Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં સીએમના હસ્તે 52 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે:દુરદર્શન ટાવર પાસે AES ગ્રાઉન્ડમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ, સાંઈરામ દવેના લોક ડાયરાનું પણ આયોજન

    9 hours ago

    અસત્ય પર સત્યના વિજય બદલ વિજ્યાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું હોય છે. ત્યારે મંગળવારે દશેરાના દિવસે અમદાવાદમાં 52 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. રાવણ દહનની સાથે 40 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું પણ દહન કરવામાં આવશે. થલતેજ દુરદર્શન ટાવર પાસે આવેલા AES ગ્રાઉન્ડમાં ભવ્ય રાવણ દહન અને લોક ડાયરાનું આયોજન શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું પણ દહન કરાશે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું કે, અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મનો વિજય થાય છે જેના માટે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. સનાતન હિન્દુ સંસ્કૃતિના જતન માટે વિજ્યાદશમીના તહેવારના દિવસે અમદાવાદમાં સૌથી ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. અંદાજે સાત માળ ઊંચા રાવણના પૂતળાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે દહન કરવામાં આવશે. પાંચ માળ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણનું પણ પૂતળું બનાવવામાં આવ્યું છે. સાંઈરામ દવેના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત 35 થી 40 હજાર જેટલા લોકો હાજર રહેશે. અઠવાડિયાથી રાવણ દહનના કાર્યક્રમ અંગેની તૈયારીઓ વધુમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં પહેલી વખત આટલા મોટા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. લગભગ એક અઠવાડિયાથી રાવણ દહનના કાર્યક્રમ અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. શહેરના તમામ ધારાસભ્યો અને નેતાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહેશે. શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના તમામ નાગરિકોને રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મુકેશ અંબાણી 'નીતા ભાભી' બોલતા જ ચિચિયારીઓ પડી:રાધિકાએ એકદમ ક્રિષ્ના લાગો છો...કહેતાં જ ક્રાઉડે હેપી બર્થ ડે વિશ કર્યું; આઠમે અંબાણી પરિવારના જામનગરને જય શ્રીકૃષ્ણ
    Next Article
    4 Killed In Manipur Violence, Locals Take Bodies To Chief Minister's House

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment