Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઇગર પર ફાયરિંગના બે આરોપી હરિયાણાના રહેવાસી:સોનીપતના હોવાનું જણાવાયું; ફાયરિંગની જવાબદારી લેનાર અનિલ પંડિત પાણીપતનો વતની

    7 hours ago

    મુંબઈમાં એક્ટર ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગની ઘટનામાં પોલીસે ત્રણ યુવકોની રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરી છે. તેમાંથી બે આરોપી હરિયાણાના સોનીપતના અને એક બિહારનો રહેવાસી છે. જોકે, પોલીસે હજુ સુધી આરોપીઓનાં નામ જાહેર કર્યા નથી. આ કેસમાં ફાયરિંગની જવાબદારી લેનાર ગેંગસ્ટર અનિલ પંડિત હરિયાણાના પાણીપત જિલ્લાના રેરકલાં ગામનો રહેવાસી છે. તે 2022માં નોકરી માટે દુબઈ ગયો હતો અને 2024માં ડંકી રૂટ મારફતે અમેરિકા પહોંચ્યો હતો. ભારત છોડતા પહેલાં દેશમાં તેના વિરુદ્ધ એક પણ કેસ નોંધાયેલો નહોતો, પરંતુ અમેરિકા પહોંચ્યા બાદ તે લૉરેન્સ ગેંગ સાથે જોડાઈ ગયો અને હેરી બોક્સરના સંપર્કમાં આવ્યો. હવે વિદેશમાં બેસીને તે ભારતમાં ખંડણી માંગવા અને ગોળીબાર જેવી ઘટનાઓ કરાવવાના નેટવર્કમાં સક્રિય છે. હાલમાં અનિલ પંડિતે હરિયાણવી ગાયક દિલેર ખરકિયાની ગાડી પર થયેલા ગોળીબારની જવાબદારી પણ સ્વીકારી હતી. પાણીપતમાં અનિલ વિરુદ્ધ 10 કેસ નોંધાયેલા છે. હેરી બોક્સર સાથે મળીને નેટવર્ક ચલાવી રહ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર, અનિલ પંડિત લૉરેન્સના નામે ધમકીઓ તો આપે છે, પરંતુ તેને સીધા લૉરેન્સ તરફથી સૂચનાઓ મળતી નથી. તેનો મુખ્ય સંચાલક ભારતનો ઇનામી બદમાશ હરિ ચંદ જાટ ઉર્ફે હેરી બોક્સર છે. તે પણ અમેરિકામાં બેઠો છે. હરિયાણા પોલીસની વિશેષ ટીમો આ નેટવર્કને ધ્વસ્ત કરવાની સાથે અનિલ પંડિતના પ્રત્યાર્પણ અને તેની વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જાહેર કરાવવાની પ્રક્રિયામાં લાગી છે. અનિલ પંડિત અને તેનો સાથી રણદીપ મલિક વિદેશમાં બેસીને સોશિયલ મીડિયા અને ખાસ એન્ક્રિપ્ટેડ એપ દ્વારા ખંડણીનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ નેટવર્કની સૌથી વધુ અસર પાણીપતમાં જોવા મળી છે. અનિલ પંડિતે પોતાને લોરેન્સનો નાનો ભાઈ ગણાવ્યો રવિવારે રાત્રે ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા બાદ અનિલ પંડિતનો એક ઑડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે કહ્યું- હું અનિલ પંડિત, લોરેન્સનો નાનો ભાઈ. આજે મુંબઈમાં ટાઇગર શ્રોફ પર જે હુમલો થયો છે, તેની જવાબદારી હું અનિલ પંડિત અને મારો મોટો ભાઈ હરમન સંધુ લઈએ છીએ. અમે તેને સમજાવ્યો હતો, પરંતુ તેને સમજાયું નહીં. અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ અમારી વિરુદ્ધ જઈને કામ કરશે અથવા સલમાન ખાન સાથે મળીને કામ કરશે, તેને અમે મારી નાખીશું. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. સલમાન ખાન, એક વાત ધ્યાનથી સાંભળી લે. જો તેં મારા મોટા ભાઈ લૉરેન્સ વિરુદ્ધ...... તો તારા આખા પરિવારને ખતમ કરી નાખીશું. આ વાત મગજમાં બેસાડી લે. તું એવું વિચારે છે ને કે તું સુરક્ષામાં છે, તને કંઈ નહીં થાય- તારા એવા હાલ કરીશું કે આખી દુનિયા યાદ રાખશે. અને આ સિવાય કેટલાક લોકો લૉરેન્સ વિરુદ્ધ જે બોલી રહ્યા છે ને, તેઓ પ્રસિદ્ધિ મેળવવા માટે બોલી રહ્યા છે. તમે પણ તૈયાર રહેજો. થોડો સમય જરૂર લાગી શકે છે, પરંતુ બધાનો નંબર આવશે. --------------------------------- આ સમાચાર પણ વાંચો:- ટાઈગર પર હુમલાના શંકાસ્પદ રાજસ્થાનમાંથી ઝડપાયા:એક બિહારનો, 2 હરિયાણાના; 1 આરોપી સગીર; હુમલામાં વપરાયેલી બાઈક મળી આવી ટાઇગર શ્રોફ પર જીવલેણ હુમલાનાં 5 VIDEO:શૂટર્સે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું, ડ્રાઇવર લોહીલુહાણ થતાં પોતે સ્ટિયરિંગ સંભાળીને હોસ્પિટલ દોડ્યો એક્ટર; પહેલી તસવીર સામે આવી
    Click here to Read More
    Previous Article
    યુરોપના 6 દેશોમાં Gen-Zનું શિક્ષણ-મોંઘવારી મામલે પ્રદર્શન:ફ્રાન્સમાં આગચંપી-લૂંટફાટ, ઇટાલીમાં સ્કૂલો પર કબજો, ગ્રીસમાં સંસદ સામે બેઠા આંદોલનકારીઓ
    Next Article
    ટેક્સટાઈલ માર્કેટમાં આગ:સલાબતપુરાની આદિનાથ માર્કેટના ત્રીજા માળે દુકાન સળગી, ફાયર બ્રિગેડની 14-15 ગાડીઓએ કાબૂમાં લીધી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment