Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંક એકાઉન્ટ ભાડે આપનાર પાલડીના યુવકની ધરપકડ:50 હજારના બદલામાં વાસણાના 'બિટ્ટુ'ને ભાડે આપ્યું'તું , 1.5 કરોડના ટ્રાન્જેક્શ થયા

    3 days ago

    ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ વિરોધી ઓપરેશન અંતર્ગત આનંદનગર પોલીસે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપનાર પાલડીના એક યુવકની ધરપકડ કરી છે. આરોપી પ્રશમ મુનીરભાઈ શાહે 50 હજારના બદલામાં પોતાનું બેંક એકાઉન્ટ, તેની કીટ અને ચાલુ સિમકાર્ડ વાસણાના 'બિટ્ટુ' નામના વ્યક્તિને આપ્યા હતા. તપાસ દરમિયાન તેના બેંક ખાતામાં માત્ર 6 મહિનામાં 1.50 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે. પ્રશમ શાહની અટકાયત કરીને પૂછપરછ કરાઈ આનંદનગર PI આર. એસ. પરમારની ટીમે એકાઉન્ટ ભાડે આપતા તત્વો સામે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ બેંક એકાઉન્ટની માહિતી મળી હતી, જેમાં સાયબર ફ્રોડના નાણાં જમા થયા હોવાની વિગતો સામે આવી હતી. તપાસના આધારે પોલીસે પાલડીના વિકાસ ગૃહ રોડ પર આવેલા નવ દર્શન ફ્લેટમાં રહેતા પ્રશમ મુનીરભાઈ શાહની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. 50 હજારના બદલામાં વાસણાના 'બિટ્ટુ'ને ભાડે આપ્યાની કબૂલાત કરી આનંદનગર પોલીસના મામાભાઇ નરેશભાઇ અને વિજયભાએ પ્રશમ ઝીણવટભરી તપાસ કરતાં પ્રશમે પોતાનું બેંક એકાઉન્ટ 50 હજારના બદલામાં વાસણાના 'બિટ્ટુ'ને ભાડે આપ્યાની કબૂલાત કરી હતી.તેણે બેંક એકાઉન્ટની કીટ, એટીએમ કાર્ડ તેમજ પોતાના નામે ચાલુ સિમકાર્ડ અને મોબાઇલ પણ બિટ્ટુને સોંપ્યા હોવાનું સામે આવ્યું છે.વધુમાં, બિટ્ટુએ પ્રશમના નામે અન્ય બે સિમકાર્ડ પણ મેળવ્યા હતા અને તેનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 1.50 કરોડથી વધુના ટ્રાન્જેક્શ થયા પોલીસ તપાસમાં પ્રસંગના બેંક ખાતામાં દોઢ મહિનાના ગાળામાં 1.50 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હાલ આનંદનગર પોલીસે પ્રસંગ મુનીરભાઈ શાહની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર બિટ્ટુ સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શહેરના જરૂરીયાતમંદ લોકોને જુદી જુદી સહાયની લાલચ આપી તેમના એકાઉન્ટ ભાડે લઇ સાયબર માફીયાઓનો પ્રોવાઇડ કરતી ગેંગ શહેરમાં સક્રીય થઇ છે. તેની પણ શહેર પોલીસ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળામાં 30 ખાણીપીણી સ્ટોલની તપાસ કરાઈ:27 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી અને 26 લિટર પાણીનો નાશ કરાયો
    Next Article
    લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ખાડા પુરાયા:માર્ગ અને મકાન વિભાગે કોલ્ડ મિક્સથી તાત્કાલિક મરામત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment