Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ફૂડ વિભાગે મીઠાઈની દુકાનોમાં ગંદકી પકડી:ગાંડુભાઈ મીઠાઈમાં જાળાં અને વિપુલ સ્વીટ્સમાં માખીઓ મળી, ખરાબ તેલનો નાશ

    9 hours ago

    તહેવારો પહેલાં મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગે મીઠાઈ, ફરસાણ અને નાસ્તાની દુકાનોમાં તપાસ કરી. ચેકિંગમાં ઘણી દુકાનોમાં ગંદકી જોવા મળી. વિપુલ સ્વીટ્સમાંથી ખરાબ તેલનો નાશ કરાયો અને દુકાનદારો સામે કાર્યવાહી કરાઈ છે. ફૂડ વિભાગે લોકોને શુદ્ધ ખાવાનું મળે તે માટે આ ચેકિંગ હાથ ધર્યું હતું. ભેળસેળ, સ્વચ્છતા અને રસોડાની તકેદારીઓ તપાસવામાં આવી. તપાસમાં મહાવીર સ્વીટ, વિપુલ સ્વીટ્સ અને ગાંડુભાઈ મીઠાઈવાળા સહિતની દુકાનોમાં સ્વચ્છતાનો અભાવ હતો. ગાંડુભાઈ મીઠાઈમાં મીઠાઈ બનાવવાના સ્થળે કરોળિયાના જાળાં મળ્યા, જ્યારે વિપુલ સ્વીટ્સમાં ગાંઠિયાના લોટ પર માખીઓ હતી. વિપુલ સ્વીટ્સમાંથી મળેલા ખરાબ તેલનો નાશ કરાયો. દુકાનદારોને નોટિસ આપીને કાર્યવાહી કરાઈ છે. મીઠાઈના રંગોના સેમ્પલ લેવા જિલ્લા ફૂડ વિભાગને પણ જણાવાશે. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર વર્ષદીપ રાવલે કહ્યું કે, તહેવારોમાં ખાવાની વસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    મુળી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે જસપાલભાઈ ડોરીયાની બિનહરીફ વરણી:વઢવાણ ખાતે ડોરીયા પરિવારે સન્માન સમારોહ યોજી શુભેચ્છાઓ પાઠવી
    Next Article
    ચંદ્રુમાણામાં દુર્ગાષ્ટમીએ શ્રી ગૌરી માતા મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો:દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ચેતનકુમાર વ્યાસ યજમાન બન્યા; ગામમાં નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment