Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રતનપરમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ લોકસંવાદ યોજ્યો:નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનમાં ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા, ઉકેલની ખાતરી આપી

    5 days ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ રતનપર ગામમાં નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન ખાતે લોકસંવાદ યોજ્યો હતો. આ સંવાદમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ધારાસભ્યએ સીધો સંવાદ કરીને લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી હતી. ગ્રામજનોએ ગામમાં બુટલેગરોના ત્રાસ, પીવાના પાણીની સમસ્યા, રમતગમત મેદાન, મફત પ્લોટ માટે જમીન, સ્ટ્રીટલાઇટ, સીસીટીવી કેમેરા, પીવાના પાણીની ટાંકી બનાવવા, લાઇબ્રેરી અને બસ સ્ટેન્ડ જેવી સુવિધાઓના અભાવ અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગ્રામજનોની રજૂઆતો ધ્યાનથી સાંભળી હતી. તેમણે ગામના વિકાસ અને લોકોની સુખાકારીને પ્રાથમિકતા આપીને સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. લોકસંવાદનો મુખ્ય હેતુ ગ્રામજનોની સમસ્યાઓ રૂબરૂ સાંભળીને તેના ઉકેલ માટે પ્રયાસ કરવાનો છે. ધારાસભ્યએ રતનપર ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં તહેવારે 50 ટકા રાહત દરે વેચાય છે શુદ્ધ ફરસાણ:રામ ભોજનાલય 15 વર્ષથી રાહત દરે ક્વોલિટી ફરસાણ આપે છે
    Next Article
    Jio IPO | Jio IPOને લઈને રોકાણકારોમાં ભારે ઉત્સાહ | Guajarati News | Investment | Reliance

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment