનના સેવનથી પરહેજ કરો. લકી કલર: લીલો લકી નંબર: 5 પોઝિટિવ: જો કોઈ ગેરસમજ બનેલી હોય, તો તેને દૂર કરવાનો ઉત્તમ સમય છે. જો કોઈ સંપત્તિ સંબંધી મામલો ચાલી રહ્યો હોય, તો તેનો સરળતાથી ઉકેલ લાવી શકાય છે. પ્રોફેશનલ અભ્યાસમાં વિદ્યાર્થીઓ તથા યુવાનોને યોગ્ય સફળતા મળશે. નેગેટિવ: ધ્યાન રાખો કે અનુભવની કમીથી કેટલાક કાર્યો અધૂરા રહી શકે છે. બહેતર રહેશે કે પહેલાં યોગ્ય માહિતી મેળવો. સરકારી કાર્ય સંબંધી કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. તણાવ લેવાને બદલે સમસ્યાઓનો ઉકેલ શોધવો તમારી મુશ્કેલીઓને ઓછી કરશે. વ્યવસાય: વ્યવસાય પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો તથા તમારા વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે પણ સંબંધો મધુર બનાવી રાખો. નોકરીયાત લોકોને કોઈ ઓફિશિયલ યાત્રા કરવાનો ઓર્ડર પણ મળી શકે છે. ઓફિસમાં પબ્લિક ડીલિંગ કરતી વખતે સચેત રહો, નહિતર લાપરવાહીથી કોઈ સમસ્યા વધી શકે છે. લવ: ઘરના તમામ સભ્યો તથા જીવનસાથીનો તમારા પ્રત્યે સહયોગ બનેલો રહેશે. પ્રેમ પ્રસંગોમાં થોડા મનદુઃખ જેવી સ્થિતિ બનશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી રાખવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને વધારી શકે છે. જોકે થોડીક સાવચેતી અને સંયમ તમને સ્વસ્થ પણ રાખશે. લકી કલર: પીળો લકી નંબર: 3 પોઝિટિવ: ગ્રહ સ્થિતિ અને ભાગ્ય તમારા પક્ષમાં છે. તમારા સંપર્ક સૂત્રને વધુ મજબૂત કરો. કોઈ રાજકીય સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી સમાજમાં તમારો મોભો વધશે, સાથે જ આવકમાં પણ વધારો થશે. સગા-સંબંધીઓનો સહયોગ અને સ્નેહ તમારા પર બનેલો રહેશે. નેગેટિવ: નિર્ણય લેવામાં વધુ સમય લેવા અથવા તણાવના લીધે કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પણ હાથમાંથી નીકળી શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. પરસ્પર સંબંધોમાં મધુરતા બનાવી રાખો. વ્યવસાય: વ્યવસાય સંબંધી કોઈ અટકેલા કામ કોઈ અનુભવી તથા વરિષ્ઠ વ્યક્તિની સહાયતાથી ઉકેલાઈ જશે. પરંતુ પોતાના વિરોધીઓની પ્રવૃત્તિઓ પ્રત્યે લાપરવાહ ન રહો. સ્ત્રી વર્ગ સાથે જોડાયેલા વ્યવસાયો વિશેષ રૂપે સફળતા મેળવશે. ઓફિસમાં શિસ્તબદ્ધ માહોલ રહેશે. લવ: દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ અને સામંજસ્યપૂર્ણ વ્યવહાર રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ વર્તમાન પરિસ્થિતિઓના લીધે પોતાનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 7 પોઝિટિવ: પરિવારના કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર વિચાર-વિમર્શમાં તમારી સલાહને વિશેષ મહત્વ આપવામાં આવશે. મહિલાઓ માટે આજનો દિવસ ખાસ કરીને લાભદાયી છે. તેઓ ઘર અને પ્રોફેશન બંને જગ્યાએ યોગ્ય સામંજસ્ય બનાવી રાખશે. નેગેટિવ: કોઈ ચાલી રહેલો વિવાદ કે કોર્ટ-કચેરીના કેસ સાથે સંકળાયેલી પરેશાની ઊભી થઈ શકે છે. ઘર બદલવા, યાત્રા સાથે સંકળાયેલો વગેરે કોઈ પ્રકારનો તણાવ પણ રહી શકે છે. આ સમયે તમારે વાતચીતમાં સાવચેતી રાખવાની જરૂર છે. બપોર પછી પરેશાનીઓ વધી શકે છે. વ્યવસાય: વ્યાવસાયિક કાર્યપ્રણાલીને વધુ બહેતર બનાવવાની જરૂર છે. માર્કેટિંગ તથા મીડિયા સાથે સંકળાયેલા કાર્યોમાં વધુ ધ્યાન આપો. કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં તેના તમામ પાસાઓ પર વિચાર કરવો જરૂરી છે. કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કામથી પોતાને દૂર રાખો તથા પોતાના કામ પર ધ્યાન આપો. લવ: ઘરમાં કોઈ મુદ્દા પર બહારની વ્યક્તિ પાસેથી સલાહ ન લઈને આપસમાં બેસીને ઉકેલવાનો પ્રયાસ કરો. પ્રેમી-પ્રેમિકાનો પરસ્પર તાલમેલ તથા ભાવનાત્મક જોડાણ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. માત્ર તમારી માનસિક સ્થિતિ પર નિયંત્રણ રાખો. તણાવના લીધે માથાના દુખાવાની સમસ્યા રહી શકે છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: ઉત્તમ ગ્રહ સ્થિતિ બનેલી છે અને ભાગ્ય તમારો સહયોગ કરી રહ્યું છે, તેથી સમયનો ભરપૂર સદુપયોગ કરો. વિશેષ વ્યક્તિઓ સાથે મુલાકાત સાર્થક રહેશે. તમે તમારી વાકચતુરાઈથી તમામ અડચણોને પાર કરતા આગળ વધી શકશો. નિશ્ચિત સફળતા મેળવશો. નેગેટિવ: નજીકના સંબંધીઓ સાથે મધુર સંબંધો બનાવી રાખો. ઘરના કોઈ સભ્યની નકારાત્મક પ્રવૃત્તિ તમને વિચલિત કરી શકે છે. ગુસ્સા અને આવેશમાં આવવાને બદલે શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓને ઉકેલો. જો કોઈ યાત્રાનો પ્રોગ્રામ હોય, તો હાલ પૂરતો સ્થગિત કરી દો. વ્યવસાય: વ્યવસાયમાં અંગત વ્યસ્તતાના લીધે કોઈ નિર્ણય લેવામાં ખચકાટ થશે. જોકે કર્મચારીઓનો સહયોગ તમને કોઈ પણ નિર્ણય લેવામાં સહાયક રહેશે. પેપર્સ તથા ફાઈલો સાથે સંકળાયેલા કાર્યોમાં લાપરવાહી કરવી યોગ્ય નથી. મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યરત લોકો પર વધુ કાર્યભાર રહેશે. લવ: જીવનસાથી પાસેથી કોઈ પણ મુદ્દા પર સલાહ લેવી તમારા માટે લાભદાયી સાબિત થશે. પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનના લીધે કોઈ એલર્જી કે ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. લકી કલર: બદામી લકી નંબર: 8 પોઝિટિવ: ગ્રહ સ્થિતિ બહેતર સારી છે. કોઈ ઉધાર આપેલા પૈસા પાછા મળવાથી રાહત મળશે. તમે તમારા કામને નવું રૂપ આપવા માટે કેટલીક રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રસ લેશો તથા તમારી જીવનશૈલીને પણ વધુ ઉન્નત કરવા માટે પ્રયત્નશીલ રહેશો. નેગેટિવ: પોતાના પર કામનો વધુ બોજ ન લો. અનુભવની કમીના કારણે કેટલાક કામ અટકી પણ શકે છે. કેટલાક નજીકના લોકો તમારી ભાવનાઓનો અયોગ્ય ફાયદો ઉઠાવશે. કોઈ પણ વાદ-વિવાદ જેવી સ્થિતિમાં શાંત રહેવું જ યોગ્ય છે. વ્યવસાય: તમારા પ્રયાસો દ્વારા વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો આવશે. તમારો કામ કરવાનો જુસ્સો તમને મહત્વપૂર્ણ સિદ્ધિઓ પણ મેળવી આપશે. ઈન્સ્યોરન્સ અને કમિશન સંબંધી વ્યવસાય કરનારા લોકો વધુ સફળ રહેશે. આર્થિક સ્થિતિઓમાં સુધારો આવશે પરંતુ ધીમી ગતિએ. લવ: સમયના અભાવના કારણે પરિવારજનો સાથે યોગ્ય સમય વિતાવી શકશો નહીં, પરંતુ ઘરની વ્યવસ્થા યોગ્ય બનેલી રહેશે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે. સ્વાસ્થ્ય: વાયુ અને વાદી વસ્તુઓના સેવનથી પરહેજ રાખો. સાંધા તથા ઘૂંટણનો દુખાવો પરેશાન કરશે. ફિઝિયોથેરાપી ચોક્કસ કરાવો. લકી કલર: ક્રીમ લકી નંબર: 5 પોઝિટિવ: તમે તમારામાં ભરપૂર આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવશો. જોકે સમય કંઈક મુશ્કેલીઓ વાળો રહી શકે છે, પરંતુ કોઈ અનુભવી વ્યક્તિની મદદથી રસ્તા સરળ પણ થઈ જશે અને સરકારી કાર્યોમાં પણ સફળતા મળશે. નેગેટિવ: ખર્ચના મામલામાં વધુ દરિયાદિલી રાખવી તમને સમસ્યામાં મૂકશે. કોઈ પણ વિવાદાસ્પદ મામલાને વધુ તૂલ ન દો. શાંતિપૂર્ણ વાતાવરણ બનાવી રાખો. યુવા વર્ગે પોતાના કરિયર સાથે સંકળાયેલી યોજનાઓમાં અત્યારે હજુ વધુ માહિતી મેળવવાની જરૂર છે. વ્યવસાય: વ્યવસાયમાં આ સમયે નવા પ્રસ્તાવો મળશે તથા મહેનતના યોગ્ય પરિણામો સામે આવશે. પાર્ટનરશિપ સંબંધી વ્યવસાયમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે. નાની એવી ગેરસમજના લીધે સંબંધો બગડી શકે છે અને અત્યારે મહેનત મુજબ વધુ લાભ પણ નહીં મળે. લવ: પતિ-પત્ની ઘરની વ્યવસ્થાને યોગ્ય બનાવી રાખવાનો દરેક શક્ય પ્રયાસ કરશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે સન્માનની ભાવના રાખો. સ્વાસ્થ્ય: સ્ત્રી વર્ગે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવાની આવશ્યકતા છે. થોડીક લાપરવાહી તમારી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને વધુ વધારી શકે છે. લકી કલર: વાદળી લકી નંબર: 9
    Click here to Read More
    Previous Article
    20 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:કર્ક રાશિના જાતકોને ધંધામાં લાભનો યોગ, તુલા રાશિના નોકરીયાત લોકોને સારા સમાચાર મળશે
    Next Article
    લગ્નની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ:રાજકોટમાં ટેક્સી ડ્રાઇવરે પ્રેમજાળમાં ફસાવી, રૂ.4 લાખ, સોનાના દાગીના લઈ પરત ન આપ્યા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment