Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુકેશ અંબાણી 'નીતા ભાભી' બોલતા જ ચિચિયારીઓ પડી:રાધિકાએ એકદમ ક્રિષ્ના લાગો છો...કહેતાં જ ક્રાઉડે હેપી બર્થ ડે વિશ કર્યું; આઠમે અંબાણી પરિવારના જામનગરને જય શ્રીકૃષ્ણ

    14 hours ago

    જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં આઠમના પાવન પર્વે અંબાણી પરિવારના ઉત્સાહભર્યા આગમનથી સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ગૂંજી ઉઠ્યું હતું. અંબાણી પરિવાર સ્ટેજ પર પહોંચ્યો ત્યારે આતશબાજી અને ખેલૈયાઓની જોરદાર ચિચિયારીઓ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘નીતાભાભી’ શબ્દ બોલાતાં જ જામનગરવાસીઓ ઝૂમી ઉઠ્યા મંચ પરથી જનમેદનીને સંબોધિત કરતા મુકેશ અંબાણીએ જામનગર સાથેની પોતાની જૂની યાદો વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું છેલ્લા 35 વર્ષથી જામનગર સાથે જોડાયેલો છું અને 1995માં નીતા પહેલીવાર અહીં આવી હતી. આટલું બોલીને મુકેશ અંબાણીએ જેવા “હવે હું નીતાભાભીને કહું છું...” શબ્દો કહ્યાં, કે તરત જ હાજર ખેલૈયાઓ અને જામનગરવાસીઓએ ચિચિયારીઓ અને તાળીઓના ગડગડાટથી આખું ગ્રાઉન્ડ ગજવી મૂક્યું હતું. અંબાણી પરિવારની જામનગર મુલાકાતની તસવીરો રાધિકાની ક્યૂટ કોમ્પિલમેન્ટ ને ક્રાઉડનું ‘હેપી બર્થડે’ વિશ સંબોધન દરમિયાન રાધિકા મર્ચન્ટે સ્ટેજ પરથી કહ્યું, એકદમ ક્રિષ્ના લાગો છો. રાધિકાનો વાઈરલ ડાયલોગ સાંભળતાં જ લોકો હસી પડ્યા અને ગ્રાઉન્ડમાં હાજર ક્રાઉડે ઉત્સાહમાં આવીને એકસૂરે ‘હેપી બર્થડે’ ગાઈને બર્થડે વિશ કર્યું હતું. રાધિકાએ પણ લોકોનો આભાર માનતાં તમામ જામનગરવાસીઓને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ગરબાની રમઝટ અને અંબાણી પરિવારના ‘જય શ્રીકૃષ્ણ’ આઠમની આ વિશેષ રાત્રે મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સ્ટેજ પરથી ‘જય શ્રીકૃષ્ણ’, ‘જય અંબે મા’ અને ‘હર હર મહાદેવ’ના નારા પોકારીને સૌ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યાર બાદ નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ એકસાથે સ્ટેજ પર ગરબાના તાલે મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. અંબાણી પરિવારે આઠમના પાવન અવસરે માતાજીની આરાધના કરી સૌને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે રમવા માટે શુભેચ્છાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    મણિપુરના જંગલમાં 2 લોકોની હત્યા:મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર મૃતદેહ રાખીને પ્રદર્શન, પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા
    Next Article
    અમદાવાદમાં સીએમના હસ્તે 52 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે:દુરદર્શન ટાવર પાસે AES ગ્રાઉન્ડમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ, સાંઈરામ દવેના લોક ડાયરાનું પણ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment