Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા સુગરમાંથી મહુવા સુગરને ટ્રેક્ટર આપવા સામે વિરોધ:શેરડીના બાકી નાણાં ન મળતાં ખેડૂતોએ ટ્રેક્ટર રોક્યા; બાકી લેણાં મુદ્દે ખેડૂતો જિલ્લા સેવા સદને ધરણા પર

    7 hours ago

    તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા સ્થિત ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી (વ્યારા સુગર) પાસેથી મહુવા સુગર દ્વારા 100 જેટલા ટ્રેક્ટર ગાડા ભાડે માંગવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પોતાના હકના બાકી નાણાં માટે ધરણા પર બેઠેલા ખેડૂતોએ આ નિર્ણયનો સખત વિરોધ કરીને એક પણ ગાડું ભાડે જવા દીધું ન હતું. બાકી લેણાં મુદ્દે ખેડૂતોનું મક્કમ વલણ જોતાં સુગર મિલના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. પિલાણ સીઝન માટે 100 ટ્રેક્ટર ગાડા ભાડે માંગ્યા હતા બામણીયા સ્થિત મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના મેનેજીંગ ડિરેક્ટર દ્વારા વ્યારા સુગરના એમડીને સત્તાવાર પત્ર લખીને આ માંગણી કરવામાં આવી હતી. આગામી પિલાણ સીઝન 2026/27 દરમિયાન કામગીરી હાથ ધરવા માટે 100 ટ્રેક્ટર ગાડાં સંસ્થાના નીતિ-નિયમ મુજબ ભાડેથી આપવા વિનંતી કરાઈ હતી. જોકે વ્યારા સુગરમાં શેરડી આપનારા સ્થાનિક ખેડૂતોને તેમના અગાઉના નાણાં ચૂકવાયા ન હોવાથી ખેડૂતોમાં પહેલેથી જ ભારે અસંતોષ વ્યાપેલો હતો. નાણાંનું ચૂકવણું ન થાય ત્યાં સુધી ટ્રેક્ટર રોકી રખાશે પોતાના પરસેવાના બાકી નાણાં ન મળતાં ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી જિલ્લા સેવા સદન ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રેક્ટર ગાડાં ભાડે આપવાની હિલચાલની જાણ થતાં જ ધરણા પર બેઠેલા ખેડૂતોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે જ્યાં સુધી તેમના તમામ બાકી નાણાંનું પૂરેપૂરું ચૂકવણું કરવામાં ન આવે ત્યાં સુધી મિલની કોઈ પણ મિલકત અન્ય સંસ્થાને ભાડે આપવા દેવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ફૂડ વિભાગે દશેરા પૂર્વે ફાફડા-જલેબીના 36 નમૂના લીધા:દુકાનદારોને સ્વચ્છતા જાળવવા કડક સૂચના, દિવાળીમાં પણ ઓચિંતી તપાસ ચાલુ રહેશે
    Next Article
    Firing On Tiger Shroff: गोली चलाने वाले नाबालिग के पिता का बड़ा खुलासा! Tiger Firing Accused Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment