Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 અને 15 જૂન અમાસ બે દિવસ:સોમવતી અમાસ સાથે અધિકમાસ સમાપ્ત થશે; જાણો કયા-કયા શુભ કાર્યો કરવા

    13 hours ago

    હાલમાં જેઠ અધિકમાસ ચાલી રહ્યો છે અને આ મહિનો 15 જૂને અમાસ સાથે સમાપ્ત થઈ રહ્યો છે, ત્યારબાદ જેઠ સુદ પક્ષ શરૂ થશે. અધિકમાસની અમાસ તિથિઓની વધઘટને કારણે 14 અને 15 જૂન એમ બે દિવસ રહેશે. હિન્દી પંચાંગ અનુસાર, અમાસ તિથિ 14 જૂનની બપોરે લગભગ 12.20 વાગ્યે શરૂ થશે અને 15 જૂનની સવારે લગભગ 8:25 વાગ્યે સમાપ્ત થશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, પિતૃઓની શાંતિ માટે અમાસની બપોરે ધૂપ-ધ્યાન, તર્પણ અને દાન-પુણ્ય કરવું જોઈએ. આ તિથિ પર ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. 14 તારીખની બપોરે આ તિથિ શરૂ થશે, તેથી અમાસનું નદી સ્નાન 15 જૂનની સવારે કરી શકાય છે. અધિકમાસને ભગવાન વિષ્ણુનો પ્રિય માસ માનવામાં આવ્યો છે અને આ મહિનાની અંતિમ તિથિ એટલે કે અમાસનું મહત્વ ઘણું વધારે છે. આ દિવસે કરવામાં આવેલા જપ, તપ, દાન અને વ્રતનું અનેકગણું ફળ મળે છે. 15 જૂને સોમવતી અમાસનો શુભ યોગ અમાવસ્યા તિથિ 14 જૂનની બપોરે શરૂ થશે અને 15 જૂનની સવાર સુધી રહેશે. તેથી 15 જૂને સૂર્યોદય અમાવસ્યા તિથિમાં જ થશે, આથી આ દિવસે સોમવતી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે. જ્યારે સોમવારે આ તિથિ આવે છે, ત્યારે તેને સોમવતી અમાસ કહેવાય છે. અમાવસ્યા પર સવારે સૂર્યોદય સમયે પવિત્ર નદી, સરોવર અથવા ઘરમાં ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દેવી-દેવતાઓની વિધિવત પૂજા કરવી જોઈએ. બપોરે પિતૃઓ માટે તલ, જળ અને કુશથી તર્પણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદો અને ગૌસેવા માટે ધનનું દાન કરવામાં આવે છે. અમાવસ્યા પર કરો શિવ-પાર્વતીની પૂજા સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને આરોગ્ય જળવાઈ રહે છે. એવી માન્યતા છે. સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં શિવ-પાર્વતીની પૂજા કરવાનો સંકલ્પ લો. સૌથી પહેલા ભગવાન ગણેશનું પૂજન કરો. ત્યારબાદ શિવલિંગ અને માતા પાર્વતીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. દીવો પ્રગટાવો, જળ, ચોખા, ફૂલ, બિલ્વપત્ર અને ફળ અર્પણ કરો. ॐ નમઃ શિવાય અને ॐ પાર્વત્યૈ નમઃ મંત્રનો જાપ કરો. માતા પાર્વતીને સુહાગ સામગ્રી અથવા લાલ ફૂલ અર્પણ કરો. કપૂર પ્રગટાવીને આરતી કરો. પૂજાના અંતમાં જાણી-અજાણી ભૂલો માટે ક્ષમા માંગો. પૂજા પછી પ્રસાદ વહેંચો અને પોતે પણ લો. આ રીતે કરો વિષ્ણુ-લક્ષ્મીની પૂજા ગણેશ પૂજા પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા શરૂ કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. દીપક અને ધૂપ પ્રગટાવો. ભગવાન વિષ્ણુને તુલસી, પીળા ફૂલ અને મોસમી ફળ અર્પણ કરો. માતા લક્ષ્મીને કમળ, સુગંધિત પુષ્પ ચઢાવો. ॐ નમો ભગવતે વાસુદેવાય અને ॐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રનો જાપ કરો. કપૂર પ્રગટાવીને આરતી કરો. અંતમાં પૂજામાં થયેલી ભૂલો માટે ક્ષમા યાચના કરો. આ પછી પ્રસાદ વિતરણ કરો.
    Click here to Read More
    Previous Article
    At NITI Aayog meet, Soren seeks Centre’s support for new universities in Jharkhand
    Next Article
    RSS પ્રમુખ મોહન ભાગવતની ટ્રેન પર પથ્થરમારો:ફિરોઝાબાદમાં શતાબ્દી એક્સપ્રેસનો E-1 કોચ નિશાન બન્યો, કાનપુરથી દિલ્હી જઈ રહ્યા હતા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment