Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:માનસી એપાર્ટમેન્ટમાં આઠમા નોરતે નવરાત્રિની ધમાકેદાર ઉજવણી, હરેશભાઈ પટેલે આરતી કરી, વિજયભાઈ શર્માએ નાસ્તાનું આયોજન કર્યું.

    1 day ago

    માનસી એપાર્ટમેન્ટ, નરોડા ખાતે નવરાત્રિ મહોત્સવ 2026ના આઠમા નોરતે ગરબાની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બહેનો અને ભાઈઓએ પરંપરાગત પોશાકમાં સવારના 3:30 વાગ્યા સુધી ગરબે ઘૂમ્યા હતા. આ રાત્રિએ ટીમલી, રાસ-ગરબા અને સનેડાની રમઝટ જામી હતી. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર એપાર્ટમેન્ટમાં ભક્તિ અને એકતાનો માહોલ જોવા મળ્યો. આઠમા નોરતે હરેશભાઈ પટેલે માતાજીની આરતી કરી હતી. સાતમા નોરતે આરતીબેન અને વિરલભાઈ શાહ દ્વારા માતાજીને સાડી અર્પણ કરવામાં આવી હતી. વિજયભાઈ શર્મા (અવધપુરી સોસાયટી) દ્વારા સૌ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજન કનુભાઈ રાઠોડ, ચેરમેન, માનસી એપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નવરાત્રિ મહોત્સવમાં ગુજરાતી સંસ્કૃતિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બંસરી હાઈટ્સ-2 માં આઠમા નોરતે ગરબાની રમઝટ, યુવાનોએ ટીમલી અને મંડળીની મોજ માણી, ઉત્સાહભેર ગરબા કર્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વર્ધમાન નગર ટેનામેન્ટમાં 48 વર્ષથી શેરી ગરબાની ઉજવણી, આસ્થા અને સંસ્કૃતિનો સંગમ, સોસાયટીના સભ્યોની એકતાનું પ્રતીક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment