Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર-કન્યા પૂજન:મા અંબાના ચાચર ચોકમાં નવરાત્રીના આઠમે ભવ્ય કાર્યક્રમ યોજાયો

    13 hours ago

    અરવલ્લી જિલ્લાના આનંદપુરાકંપામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને આનંદ યુવક મંડળ દ્વારા નવરાત્રીના આઠમના દિવસે શસ્ત્ર પૂજન અને કન્યા પૂજનનો કાર્યક્રમ મા અંબાના ચાચર ચોકમાં યોજાયો. કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચનાથી શરૂ થયો. દેશની સુરક્ષા માટે સમર્પિત દળોના શસ્ત્રોનું વિધિવત પૂજન કરાયું. વક્તૃત્વમાં જણાવાયું કે શસ્ત્ર અને શાસ્ત્ર ભારતીય સંસ્કૃતિમાં રક્ષણ અને જ્ઞાનના પ્રતીક છે. ભારતીય નારી શક્તિના સન્માન માટે 20 દીકરીઓનું કન્યા પૂજન કરાયું. ઉપસ્થિત મહાનુભાવોમાં PSI વી.જે. તોમર (LCB અરવલ્લી), PSI પી.પી. સોલંકી (LBC અરવલ્લી), આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અરવલ્લી જિલ્લા અધ્યક્ષ રામભાઈ પટેલ, મંત્રી કનુભાઈ પટેલ, રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ પ્રિયંકભાઈ પોકાર, કાન્તાબેન પટેલ, આનંદ યુવક મંડળના પ્રમુખ નિકુંજભાઈ પટેલ અને મયુરભાઈ પટેલ મંડળના સૌ સભ્યો હાજર હતા. મહાનુભાવો અને ગ્રામજનોએ બાળકીઓના ચરણ પખાળી ફળ અને શૈક્ષણિક સામગ્રી ભેટ આપી. મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને બહેનો હાજર રહ્યા. અંતે દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરાઈ. માઈક સંચાલન પરેશભાઈ પટેલ અને વિનોદભાઈએ કર્યું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગાર્ડન રેસીડેન્સીમાં અષ્ટમીએ 108 દીવડાની મહાઆરતી, માતાજીની આરાધના બાદ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી, બહેનોએ ફૂલોની રંગોળી બનાવી.
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદમાં વેસ્ટર્ન મહેશ્વરી સમાજે નવરાત્રી ગરબાનું આયોજન કર્યું, તાજ હોટેલ પાર્ટી પ્લોટ ખાતે ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, ઇનામ પણ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment